[:gj]વાળનો વિશ્વ વિક્રમ ધરાવતી ગુજરાતની નિલાંશી[:]

[:gj]૨૦૧૮ માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતો જે ૨૦૧૯માં ૧૯૦ સેન્ટિમીટર થતાં બીજી વખત વિશ્વ રેકોર્ડ

૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી મોડાસાની નિલાંશી પટેલ છે.  ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ કમાઈ હતી હવે ફરીથી ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી નિલાંશીએ સતત બીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નિલાંશી ધરાવે છે અને ગત વર્ષનો પોતાનો જ રેકોર્ડ તેણે તોડયો છે.

મોડાસાના સાયરા ગામના શિક્ષક દંપતિ બ્રિજેશ પટેલ અને કામિનીની દીકરી નિલાંશી છે. પહેલા લિમ્કાબુકમાં નોંધણી થઈ હતી. બે વર્ષથી ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી રહી છે.

ટેબલ ટેનિસ અને તરણની ખેલાડી છે. નિલાંશી રમતની સાથે પોતાના માથાના વાળની પણ ખુબ જ કાળજી રાખવી પડે છે. નાનપણ થી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરાવે. પછી વાળની કાળજી રાખવાનુ શરૂ કર્યું હતું.

2018માં 170 સે.મી લાંબા વાળ સાથે ઈટલીના રોમ ખાતે આ રેકોર્ડ સર્જાયો હતો અને આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડયો હતો. ૧૮ વર્ષથી નીચેની ઉંમરે ર૦૧૮ અને ર૦૧૯ એમ સતત બે વર્ષ સુંધી પોતાનું નામ ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે.

આગામી સમયમાં પણ સૌથી લાંબા વાળમાં તે વિશ્વમાં પ્રથમ રહેવા માગે છે.

ભણવામાં પણ અવ્વલ છે. ધો-૧ર સાયન્સ બાદ નિલાંશી આઈઆઈટી માં કારકિર્દી બનાવવામાં ધ્યાન આપી રહી છે. નિલાંશી આઈઆઈટી માં કારકિર્દી બનાવવામાં ધ્યાન આપી રહી છે

તે બાળપણમાં ટૂંકા વાળ રાખતી હતી પરંતુ છ વર્ષની ઉંમરથી તેણે વાળ વધારવાનું શરૂ કર્યું હતું. ખરાબ વાળ કપાયા ત્યાર બાદ વાળ ન કાપવાનું નક્કી કર્યું હતું.

રમતની સાથે વાળની પણ કાળજી રાખે છે

નિલાંશીની માતા કામિની કહે છે કે, લાંબાવાળની દેખરેખ પણ વધારે કરવી પડતી હોય છે. અમે તેના લાંબાવાળનો શ્રેય પરિવારની બંને બાજુના જીન્સને આપીએ છીએ. અમે કોસ્મેટિક્સનો ઉપયોગ નથી કરતા. તે અઠવાડિયામાં એક વખત માથું ધોવે છે અને હું તેને તેલ નાખી આપું છું. તેને પોતાના વાળ ખૂબ જ પ્રિય છે.

કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.[:]