[:gj]ભારત – નેપાળ સરહદ પાછળ ચીનનું ષડયંત્ર ?[:]

[:gj]પહેલા પાકિસ્તાન પછી ચીન અને હવે નેપાળ. એક પછી એક નવા ષડયંત્રો ભારતની સામે થઇ રહ્યાં છે. હાલમાં ચીન સાથેનો લદ્દાખ સરહદનો વિવાદ ઉભો જ છે, એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યં છે, ત્યાં હવે નેપાળે ભારતનો કેટલોક વિસ્તાર પોતાના નકશામાં બતાવ્યો છે અને નવા નકશાને નેપાળની સંસદને મંજૂરી આપી દીધી છે.

નવા નકશાનું આ બિલ સંસદમાં 258 મતોથી પાસ થઇ ગયું છે, ભારતે લિપુલેખથી ધારાચુલા સુધીનો કૈલાસ માનસરોવર યાત્રાનો રસ્તો પહેલા તૈયાર કર્યો હતો, હવે નેપાળે આ જ લિપુલેખ અને કાલાપાનીને પોતાનો વિસ્તાર ગણાવીને આ વિસ્તારને પડાવી લેવાનું મોટું ષડયંત્ર કર્યું છે.

બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે સ્પષ્ટ કહી દીધું છે કે આ ભારતના વિસ્તારો છે, અને નેપાળ ભારતની જમીનને પોતાના નકશામાં બતાવી શકે નહીં, તેમના નવા નકશાને ભારત માન્ય રાખશે નહીં, નોંધનિય છે કે બિહારને અડીને આવેલી નેપાળ સરહદે નેપાળ પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું છે અને 4 લોકો ઘાયલ થયા છે, હવે નેપાળ ચીન સાથે મળીને ભારતને ઘેરવાની રણનીતિમાં સામેલ થઇ ગયું છે.[:]