[:gj]બે વર્ષમાં ભારતમાં 90 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકો નેટ વાપરતાં હશે [:]

In two years, 90 million people in India and 6 crore in Gujarat will be using the net

[:gj]વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ હશે; તમામ નેટવર્ક ડિવાઇઝમાં M2M મોડ્યુલ્સનો હિસ્સો 25 ટકા (524.3 મિલિયન) હશેવર્ષ 2023 સુધીમાં વીસમાંથી એક કનેક્શન 5જી હશે, આંકડો 67.2 મિલિયનને આંબી જશે
વર્ષ 2023 સુધીમાં ભારતીયો 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે. ગુજરાતમાં 6 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતાં થઈ જશે.

સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 907 મિલિયનને આંબી જશે. આ ભારતની વસ્તીનાં 64 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. વળી ઉપકરણો અને કનેક્શનોમાં વસ્તી કરતાં (1.0 ટકા સીએજીઆર)થી ઝડપથી વધારો (7 ટકા સીએજીઆર) થશે.
વોઇસ કોલ અને અલ્ટ્રા-હાઈ ડેફિનિશન (યુએચડી) વીડિયો તેમજ વિવિધ ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી (એઆર/વીઆર) એપ્લિકેશન સાથે મોબાઇલ બેન્ડવિડ્થની જરૂરિયાતો બદલાઈ રહી છે.

સોશિયલ નેટવર્કિંગ, વીડિયો સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ, બિઝનેસ પ્રોડક્ટિવિટી, ઇ-કોમર્સ અને ગેમિંગ મોબાઇલ એપ્લિકેશન્સની સતત વૃદ્ધિને આગળ વધારશે તથા વર્ષ 2023 સુધીમાં આશરે 46.2 અબજ ડાઉનલોડિંગ મળશે.

વર્ષ 2023 સુધીમાં ભારતમાં મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝર અંગેની ધારણા
ભારતમાં વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા 907 મિલિયન (વસ્તીનો 64 ટકા) થશે, જે વર્ષ 2018માં 398 મિલિયન (વસ્તીનો 29 ટકા) છે.
ભારતમાં વર્ષ 2023 સુધીમાં મોબાઇલ યુઝર્સની કુલ સંખ્યા 966 મિલિયન (વસ્તીનો 68 ટકા) થશે, જે વર્ષ 2018માં 763 મિલિયન (વસ્તીનો 56 ટકા) છે.
વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વિશ્વની વસ્તી (5.3 અબજ લોકો)ની 66 ટકા હશે.

વર્ષ 2023 સુધીમાં ભારતીય ઉપકરણો અને કનેક્શનની ધારણા
ભારતમાં વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ છે, જે વર્ષ 2018માં 1.5 અબજ છે (7 ટકા સીએજીઆર).
ભારતમાં વર્ષ 2023 સુધીમાં 1.4 અબજ મોબાઇલ કનેક્ટેડ ડિવાઇસ હશે, જે વર્ષ 2018માં 1.1 અબજ છે (4.2 સીએજીઆર).
ભારતમાં વર્ષ 2023 સુધીમાં 697.4 મિલિયન વાયર્ડ/વાઇ-ફાઈ કનેક્ટેડ ડિવાઇઝ હશે, જે વર્ષ 2018માં 359.8 મિલિયન છે (14.2 ટકા સીએજીઆર)
ભારતમાં વર્ષ 2023 સુધીમાં M2M મોડ્યુલ્સ તમામ નેટવર્ક ડિવાઇઝનાં 25 ટકા (524.3 મિલિયન) હિસ્સો ધરાવશે, જે વર્ષ 2018માં 12 ટકા (175.0 મિલિયન) છે (24.5 ટકા સીએજીઆર).
ભારતમાં વર્ષ 2023 સ્માર્ટફોન તમામ નેટવર્ક ડિવાઇઝમાં 38 ટકા (781.0 મિલિયન) હિસ્સો ધરાવશે, જે વર્ષ 2018માં 42 ટકા (610.9 મિલિયન) છે (5 ટકા સીએજીઆર).
ભારતમાં વર્ષ 2023 સુધીમાં તમામ નેટવર્ક ડિવાઇઝમાં કનેક્ટેડ ટીવીનો હિસ્સો 12 ટકા (255.8 મિલિયન) છે, જે વર્ષ 2018માં 10 ટકા (152.2 મિલિયન) છે (10.9 ટકા સીએજીઆર).
ભારતમાં વર્ષ 2023 સુધીમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં તમામ નેટવર્ક ડિવાઇઝ 78 ટકા હશે, જે વર્ષ 2018માં 83 ટકા છે. તમામ નેટવર્ક ડિવાઇઝમાં 22 ટકા બિઝનેસ સેગમેન્ટમાં હશે.

વર્ષ 2023 સુધીમાં ભારતમાં મોબાઇલની ધારણા
તમામ નેટવર્ક ડિવાઇઝનો 66 ટકા હિસ્સો મોબાઇલ-કનેક્ટેડ હશે (3જી અને એનાથી નીચે, 4જી, 5જી, અથવા લો પાવર વાઇડ એરિયા (એલપીડબલ્યુએ)).
વર્ષ 2023 સુધીમાં કુલ 5જી કનેક્શનમાં 67.2 મિલિયન હશે, 20 કનેક્શનમાં એક કનેક્શન 5જી હશે
વર્ષ 2023 સુધીમાં કુલ મોબાઇલ કનેક્શનમાં 4જી કનેક્શનનો હિસ્સો 53.1 ટકા હશે, જે વર્ષ 2018 કરતાં 2ગણો વધારો હશે.
3જી અને એનાથી નીચેના કનેક્શન કુલ મોબાઇલ કનેક્શનનો હિસ્સો 38.7 ટકા હશે

વર્ષ 2023 સુધીમાં ભારતમાં મોબાઇલ એપ્લિકેશન
ભારતમાં વર્ષ 2023 સુધીમાં 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018 સુધીમાં 20.7 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે (17.4 ટકા સીએજીઆર).
વર્ષ 2023 સુધીમાં 17.8 અબજ સોશિયલ નેટવર્કિંગ, મેસેજિંગ, મીડિયા, ઉત્પાદકતા અને ઇ-કોમર્સ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018માં 9.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે (14.1 ટકા સીએજીઆર).
વર્ષ 2023 સુધીમાં 10.5 અબજ ગેમિંગ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018માં 6.4 અબજ મોબાઇલ એપ્લિકેશનનું ડાઉનલોડિંગ થયું છે (10.5 ટકા સીએજીઆર).
વર્ષ 2023 સુધીમાં અન્ય કેટેગરીમાં (બિઝનેસ સહિત) 17.9 અબજ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018માં 5.2 અબજ મોબાઇલ એપ્લિકેશનનું ડાઉનલોડિંગ થયું છે (28.3 ટકા સીએજીઆર).[:]