[:gj]ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ, તેમને મળેલા નેતાઓ કોરન્ટીન[:]

[:gj]કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા.

તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરોને મળ્યા હતા તે બધામાં ફફડાટ ફેલાયો છે એટલુ જ નહિ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ કવોરન્ટાઈન થવાની નોબત આવી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત લથડતા તેમને ગઈકાલે વડોદરાના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો રીપોર્ટ કરાવવામાં આવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા હલચલ મચી જવા પામી છે.

ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ- કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. 19મીએ તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને આ દરમિયાન તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા તેઓ જે જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તે બધાને હવે કવોરન્ટાઈન થવુ પડે તેવી શકયતા છે. રાજ્યસભાની ચૂંટણી લડેલા ભરતસિંહ સોલંકી માત્ર કોંગ્રેસના નેતાઓને જ નહોતા મળ્યા પરંતુ તેઓ ભાજપના નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા.

એવુ જાણવા મળે છે કે મતદાન બુથમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના સંપર્કમાં પણ આવ્યા હતા. આ ઉપરાંત એવુ જાણવા મળે છે કે ચૂંટણીના બુથમાં ભાજપના ત્રણેય ઉમેદવારો પણ હાજર હતા. ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝીટીવ આવતા આ બધા લોકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.

એવુ જાણવા મળે છે કે ચૂંટણી કામગીરી હાથ ધરનાર કર્મચારીઓના સંપર્કમાં પણ તેઓ આવ્યા હોય આ કર્મચારીઓને પણ કવોરન્ટાઈન થવુ પડશે. એવુ પણ જાણવા મળે છે કે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર શકિતસિંહ ગોહિલને પણ તેઓ મળ્યા હતા જેને કારણે તેમને પણ કવોરન્ટાઈન થવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ભરતસિંહ સોલંકી કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરોને પણ મળ્યા હતા તેથી એ બધામાં પણ ચિંતા ફેલાય છે. આ ઉપરાંત તેઓ કેટલાક પત્રકારોને પણ મળ્યા હતા. એ બધામાં પણ ફફડાટ ફેલાય ગયો છે. અત્રે નોંધનીય છે કે મતદાન સમયે અને તે પહેલા રીસોર્ટમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હતા તે બધા ધારાસભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

અત્રે એ પણ નોંધનીય છે કે તેઓ 14મી લોકસભાના સભ્ય પણ રહી ચૂકયા છે. તેઓએ મનમોહનની સરકારમાં મંત્રી પદ પણ શોભાવ્યુ હતું. રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનવા તેમણે ભારે જોર લગાવ્યુ હતુ પરંતુ તેઓને પરાજયનો સામનો કરવો પડયો હતો.[:]