[:gj]બાલાસિનોરમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતાં 4200નો દંડ ફટકારાયો[:]

[:gj]લુણાવાડા, 11 જૂન 2020

ગુજરાત સરકાર દ્વારા અનલૉક – 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે.

તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. તે અનુસંધાને કોરોના સંદર્ભના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરવા માટે બાલાસિનોર મામલતદારશ્રી સાથે નગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા બાલાસિનોર નગરમાં કોરોના સંદર્ભના નિયમોના પાલન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તેમાં સોશિયલ ડિસ્ટસીંગ તેમજ માસ્ક પહેર્યા વગરના નાગરિકો તેમજ વેપારીઓને કોરોનાના નિયમોની સમજણ આપી નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ રૂપિયા 4200 ની વસુલાત કરવામાં આવી હતી.[:]