[:gj]કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન[:]

[:gj]28.4.2020

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 6,868 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 23.3% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 29,435 થઇ છે. આજદિન સુધીની સ્થિતિ અનુસાર, દેશમાં 17 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અતિ ઓછા લક્ષણો ધરાવતા/લક્ષણો પહેલાંની સ્થિતિ ધરાવતા દર્દીઓને હોમ ક્વૉરેન્ટાઇન રાખવા અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જે દર્દીઓ પાસે તમના ઘરે સેલ્ફ- આઇસોલેશન માટે પૂરતી સુવિધાઓ હોય તેમને ઘરે આઇસોલેશનનો વિકલ્પ આપવામાં આવશે. કોવિડ-19ના દર્દીઓને પ્લાઝ્મા થેરાપી આપવા સંબંધે, ICMR દ્વારા પહેલાંથી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોવિડ-19 માટે પ્લાઝ્મા થેરાપી સહિત કોઇ જ ચોક્કસ સારવાર પદ્ધતિ નથી. આ એવી ઘણી થેરાપીમાંથી જ એક છે જેનો અગાઉ પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે, અત્યાર સુધી આ થેરાપી સચોટ સારવાર તરીકે સહાય કરતી હોવાના કોઇ પૂરાવા નથી. જોકે, અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, ICMR દ્વારા આ અભ્યાસ પૂર્ણ કરવામાં ન આવે અને નક્કર વૈજ્ઞાનિક પૂરવો મળે નહીં ત્યાં સુધી, આનો ઉપયોગ સંશોધન અથવા પ્રયોગાત્મક હેતુ સિવાય કરવો જોઇએ નહીં.

ભારતે કોવિડ -19 સંબંધી તત્કાળ પ્રયાસોમાં આવશ્યક સહયોગ માટે એડીબી સાથે 1.5 અબજ ડૉલર લોનના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત સરકારે આજે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી $ 1.5 અબજની લોન માટે હસ્તાક્ષર કર્યા છે જે નોવલ કોરોના વાયરસ બીમારી (કોવિડ-19) મહામારી સામે ભારત સરકારની પ્રતિક્રિયામાં મદદરૂપ થશે. ખાસ કરીને બીમારીના નિયંત્રણ અને નિરાકરણ, સમાજમાં મહિલાઓ અને વંચિત સમૂહો સહિત ગરીબ અને આર્થિક રીતે મુશ્કેલમાં મુકાયેલા વર્ગોની સામાજિક સુરક્ષા જેવી તાકીદની પ્રાથમિકતાઓ પર આ લોનમાં વિશેષરૂપે ધ્યાનમાં રાખવામાં આવી છે. ADBના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે મહામારીના કારણે દેશમાં ઉભી થયેલી આરોગ્ય અને સોશિયો-ઇકોનોમિકની પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવા અને તેને ઘટાડવા માટે બજેટમાં સહાય કરવા આ લોનને મંજૂરી આપી હતી.

‘સેન્ટ્રલ પૂલ’ હેઠળ ઘઉંની ખરીદીના કામકાજે વેગ પકડ્યો

દેશમાં ઘઉંનું ઉત્પાદન કરતા તમામ મુખ્ય રાજ્યોમાં ઘઉંની ખરીદીની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. 26.04.2020 સુધીમાં સેન્ટ્રલ પૂલ મે કુલ 88.61 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંના જથ્થાની ખરીદી થઇ ચુકી છે. આમાં સૌથી વધુ યોગદાન 48.27 LMT સાથે પંજાબનું છે જ્યારે 19.07 LMT સાથે હરિયાણા બીજા ક્રમે છે. ખરીદીની વર્તમાન ઝડપને ધ્યાનમાં રાખતા, આ મોસમમાં 400 LMTની ખરીદીનું લક્ષ્ય હાંસલ થઇ જાય તેવી સંભાવના છે.

લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણી એકધારી ઝડપથી ચાલી રહી છે

દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણીનું કામ એકધારી ઝડપથી આગળ વધી રહ્યું છે. રવી 2020 દરમિયાન ખેડૂતો તેમજ કામદારો પાકની લણણી અને થ્રેસિંગની કામગીરી સંબંધિત SOPનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે અને ખેડૂતો તેમજ ખેતરમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોને SOP મોકલવામાં આવ્યા છે જેનું ખેડૂતો અને શ્રમિકોએ કૃષિલક્ષી કોઇપણ કામગીરી દરમિયાન પાલન કરવું જરૂરી છે.

લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાતરનું વિક્રમી વેચાણ

રાષ્ટ્રીય સ્તરે લાગુ કોવિડ-19 લોકડાઉન વચ્ચે રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગે ખેડૂત સમુદાયને ખાતરોનું વિક્રમી વેચાણ કર્યું છે. 1થી 22 એપ્રિલ, 2020 દરમિયાન ખેડૂતોને ખાતરોનું પીઓએપી વેચાણ 10.63 લાખ એમટી થયું હતું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 8.02 લાખ એમટીથી 32 ટકા વધારે છે. રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19 લોકડાઉનને કારણએ અવરજવર સાથે સંબંધિત ઘણા નિયંત્રણો હોવા છતાં ખાતર, રેલવે, રાજ્યો અને બંદરના વિભાગોના સહિયારા પ્રયાસો સાથે દેશમાં ખાતરનું ઉત્પાદન અને પુરવઠો કોઈ પણ અવરોધ વિના વધ્યો છે.

કોવિડ-19ના કારણે બંદરના કોઇપણ કર્મચારી/કામદારનું મૃત્યું થાય તો પરિવારને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત

જહાજ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ મુખ્ય બંદરો પર જો કોવિડ-19ના કારણે બંદરના કોઇપણ કર્મચારીનું મૃત્યું થાય તો તેમના પર નિર્ભર પરિવારના સભ્યો/ કાયદેસર વારસદારને રૂપિયા 50 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

EPFOએ લૉકડાઉન દરમિયાન 13 લાખ દાવાઓની ચુકવણી કરી; PMGKY પેકેજ અંતર્ગત 7.40 લાખ કોવિડ-19ના દાવાઓનો પણ નિકાલ કરવામાં આવ્યો

શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ લૉકડાઉન દરમિયાન EPFની ચુકવણીની પ્રક્રિયા વધુ ઝડપી કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત 7.40 લાખ કોવિડ-19 દાવા સહિત કુલ 12.91 લાખ દાવાની પતાવટ કરીને કર્મચારીઓને તેની રકમ ચુકવણી દીધી છે. આ પ્રકારે કુલ રૂ. 4684.52 કરોડની ચુકવણી કરવામાં આવી છે જેમાં PMGKY પેકેજ અંતર્ગત કોવિડ દાવાઓ માટે રૂ. 2367.65 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

કોરોના મહામારી દરમ્યાન લોકોનું જીવન આસાન બનાવવા આંતર-રાજ્ય સરહદો પર આવશ્યક વસ્તુ લઈ જતી ટ્રક્સ- લૉરીની હેરફેરનો વેગ વધારવા પગલાં લેવા શ્રી ગડકરીનો અનુરોધ

કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરી માર્ગો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમ વિભાગના મંત્રી શ્રી નીતિન ગડકરીએ ધોરી માર્ગો પર ટ્રકસ અને લૉરીઝના પરિવહનમાં નડતા અવરોધો દૂર કરવા માટે તાકિદનાં પગલાં લેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે, કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના સંદર્ભમાં તેમણે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના માર્ગ પરિવહન પ્રધાનોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આ બાબતે તાકીદે પગલાં ભરવામાં આવે આવે કે જેથી જેથી દેશમાં આવશ્યક ચીજ વસ્તુઓની શક્ય તેટલી વહેલી આંતરરાજ્ય હેરફેર થઈ શકે. શ્રી ગડકરીએ મંત્રીશ્રીઓને આ બાબતે દરમ્યાનગીરી કરીને સ્થાનિક અને જીલ્લા વહિવટી તંત્રને સામેલ કરીને સમસ્યાઓ ઉકેલવી જોઈએ. આ ઉપરાંત તેમણે ડ્રાઈવરો અને ક્લિનર્સ તથા ધાબાઓ ઉપર આરોગ્ય અંગેની તથા અન્ય માર્ગરેખાઓને અનુસરીને તેમજ યોગ્ય અંતર જાળવવા , માસ્ક પહેરવા તથા સેનેટાઈઝર્સનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી અને ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિએ ટેલીફોન પર ચર્ચા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ એશિયા અને દુનિયામાં કોવિડ-19 રોગચાળાના પ્રસાર વિશે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ઇન્ડોનેશિયાને પૂરાં પાડેલા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી એમને ખાતરી આપી હતી કે, ભારત બંને દેશો વચ્ચે તબીબી ઉત્પાદનો કે વેચાણ થતી અન્ય ચીજવસ્તુઓનો પુરવઠામાં વિક્ષેપ નિવારવા શક્ય શ્રેષ્ઠ કામગીરી કરશે.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવિડ-19ની અસરો ઘટાડવા DPSUs અને OFB ના પ્રદાન તથા લોકડાઉન પછી તેમની કામ કરવાની યોજનાઓની સમીક્ષા કરી

