[:gj]એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટે ટ્રમ્પનો કાન આમળ્યો [:]

[:gj]એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ વિદેશી કામદારોના પક્ષમાં સ્ટેટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને પત્ર લખી વિઝા એક્સ્પાયરી ડેટ ૧૦મી સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવા અપીલ કરી છે. અમેરિકન ટ્રમ્પ સરકારે ટેક્નોલોજી કંપનીઓને તેમના પત્રનો હજુ કોઈ ઉત્તર આપ્યો નથી. 2 લાખ લોકો વિઝાનું સ્ટેટશ ગુમાવી દેશે. જેમાં સારા એવા પ્રમાણમાં ગુજરાતના લોકો છે. વિશ્વની અમેરિકન કંપનીઓ અને ટ્રમ્પ સરકાર સામ સામે આવી જાય એવી સ્થિતી ઊભી થઈ રહી છે.

ટ્રમ્પ આ કંપનીઓના વિદેશીઓને હાંકી કાઢવા માંગે છે. પણ કેપનીઓ તેમ કરવા તૈયાર નથી.

કોરોના વાઇરસથી પ્રસરેલી મહામારીના કારણે અમેરિકામાં નોકરીમાંથી છૂટા કરાયેલા એચવનબી વિઝાધારકો જૂન સુધીમાં અમેરિકામાં વસવાટનું લીગલ સ્ટેટ્સ ગુમાવી દે તેવો ભય સર્જાયો છે. અમેરિકામાં બે લાખ એચવનબી વિઝા ધારક છે. વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક નિસ્કાનેન સેન્ટરના ઇમિગ્રેશન પોલિસીના નિષ્ણાત જેરેમી ન્યૂફિલ્ડે જણાવ્યું છે કે જૂનના અંત સુધીમાં આ વિદેશી કામદારો અમેરિકામાં વસવાટનો કાયદેસરનો પરવાનો ગુમાવી દેશે. તે ઉપરાંત જે વિદેશીઓ અમેરિકામાં રેસિડેન્શિયલ સ્ટેટ્સનો પ્રયાસ કરી રહ્યાં નથી તેમને પણ દેશ છોડવાની ફરજ પાડવામાં આવે તેવી સંભાવના છે.

વિઝાની કટોકટી માનવીય અને આર્થિક સ્તરે હોનારત સર્જી રહી છે

ઇમિગ્રેશનમાં લોકોને મદદ કરતી સંસ્થા બાઉન્ડલેસ ઇમિગ્રેશન કંપનીના સહસ્થાપક ડોઘ રેન્ડે જણાવ્યું હતું કે, વિઝાની કટોકટી માનવીય અને આર્થિક સ્તરે મોટી હોનારત સર્જી રહી છે. બીજી મુશ્કેલી એ છે કે, એચવનબી વિઝાધારકો અહીં પરિવાર સાથે રહે છે અને તેઓ આ વ્યક્તિ પર આધારિત હોય છે. અમેરિકામાં તેમના વસવાટ માટે પણ સત્તાવાર મંજૂરી લેવાની હોય છે. હાલમાં અંધાધૂંધી સર્જાઈ છે પરંતુ આ અણધારી પરિસ્થિતિની અસરો ઘટાડવા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે.[:]