[:gj] મોબાઈલ એપ્લીકેશન દ્વારા પરીક્ષાના પેપર ટ્રેક કરતું ગુજરાત [:]

Gujarat Tracking Examination Paper by Mobile Application

[:gj]

  • પ્રશ્નપત્રોની ગોપનીયતા અને વર્ગખંડોમાં સીલબંધ  કવરમાં પહોચ્‍યા છે કે નહી તેની માહિતી મોબાઈલ દ્ધારા હવે મળતી થઈ

ગાંધીનગર, 7 માર્ચ 2020

હાલમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. મોબાઈલ એપ્‍લીકેશન ઘ્‍વારા પ્રશ્નપત્રોની ગોપનીયતાની જે ચૂસ્‍તવ્‍યવસ્‍થા કરાઈ છે તેનું નિદર્શન કરાયું હતું. તેનાથી પરીક્ષાઓમાં ગેરરીતિની હવે કોઈ સંભાવના રહેશે નહી. ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં પ્રશ્નપત્રોના પાર્સલ વર્ગખંડોમાં અકબંધ હાલતમાં જાય છે, તેના વેરીફીકેશન માટે જે મોબાઈલ એપ્‍લીકેશન શરૂ કરાઈ છે

ત્‍યારે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રોની ગોપનીયતા જળવાઈ રહે તથા પ્રશ્નપત્રો પરીક્ષા શરૂ થાય તે પહેલા વર્ગખંડોમાં સીલબંધ કવરમાં પહોંચે અને વિદ્યાર્થીઓની હાજરીમાં જ પ્રશ્નપત્રના પાર્સલ અકબંધ હાલતમાં જાય તેની ખાતરી થાય અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તેની ચૂસ્‍ત વ્‍યવસ્‍થા માટે માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા તૈયાર કરાયેલ Paper box Authentication & Tracing Application (PATA)નો અમલ થઈ રહયો છે.

ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં પ્રશ્નપત્રોના પાર્સલ વર્ગખંડોમાં અકબંધ હાલતમાં જાય છે, તેના વેરીફીકેશન માટે જે મોબાઈલ એપ્‍લીકેશન શરૂ કરાઈ છે તેના દ્ધારા 137 ઝોનથી અકબંધ હાલતમાં પ્રશ્નપત્ર પેપરના બોક્ષની રવાનગી થયેલ છે તેની ખાતરી કરવામાં આવે છે.

ઉપરાંત ઝોન કક્ષાએથી 5559 બિલ્‍ડીંગ પર પહોંચતા પ્રશ્નપત્રના પાર્સલ અકબંધ હાલતમાં જાય છે તેની પણ ખાતરી મોબાઈલ એપ ઘ્‍વારા જ જેતે સ્‍થળ પર જ થઈ જાય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ આવી ગયેલ ઉત્‍તરવહિના પાર્સલોના ફોટોગ્રાફસ તેમજ હાજરી પણ બોર્ડની કચેરીને મળી જાય છે.

આ એપ્‍લીકેશનના પરિણામે બોર્ડની જાહેર પરિક્ષાના પ્રશ્નપત્રોના સીલબંધ બોક્ષ પહોંચ્યાનો સમય અને પરીક્ષા સ્‍થળની માહિતી મોબાઈલ એપ ઘ્‍વારા સ્‍થળ પર જ હવે મળી જશે. ફોટોગ્રાફસના આધારે પ્રશ્નપત્રોના બોક્ષ કેટલા વાગ્‍યે પરીક્ષા સમયે પહોચ્‍યા, પરીક્ષા કેન્‍દ્રના કયા લોકેશન પર રાખવામાં આવ્‍યા, પ્રશ્નપત્રોના બોક્ષ પરીક્ષા કેન્‍દ્રો પર સીલબંધ રીતે પહોચ્‍યા છે કે નહી, પ્રશ્નપત્રોના બોક્ષ સીલબંધ અને સમયસર મળ્‍યા છે કે નહીં, ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર પરિક્ષાર્થીઓની લખાયેલી જવાબવહીઓ સીલબંધ કરવામાં તેમજ કયા સમયે મુકાયેલ છે તે જાણી શકાશે.

પ્રશ્ન એ છે કે, જ્યાં મોબાઈલ ફોન નહીં ચાલતાં હોય ત્યાં આ એપ કઈ રીતે કામ કરશે ?[:]