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ ક્ષેત્રના સરકારી એકમો (ડીપીએસયુ) અને ઓર્ડનનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી)ની કોવિડ-19 સામે લડવાના પ્રદાનની અને તેમની કાર્યકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. શ્રી રાજનાથ સિંહે કોવિડ-19 સામે લડવા નવા ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં ડીપીએસયુ દ્વારા પ્રદર્શિત નવીન કુશળતાઓની પ્રશંસા કરી હતી તથા કેટલાંક સ્વરૂપે સ્થાનિક વહીવટીતંત્રને આપેલી સહાયને પણ બિરદાવી હતી.

UIDAI એ CSCs દ્વારા આધાર અપડેશન સુવિધાની મંજૂરી આપી

જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે એમનો મોટી રાહત મળી છે. કેન્દ્રીય સંચાર, એમઆઇટીવાય તથા કાયદો અને પ્રસારણ મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે એક ટ્વીટમાં કહ્યું હતું કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઈ)એ કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ને બેંકિંગ કરસ્પોન્ડન્ટ (બીસી) તરીકે કામ કરતા એના 20,000થી વધારે સીએસસીમાં આધાર અપડેશન સુવિધા તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, આશરે 20,000 સીએસસી હવે નાગરિકોને આ સેવા પૂરી પાડી શકશે.

શ્રી મનસુખ માંડવિયાએ ભારતના બંદરો પર ચાલક દળના સભ્યોને બદલવા અંગે વિવિધ સંગઠનો સાથે ચર્ચા કરી

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિપિંગ લાઇનર્સ, શિપિંગ કંપનીઓ, મેરીટાઇમ સંગઠનો, નાવિકોના સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ભારતના બંદરો પર ક્રૂ બદલવા અને ભારતીય નાવિકોની પરિસ્થિતિ ફરી ઠીક કરવા તેમજ આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં ફસાયેલા ભારતીય નાવિકોને પરત લાવવા સંબંધે ચર્ચા કરી હતી.

માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા વેબિનાર દ્વારા વાલીઓ સાથે સંવાદ કર્યો

કેન્દ્રીયમંત્રી દ્વારા પોતાના વેબિનાર સંવાદના માધ્યમથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓનલાઈન શિક્ષણ માટેના જુદા જુદા અભિયાનો અને યોજનાઓ વિષે તમામ વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મંત્રાલયને પોતાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓની ચિંતા છે અને તે જ કારણસર અમે પહેલેથી ચાલી આવતી જુદી જુદી યોજનાઓને યુદ્ધના ધોરણે શરુ કરી હતી જેનો લાભ દેશના 33 કરોડ વિદ્યાર્થીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ઉઠાવી શકે છે.

કેન્દ્રીય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પંચાયતી રાજની નવી પહેલ સ્વામિત્વ યોજના અંગે માર્ગરેખાઓ જાહેર કરી

આ યોજનાથી ગ્રામ વિસ્તારોમાં મિલકતના અધિકારો અંગેની સ્પષ્ટતા કરશે. આ યોજના ડ્રોન સર્વેયીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી બહેતર ગુણવત્તા ધરાવતી ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ હાથ ધરી શકાશે. શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આ પ્રસંગે ઈ-ગ્રામ સ્વરાજ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર પણ બહાર પાડી.

