[:gj]અમદાવાદ શહેર કરતાં આસપાસના ગામોમાં કોરોના રોગ ઓછો છે કે તપાસ થતી નથી ? [:]

[:gj]અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા  1300થી વધુ ટીમો કાર્યરત, એક જ દિવસમાં 337 શંકાસ્પદ કેસ શોધી કઢાયા

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 1,372 ટુકડીઓ સર્વેલન્સનું કામ કરી રહી છે, જેમાં 703 ટુકડી શહેરી વિસ્તારમાં, જ્યારે 624 ટુકડી ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત છે.
આ ઘનિષ્ઠ સર્વેલન્સના પરિણામે આ ટુકડીએ એક જ દિવસમાં 337 શંકાસ્પદ કેસ શોધી કાઢ્યા છે. આ 337 શંકાસ્પદ કેસમાં 243 કેસ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં મળ્યા છે,જ્યારે 94 કેસ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મળ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ એગ્રેસિવ ટેસ્ટિંગની વ્યૂહરચના અપનાવી છે અને ટેસ્ટિંગનો વ્યાપ વધાર્યો છે. આ વ્યૂહરચના હેઠળ જ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં એક જ દિવસમાં 1,346 સેમ્પલ લેવામાં આવ્યા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 94થી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું. આમ,આજના આ ટેસ્ટિંગના આંકડાને ગણતરીમાં લઈએ તો અમદાવાદ જિલ્લામાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો 13,009એ પહોંચ્યો છે. જેમાં 12,614 સેમ્પલ મહાનગરપાલિકા વિસ્તારમાં લેવાયા છે, જ્યારે 395 સેમ્પલ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં લેવાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 233 કેસ પોઝિટિવ મળી આવ્યા છે, જે તમામ મહાનગરપાલિકા વિસ્તારના છે, જ્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી. જેના પગલે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 988 એ પહોંચી છે. જેમાં 974 કેસ મહાનગરપાલિકા વિસ્તારમાં છે, જ્યારે 14 કેસ અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયા છે.
અમદાવાદમાં હાલમાં 929 પોઝિટિવ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 916 મહાનગરપાલિકા વિસ્તારમાં છે, જ્યારે 13 ગ્રામ્ય વિસ્તારમાં છે.
કોરોનાના ચેપને અટકાવવા માટે વહીવટીતંત્રએ કોન્ટેક્ટ ટ્રેસિંગ પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે. આજ દિન સુધીમાં 4,381 કોન્ટેક્ટ ટ્રેસ કરાયા છે, જેમાં 4146 અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં છે, જ્યારે 235 અમદાવાદ ગ્રામ્યમાં છે.
જો કવોરેન્ટાઈનની વાત કરીએ તો, અમદાવાદમાં 3,874 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે, તેમાં 3359 વ્યક્તિઓ અમદાવાદ મહાનગરપાલિકામાં છે, જ્યારે 515 વ્યક્તિઓ ગ્રામ્ય વિસ્તારમાં છે.
અમદાવાદમાં 15 હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ હોટસ્પોટ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા છે, ગ્રામ્ય વિસ્તારમાં એક પણ હોટસ્પોટ જાહેર કરાયું નથી. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર થયેલા આ 15 હોટસ્પોટમાં અંદાજે 44,495 જેટલા લોકો વસવાટ કરે છે.[:]