[:gj]અમદાવાદમાં ભાજપના ઉપપ્રમુખ બનાવ્યા પછી પક્ષને ખબર પડી કે આતો બુટલેગર છે, સોશિલ મિડિયામાં નેતા સાથેના ફોટો વાયરલ થયા[:]

[:gj]After appointment, BJP vice-president in Ahmedabad, the party came to know that he is a bootlegger, photo with the leader went viral on social media

અમદાવાદ, 20 ઓગસ્ટ 2020

થોડા દિવસ પહેલાં જ અમદાવાદના બહેરામપૂરા વોર્ડની નવી બોડી બનાવવામાં આવી છે જેમાં ભાજપના ઉપપ્રમુખ તરીકે તેની નિયુક્તિ પક્ષે કરી છે. મેહુલકુમાર ગૌતમ લેઉવા કે જે દુધવાલી ચાલીની બાજુમાં અમૃતનગર સોસાયટીમાં રહે છે. પોલીસે તેમની સામે પાસ કરી છે. 17 માર્ચ 2020ના દિવસે કાગડાપીઠ પોલીસે તેમને નોટીસ આપીને ગાયકવાડ હવેલી પોલીસમાં દાખલ થયેલા ગુનામાં અટક કરવા માટે બોલાવ્યા હતા.

આ બુટલેગર સાથેના ખાડિયાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની સાથેની તસવીરો સોશિયલ મિડિયામાં ફરતી થઈ હતી. તેથી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો. શહેરમાં ચાલી રહેલા જૂથો એક બીજાના નેતાઓને ખૂલ્લા પાડવામાં લાગી ગયા હતા. રાકેશ શાહ, પ્રદીપસિંહ જાડેજા, અમિત શાહ અને આનંદીબેન પટેલના જૂથના લોકો તેમા સામેલ થઈ ગયા હતા. આ અંગે ભૂષણ અશોક ભટ્ટે જણાવ્યું હતું કે અમારા ઉપપ્રમુખ મેહુલ લેઉવા સામે પાસા થઈ છે એ વાત સાચી છે. મેં તેને પૂછ્યું છે.

મેહુલકુમાર ગૌતમ લેઉવા અને માસ્કરમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ

હવે પક્ષ દ્વારા પગલાં લઈને દારુમાં ગયેલી પ્રતિષ્ઠા પુનઃ મેળવવા પ્રયાસ કરાશે. જોકે, ભાજપના જ ખાડિયાના કાર્યકરો કહે છે કે આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસનું રાજ હતું અને તેના નેતાઓ અને કાર્યકરો બદીથી ભરેલા હતા તેનાથી પણ ખરાબ હાલત આજે અમદાવાદના નેતાઓ અને કાર્યકરોની છે. તેઓ દારૂ, જુગાર, અસામાજીક પ્રવૃત્તિ, મારા મારી અને ગુંડાગીરી કરી રહ્યાં છે. અમને હવે તો શરમ આવે છે. કહેવું કોને રાષ્ટ્રીય પ્રમુખ પણ એવા હતા અને હવે પ્રદેશ પ્રમુખ સામે પણ અનેક ગુનાઓ છે. તેઓની સામે પણ દારૂના કેસ થયા હતા. હવે અમારે કહેવું કોને. મોદી હવે દિલ્હી જતાં રહ્યાં છે અને તેઓ દૂર થઈ ગયા છે. અહી આખું અમદાવાદ ભેરાઈ ગયું છે. તેમ ભાજપના કાર્યકર કહી રહ્યાં છે.[:]