સમગ્ર દેશમાં જરૂરી ચીજવસ્તુઓ અને મેડીકલનો જથ્થો પહોંચાડવા માટે 403 લાઈફલાઈન ઉડાન ફલાઈટો ઉડાડવામાં આવી

લાઈફ લાઈન ઉડાન અંતર્ગત ડોમેસ્ટિક ક્ષેત્રમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, આઈએએફ અને ખાનગી વાહનો દ્વારા અત્યાર સુધીમાં 403 ફલાઈટો કાર્યાન્વિત કરવામાં આવી છે. તે પૈકી 235 ફલાઈટો એર ઇન્ડિયા અને એલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. લાઈફ લાઈન ઉડાન ફલાઈટો દ્વારા સમગ્ર દેશમાં લોકો માટે 27 એપ્રિલ 2020 સુધીમાં અંદાજીત 748.68 ટનનો જરૂરી ચીજવસ્તુઓ અને મેડીકલનો જથ્થો પહોંચાડવા માટે ૩,97,632 કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવ્યું છે. લાઈફ લાઈન ઉડાન ફલાઈટો એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કોવિડ-19 વિરુદ્ધ ભારતના યુદ્ધને સહાયતા કરવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી મેડીકલ સામાનની હેરફેર કરવા માટે ચલાવવામાં આવી રહી છે.

ક્લાસ સેન્ટ્રલ લિસ્ટમાં 2019ના શ્રેષ્ઠ 30 ઓનલાઇન કોર્સમાં સ્વયંમના છ કોર્સને સ્થાન મળ્યું

ધ ક્લાસ સેન્ટ્રલ (સ્ટેન્ફોર્ડ, એમઆઇટી, હાર્વર્ડ વગેરે જેવી ટોચની યુનિવર્સિટીમાંથી ફ્રી ઓનલાઇન કોર્સ એટલે કે એમઓઓસી)એ વર્ષ 2019ના શ્રેષ્ઠ 30 ઓનલાઇન અભ્યાસક્રમોની યાદીમાંથી સ્વયંમના 6 અભ્યાસક્રમોને સ્થાન આપ્યું છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓના ભથ્થામાં કોઇ કપાત નહીં, PIB ફેક્ટચેક દ્વારા ખોટા સમાચારનો પર્દાફાશ

ડો. જિતેન્દ્ર સિંહે કોવિડ-19 રોગચાળાને પગલે વિક્ષેપ વિના આઇએએસ અધિકારીઓની તાલીમનો કાર્યક્રમ ઓનલાઇન જાળવવા માટે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ની પ્રશંસા કરી

અકાદમીએ ટેકનોલોજીનો નવીન ઉપયોગ કરીને અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને એની તાલીમ પદ્ધતિને નવેસરથી બનાવી છે તથા તાલીમાર્થી અધિકારીઓએ આપેલા તમામ ઇનપુટ અને એસાઇન્મેન્ટને એની પોતાની જ્ઞાન પોર્ટલ દ્વારા વહેંચી છે. આ પ્રયાસોમાં મદદરૂપ થવા સંસ્થાએ ઇન્ટરનેટ રેડિયો સુવિધા પણ શરૂ કરી છે.

વારાણસી સ્માર્ટ સિટી કોવિડ-19 પ્રસારનાં નિયંત્રણ માટે સંવેદનશીલ વિસ્તારોનું સેનિટાઇઝેશન કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે

વારાણસી સ્માર્ટ સિટીએ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વારાણસી સિટીના પસંદગીનાં ક્ષેત્રોમાં સેનિટાઇઝરનો છંટકાવ કરવા માટે ચેન્નાઈની કંપની ‘ગરુડ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ’ને રોકી છે.

