[:gj]Apple કંપનીને ભરવો પડશે 45.54 અબજનો દંડ, જાણો સંપૂર્ણ મામલો[:]

[:gj]અમેરિકન કંપની Apple આમ તો યુઝર્સના હિતોની સુરક્ષા કરવા માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર કંપનીએ એવુ સાબિત કર્યુ છે કે કંપની ફક્ત પોતાના નફા માટે કામ કરે છે. Batterygate તેમાંથી જ એક મામલો છે. Appleએ એલાન કર્યુ છે કે #batterygate મામલે સેટલમેન્ટ માટે 113 મિલિયન ડોલર (આશરે 8.3 અબજ રૂપિયા) નો દંડ ચુકવશે. અમેરિકાના આશરે 34 રાજ્યો મળીને Appleની તપાસ કરી રહ્યા હતા. તેમાં પહેલા પણ કંપની આ મામલે 500 મિલિયન ડોલરની પેનલ્ટી આપી ચુકી છે.

એટલે કે Appleને પોતાના યુઝર્સના જૂના iPhone સ્લો કરવાની કિંમત કુલ 613 (500 + 113) મિલિયન ડોલર ચુકવવી પડી છે. તેને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તે આશરે 45.54 અબજ ડોલર રૂપિયા થાય છે. 2017માં કંપનીએ એક એવુ અપડેટ જારી કર્યુ હતું જેનાથી જૂના iphone સ્લો થઇ ગયા. કંપનીએ અપડેટ જારી કરતા પહેલા યુઝર્સને આ અંગે જાણકારી આપી હતી.

કંપનીએ અપડેટ આપીને યુઝર્સનો જૂનો iPhone સ્લો કરી નાંખ્યો. પછીથી જ્યારે આ અંગે લોકોને જાણ થઇ તો Appleએ એક દલીલ કરી. કંપનીની દલીલ એ હતી કે જૂના ફોનને એટલા માટે સ્લો કરવામાં આવ્યો કારણ કે જૂની બેટરીના કારણે ફોન આપમેળે જ શટડાઉન ન થઇ જાય અથવા ફોનમાં બીજી સમસ્યા ન આવે. કંપનીની આ દલીલ લોકોને પચી નહી અને અમેરિકાના આશરે 34 રાજ્યોએ Apple વિરુદ્ધ તપાસ શરૂ કરવા અને કોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લીધો.

સ્ટેટ્સનુ કહેવુ હતું કે Apple લોકોને નવા અને મોંઘા iPhone ખરીદવા માટે મજબૂર કરી રહી છે. જૂના ફોનને અપડેટ દ્વારા સ્લો કરવામાં આવે છે જેથી લોકો કંપનીના નવા અને મોંઘા iPhone મોડલ્સ ખરીદી શકે. Arizonaના અટોર્ની જર્નલ માર્ક બર્નોવિકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, મોટી કંપનીઓએ યુઝર્સને મેનિપુલેટ ન કરવા જોઇએ અને પોતાની પ્રોડક્ટ પ્રેક્ટિસ વિશે  તેમને સમગ્ર હકીકત જણાવવી જોઇએ. માર્કે કહ્યું કે, મોટી ટેક્નોલોજી કંપનીઓ જો પોતાના યુઝર્સથી હકીકત છુપાવે તો તેવામાં હું કંપનીઓને પોતાના કારનામાની જવાબદારી અપાવવા માટે કટિબદ્ધ છુ.

જૂના આઇફોન અપડેટ દ્વારા સ્લો કર્યા બાદ Apple પર અમેરિકામાં ક્લાસ એક્શન લૉસૂટ ફાઇલ કરવામાં આવ્યુ. જેમાં Apple પર આરોપ હતો કે કંપની નવા આઇફોન ખરીદવા પર મજબૂર કરવા માટે જૂના ફોનને અપડેટ દ્વારા સ્લો કરી રહી છે.

અમેરિકન કોર્ટે Appleને તે તમામ અમેરિકન કસ્ટમર્સને 25 ડોલર આપવા કહ્યુ જે આ અપડેટથી પ્રભાવિત થયા છે. આ અપડેટથી iPhone 6, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus અને iPhone SE પ્રભાવિત થયા હતાં. Apple ભલે દંડ ચુકવવા તૈયાર થઇ હોય પરંતુ કંપનીએ તે સ્વીકારવાથી ઇનકાર કર્યો છે કે તેનાથી ભૂલ થઇ છે. કંપનીએ તે વાત પણ સ્વીકારી કે અપડેટ દ્વારા જૂના આઇફોન સ્લો કરવામાં આવ્યા પરંતુ તે પણ કહ્યું કે આમ એટલા માટે કરવામાં આવ્યું જેથી બેટરી સેફ રાખી શકાય અને ફોનને અનિચ્છિત શટડાઉનથી બચાવી શકાય.[:]