[:gj]કેરિયર પ્લાંનિંગ સોફ્ટવેરથી હવે આગળ શુ ભણવું તે નક્કી કરી શકાશે[:]

[:gj]રાજકોટ,

હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓએ આગળ કયો કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ કરવો અને તેને સંલગ્ન કઈ કોલેજમાં પ્રવેશ લેવો અથવા રસ-રુચિ અનુસાર તાલીમ માટેના ક્યાં કોર્ષ કરવા તે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અતિ ગંભીર પ્રશ્ન રહેતો હોય છે.

આ માટે રાજકોટની રોજગાર કચેરીએ ખાસ સોફ્ટવેર બનાવ્યો છે. જેમા 1800 થી વધુ કોર્સની માહિતી યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ પ્રયાસ છે.

કોરોના સમય દરમ્યાન કચેરીના સ્ટાફ દ્વારા માહિતીનો ઉપયોગ કરી એક્સલમાં ખાસ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં ધો. ૧૦ પછી, ધો.૧૨ પછી શું ? આર્ટ્સ, કોમર્સ, સાઇન્સ, આઈ ટી આઈ, ડિપ્લોમા, ડિગ્રી માટેના બટન પર ક્લિક કરતા જ જે તે કોર્સની માહિતી ઉપલબ્ધ બને છે.

આ સાથે જે તે કોર્સ કે તાલીમનો સમયગાળો, લાયકાત, સંસ્થાઓના નામ, એડ્રસ ફોન નંબર, વેબ સાઈટ સાથે માહિતીનું લિસ્ટ સ્ક્રીન ઉપર જોવા મળે છે.  આ સાથે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન પણ કેવી રીતે મેળવવું તેની ઓફિસિયલ વેબસાઈટની લિંક પણ આપેલી છે.

આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે રોજગાર કચેરી, રાજકોટ ના ફેસબુક પેજ Employment Office MCC Rajkot પર થી અથવા https://bit.ly/2V9GJQ0 લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.[:]