કોવિડ-19ના નમૂના એકત્રિત કરવા મોબાઇલ કિયોસ્કનો ઉપયોગ કરતું અગરતલા સ્માર્ટ સિટી

અગરતલા સ્માર્ટ સિટી દ્વારા એક મોબાઇલ કોવિડ-19 સેમ્પલ કલેક્શન કિયોસ્ક તૈયાર કરીને શહેરના મુખ્ય આરોગ્ય અધિકારીને (CMO) આપવામાં આવ્યું છે. આ કિયોસ્ક નમૂના એકઠા કરતા ડોક્ટર્સને સુરક્ષા પૂરી પડવાની ખાતરી આપે છે અને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (PPE)ના થતા બગાડને અટકાવે છે. આ પહેલ એ કોરોના વિરુદ્ધની લડાઈમાં અગરતલા દ્વારા લેવામાં આવેલ એક મોટું પગલું છે.

ફિલ્ડ  ઇનપુટ્સ

  • ચંદીગઢઃ ચંદીગઢ વહીવટીતંત્રએ ચંદીગઢમાં કર્ફ્યૂ બાદ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવનાર પગલાંઓની તપાસ અને સૂચનો માટે નાણા સચિવ શ્રી એ.કે.સિંહાની અધ્યક્ષતામાં બનેલી સમિતિનું ગઠન કર્યુ છે. સમિતિની ભલામણોમાં જાહેર પરિવહન, સ્કૂલ/કોલેજો ખોલવી, આતિથ્ય ઉદ્યોગ, ઉદ્યોગો/ફેક્ટરીઓ/દુકાનો ખોલવી, આંતર-રાજ્ય અવર-જવર, કચેરીઓની કામગીરી વગેરેનો સમાવેશ થઇ શકે છે.
  • પંજાબઃ મુખ્યમંત્રીએ મંડીઓની મુલાકાત અને ત્યાં હાથ ધરવામાં આવતી ખરીદ કામગીરીઓની સમીક્ષા માટે છ IAS અધિકારીઓ નિયુક્ત કર્યા છે. તેઓ 30 એપ્રિલ સુધી તેમનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. તેમને મુખ્યત્વે કર્ફ્યૂ પાસ વ્યવસ્થાના અમલીકરણ, સોંપાયેલી મંડીમાં ઘઉંની ગામ દીઠ આવક, ઘઉંની ગુણવત્તાનું નિરીક્ષણ અને કોવિડ-19 નિયમોનું ચુસ્ત પાલન ચકાસવાની જવાબદારી સોંપવામાં આવી છે. નાંદેડ ખાતે ફસાયેલા તીર્થયાત્રીઓની સાથે સાથે રાજસ્થાનમાં ફસાયેલા શ્રમિકો અને વિદ્યાર્થીઓ સલામત રીતે પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે ત્યારે પંજાબ સરકારે લૉકડાઉનના કારણે દેશની રાજધાનીમાં આવેલા મંજુકા ટિલા ગુરુદ્વારામાં ફસાયેલા 250 તીર્થયાત્રીઓને સલામત રીતે પંજાબ પહોંચાડવા માટે દિલ્હી સરકારનો સંપર્ક કર્યો હતો.
  • હરિયાણાઃ મુખ્યમંત્રીએ ભારત સરકારને સંયુક્ત સંરક્ષણ સેવાઓ, NDA, એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે JEE અને NEET જેવી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ સંદર્ભે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાઓ દૂર કરવા માટે ઝડપી પગલાં ભરવા વિનંતી કરી છે. કોવિડ-19 લૉકડાઉનના કારણોસર હરિયાણા પોલીસે નાગરિકોને કોઇપણ પ્રકારની વ્યક્તિગત માહિતીનું આદાન-પ્રદાન ન કરવા અને વોટ્સએપ અથવા ઇમેલ ઉપર શંકાસ્પદ લિંકનો જવાબ ન આપવા વિનંતી કરતી સૂચનાઓ બહાર પાડી હતી, કારણ કે આમ કરવાથી નાગરિકોના બેન્ક ખાતામાંથી નાણાંની ઉચાપાત થઇ શકે છે.
  • હિમાચલ પ્રદેશઃ રાજ્ય સરકાર દ્વારા CM HP આવશ્યક દવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે આ કટોકટીના સમયમાં સમગ્ર રાજ્યના લોકોને આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. સિરમૌર જિલ્લામાં 1,500થી વધારે દર્દીઓને દવાઓની હોમ ડિલિવરી પૂરી પાડવામાં આવી હતી.
