[:gj]ભરૂચમાં 25 એપાર્ટમેન્ટના 500 જર્જરીત મકાન તોડી પાડવા નોટિસ [:]

Narmada Apartments became extremely dilapidated and the municipality gave notice. As many as 25 apartments of the Gujarat Housing Board in front of the Bharuch court complex have been given due notice to over 500 households for demolition or repair of buildings by the Bharuch Municipality.

[:gj]ભરૂચ, 5 માર્ચ 2020

નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી હતી. ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને તોડી પાડવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ ઘર-પરિવારને નોટિસ આપી છે.

જર્જરિત ઇમારતના મકાનો ના પોપડા પડીને લોકો ઉપર પડ્યા પણ છે અને લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. દુર્ઘટનામાં જાનહાની થવાની સંભાવના હોવાના પગલે ભરૂચ નગર પાલિકા એ ૨૫ જેટલા જર્જરિત એપાર્ટમેન્ટોનો સર્વે કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો.

જર્જરીત ઈમારત માટે પણ સરકાર તરફથી લોન આપવામાં આવે છે. નોટિસ આપી જર્જરીત ઈમારત માંથી નીકળી જવા તાકીદ કર્યા છે. પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા એપાર્ટમેન્ટ બનાવે ત્યાં સુધી ગરીબ અને મધ્યમ પરિવારના લોકો ક્યાં વસવાટ કરી શકે તે એક પ્રશ્ન છે. મોંઘવારીના યુગમાં નવા એપાર્ટમેન્ટ તૈયાર થાય ત્યાં સુધી મિલ્કત ધારકોને માસિક ભાડુ ચૂકવવામાં આવે તેવી માગણી પણ કરી છે.[:]