[:gj]રાજ્યમાં કોરોનાના કુલ 58 કેસ, 5 મોત, ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં 3 કેસ [:en]A total of 58 cases of coronas in the state, 5 deaths, 3 cases from yesterday evening till this morning[:hn]गुजरात में कोरोना के कुल 58 मामले, 5 मौतें, 3 मामले कल शाम से आज सुबह तक[:]

[:gj]ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.
રાજ્યના ચારેય મહાનગરો સહિત જિલ્લા કક્ષાએ 5500 બેડની અલાયદી સુવિધા ઉભી કરાઈ
રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલ સહિત 2761 વેન્ટીલેટર ઉપલબ્ધ
માસ્ક, દવાઓ, ઈક્વીપમેન્ટ તમામ રાજ્યોને જરૂરિયાત મુજબ પૂરા પાડવા ભારત સરકાર સુગ્રથિત રીતે આપશે : ગુજરાતે ઈન્ડેન્ટ મોકલી આપ્યુ જથ્થો આવવાનો શરૂ થઈ ગયો

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો.

આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે 58 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝીટીવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણ સજ્જ છે.[:en]A total of 58 positive cases of Corona Covid 19 have been reported in Gujarat. Three new cases have been registered from yesterday evening till this morning.
Additional 5500 beds have been established at district level including all four metros of the state.
2761 ventilators available including government-private hospital in the state
Masks, drugs, equipment will be provided to all states by the Government of India in a systematic way to provide the need: Gujarat sent indent and the amount has started to come.

A new case of 47-year-old man was registered in Ahmedabad, unfortunately this person has passed away today. Diabetes symptoms were also seen in this man. In addition, a 67-year-old woman was found positive in Ahmedabad who was infected with local transmission.
In addition, a 34-year-old Ahmedabad man was found to be positive for Corona. The youngster has a history of travel in Mumbai. Thus, since yesterday evening, three new positive cases have been reported.
Five people have died in Gujarat along with this. Principal Secretary Health Department Dr. Giving this details this morning, Jayanti Ravi said that three persons in Vadodara who had a positive case are now well after treatment. However, they were kept in isolation for 14 days according to the protocol. Dr. Jayanti Ravi said that there are 19,661 persons under quarantine in the state at present. He also said that a police complaint has been filed against 236 persons who violated Quarantine.
Dr. Jayanti Ravi added that 58 cases have been registered positive in the state, including 21 cases in Ahmedabad, 07 in Surat, 08 in Rajkot, 09 in Vadodara, 09 in Gandhinagar, one each in each district including Bhavnagar, Kutch, Mehsana and Gir Somnath.
He added that the state administration is well-equipped to prevent possible transmission of corona virus and to provide immediate treatment to positive patients.[:hn]गुजरात में कोरोना कोविद 19 के कुल 58 सकारात्मक मामले सामने आए हैं। कल शाम से आज सुबह तक तीन नए मामले दर्ज किए गए हैं।
राज्य के सभी चार महानगरों सहित जिला स्तर पर अतिरिक्त 5500 बेड स्थापित किए गए हैं।
राज्य में सरकारी-निजी अस्पताल सहित 2761 वेंटिलेटर उपलब्ध हैं
भारत सरकार द्वारा सभी राज्यों को जरूरत के हिसाब से मास्क, ड्रग्स, उपकरण मुहैया कराए जाएंगे: गुजरात ने इंडेंट भेजा और राशि भी आनी शुरू हो गई।

47 वर्षीय व्यक्ति का एक नया मामला अहमदाबाद में दर्ज किया गया था, दुर्भाग्य से इस व्यक्ति का आज निधन हो गया है। इस आदमी में मधुमेह के लक्षण भी देखे गए। इसके अलावा, अहमदाबाद में एक 67 वर्षीय महिला सकारात्मक पाई गई, जो स्थानीय संचरण से संक्रमित थी।
इसके अलावा, अहमदाबाद के एक 34 वर्षीय व्यक्ति को कोरोना के लिए सकारात्मक पाया गया। नौजवान का मुंबई में यात्रा का इतिहास रहा है। इस प्रकार, तीन नए सकारात्मक मामले सामने आए हैं।

इसके साथ ही गुजरात में पांच लोगों की मौत हो गई है।

स्वास्थ्य विभाग के प्रमुख सचिव डॉ। आज सुबह यह विवरण देते हुए, जयंती रवि ने कहा कि वडोदरा में तीन व्यक्ति जिनके पास एक सकारात्मक मामला था, इलाज के बाद अब ठीक हैं। हालांकि, उन्हें प्रोटोकॉल के अनुसार 14 दिनों के लिए अलगाव में रखा गया था। डॉ। जयंती रवि ने कहा कि वर्तमान में राज्य में संगरोध के तहत 19,661 व्यक्ति हैं। उन्होंने यह भी कहा कि संगरोध का उल्लंघन करने वाले 236 लोगों के खिलाफ पुलिस शिकायत दर्ज की गई है।

डॉ जयंती रवि ने कहा कि राज्य में 58 मामले दर्ज किए गए हैं, जिनमें अहमदाबाद में 21 मामले, सूरत में 07, राजकोट में 08, वडोदरा में 09, गांधीनगर में 09, भावनगर, कच्छ, मेहसाणा और गिर सोमनाथ में एक-एक जिले शामिल हैं।

उन्होंने कहा कि कोरोना वायरस के संभावित संचरण को रोकने और सकारात्मक रोगियों को तत्काल उपचार प्रदान करने के लिए राज्य प्रशासन अच्छी तरह से सुसज्जित है।[:]