[:gj]નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈયાર કર્યું [:]

Founder of Navagurajat complex, M C Shah, Journalist Pathak prepared a book

[:gj]નવગુજરાત કૉલેજ – સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી – પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને પ્રશ્નોને તર્કસહિત વાચા આપવી અને તેનું મુક્ત મનથી સમાધાન કરવું તે છે?

નવગુજરાત કૉલેજ – સંકુલના સ્થાપક પ્રિન્સિપાલ એમ. સી. શાહનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૨૮ ના રોજ થયો હતો. પોતાના શિક્ષણકાર્ય દરમિયાન દાયકાઓ સુધી હજારો વિધાર્થીઓને આવી મુક્તતા – મોકળાશ આપી હતી. પરિણામે તેમના સંખ્યાબંધ વિધાર્થીઓ આજે વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રે ઉચ્ચસ્થાને બિરાજે છે. નામ ગણાવવા જઇએ તો પાનપાનાં ભરાય. એમણે ગુજરાતના શિક્ષણજગતમાં સીમાચિહનરૂપ કાર્ય કર્યું છે, છતાં પણ સ્વપ્રશસ્તિથી તેઓ સદાય અળગા જ રહ્યા. તો પછી, જે વ્યક્તિને ‘પોતાની પ્રશંસા કે પ્રસિદ્ધિ સહેજ પણ ગમતાં નહોતાં, તેમના વિશે આવું પુસ્તક કેમ?

આનો ઉત્તર એ છે કે બદલાતા સમય, પલટાતા સંજોગો અને શિક્ષણમાં થઇ રહેલા મૂલ્યહ્રાસ સમયે આપણા જ સમયમાં જીવંત દષ્ટાંતોની જરૂર છે, આજે શિક્ષણના વ્યાપારીકરણના યુગમાં સાચું શિક્ષણ અને પરવડે તેવું શિક્ષણ આપવાની ભાવના પાછળ ધકેલાઇ રહી છે, ત્યારે અંગ્રેજ કવિ મેથ્ય આનની ‘ટચ સ્ટોન’ થિયરી મુજબ શાહસાહેબનાં કાર્ય અને દષ્ટિ બંનેને આજના શિક્ષણ – જગત સામે માઇલસ્ટોનની જેમ મૂકવાં જ પડે. અથવા, અરીસો બતાવવો પડે. શાહસાહેબ એટલા વિનમ્ર હતા કે તેઓ હયાત હોત તો કદાચ તેમણે આ પુસ્તક પ્રગટ કરવાની મંજૂરી આપી ન હોત, પરંતુ ‘શ્રીમદ ભગવદગીતા’ માં ભગવાન શ્રીકૃષ્ણએ સમય પ્રેમાણે વર્તવાની સચોટ વાત કરી છે . આજે નહીં તો ક્યારે ? એટલે આ પુસ્તક શાહસાહેબની પ્રશસ્તિ માટે નહીં, પણ એક દ્રષ્ટાંતરૂપ જીવનકાર્ય રૂપે પ્રસ્તુત કરીએ છીએ . દીવાદાંડીનો એ પ્રકાશ ધરવો છે કે આજના શિક્ષણજગતમાં પણ એક ઋષિપરંપરા જેવું કાર્ય, સાચી, દિશા અથવા મહાયજ્ઞ સંભવ છે. વળી શાહસાહેબનાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો વગેરેની પણ લાંબા સમયથી માગણી હતી કે તેમના જીવન અને કાર્ય પર એક પુસ્તક તૈયાર થાય. આ તમામ પાસાંઓને ધ્યાનમાં લઇને તટસ્થ અવલોકન સાથે આપના હાથમાં આ પુસ્તક મૂકી રહ્યા છીએ. સૌને ગમે એવું આ પુસ્તક છે.

પત્રકાર દક્ષેશ પાઠક 

લેખક અને સંપાદક દક્ષેશ પાઠક ‘અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વના અભ્યાસ ‘બોદ લગભગ બે દાયકાથી પત્રકારત્વ અને તેના અધ્યાપનકાર્ય સાથે સંકળાયેલા છે. તેમણે અલીરાજપરા આદિવાસી લાઇફ વિશે ગુજરાત સમાચારમાં રસપ્રદ અને સાહસિક સ્પેશિયલ ન્યુઝ સ્ટોરી સાથે કારકીર્દી શરૂ કર્યા બાદ આજદિન સુધી તેઓ અગ્રણી અખબાર સાથે જોડાયેલા રહીને સંખ્યાબંધ સ્પેશિયલ ન્યુઝ સ્ટોરીઝ અને 2000 થી વધુ એક સ્કલુઝીવ ઇન્ટરવ્યુઝ કર્યા છે. જેમાં ભારતના ચાર વડાપ્રધાન, 27 મુખ્યમંત્રીઓ, વિશ્વના 500 જેટલા અગ્રણી વિજ્ઞાનીઓ અને ટેક્નોક્રેટસ, અભિનેતાઓ, મ્યુઝીક ક્ષેત્રેની હસ્તીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે રેડીઓ અને ટી. વી. ક્ષેત્રે અનેક કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. આ ઉપરાંત તેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મ લેખન ક્ષેત્રે પણ સંકળાયેલા છે અને તેમના દ્વારા લિખિત, કચ્છ ધરતીકંપ પરની અંગ્રેજી ફિલ્મ ‘ધ લોસ્ટ વર્લ્ડ રીગેઇન્ડ’ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ થઇ ચૂકી છે. તેઓ અનેક માસ કાર્યાનિકેશન સંસ્થાઓમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવાઓ આપવા ઉપરાંત જીવનચરિત્ર લેખન સાથે પણ સંકળાયેલા છે. તેમણે અનેક દેશોમાં મહત્વની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કવર કરી છે.[:]