  • કેરળ: કેરળની ઉચ્ચ અદાલતે કોવિડ મહામારી સામે લડવા માટે કર્મચારીઓના પગાર કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર મનાઇહુકમ લગાવ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે વધુ વ્યવસાયો અને ફેક્ટરી શરૂ થઇ રહ્યા છે. FACT, કોચી રિફાઇનરી, HMT, કોચીન શિપયાર્ડ અને HLL જેવા મુખ્ય PSUમાં મર્યાદિત સ્ટાફ સાથે ફરી કામ શરૂ થઇ રહ્યું છે. ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા – 481, સક્રીય કેસ – 123, સાજા થયા -355.
  • તામિલનાડુ: મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પાસે વધારાનુ ભંડોળ માંગ્યું. ચેન્નઇમા વધુ બે પોલીસ જવાનો પોઝિટીવ. માનસિક રીતે અસ્થિર કોવિડ -19 દર્દી ચેન્નઇની રાજીવ ગાંધી હોસ્પિટલમાંથી ભાગીને ઘરે પહોંચ્યો. પોલીસની મદદથી પાછો લવાયો. ગઇકાલ સુધીમાં કુલ કેસ- 1937, સક્રીય કેસ – 809, મૃત્યુ- 24, રજા આપી- 1101, મહત્તમ કેસ ચેન્નઇમાં કુલ 570 નોંધાયા છે.
  • કર્ણાટક: આજે નવા 8 કેસની પુષ્ટિ થઇ. કુલ કેસની સંખ્યા 520 થઇ. કાલબુર્ગીમાં 6, બેંગલોર અને ગડાગમાં 1 કેસ. અત્યાર સુધીમાં 20 દર્દી મૃત્યુ પામ્યા જ્યારે 198ને રજા આપવામાં આવી. કોવિડનો કોઇ કેસ ન હોય તેવા કેટલાક જિલ્લામાં લૉકડાઉનમાં છુટછાટ આપવામાં આવી.
  • આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 82 નવા કેસ નોંધાતા કુલ કેસ 1259 થયા. સક્રિય કેસ – 970, સાજા થયા- 258, મૃત્યુ- 31. છેલ્લા ત્રણ દિવસમાં કોઇ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યએ ‘જગન્ના વિદ્યા દીવેના’ યોજના અંતર્ગત 14 લાખ વિદ્યાર્થીઓ માટે 100% ફી ચુકવણી માટે રૂ. 4000 કરોડ આપ્યા. ગુજરાતમાં ફસાયેલા 5000 માછીમારોને લાવવાના પ્રયાસો શરૂ. રાજ્યએ ખરીફ મોસમ સુધીમાં ખેડૂતો માટે 56 લાખ ક્રેડિટ કાર્ડ અને 5 લાખ ડેબિટ કાર્ડ ઇશ્યુ કરવા આદેશ આપ્યો. સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લા: કુર્નૂલ (332), ગુંતૂર (254) અને ક્રિશ્ના (223).
  • તેલંગાણા: રાજ્ય સરકારે 21 જિલ્લાને કોવિડ મુક્ત જાહેર કર્યા. વિસ્થાપિત શ્રમિકોની અછતના કારણે રાજ્યના અર્થતંત્રને લૉકડાઉન પછી પ્રતિકૂળ અસર પડશે; રાજ્ય 7 લાખ વિસ્થાપિત શ્રમિકો પર નિર્ભર છે. કુલ કેસ -1003, સક્રિય કેસ – 646.
  • અરુણાચલ પ્રદેશ: કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિને ખેડૂતો પાસેથી સીધા જ શાકભાજીની ખરીદી કને રાજ્યમાં ઘરે ઘરે વેચવાની કામગીરી સોંપાઇ.
  • આસામ: આરોગ્ય મંત્રી હિમાંતા બિશ્વ શર્માએ ટ્વીટ કર્યું કે, બોંગાગાંવ જિલ્લામાં સરમાલાની 16 વર્ષની છોકરી મરકઝમાં ભાગ લેનાર કોવિડ-19ના પોઝિટીવ કેસની સેકન્ડરી કોન્ટેક્ટ છે.
  • મણીપૂર: રાજ્યમાં કોવિડ-19નાથી ડ્રગની આદતના કારણે પીડાતા લોકોની સુરક્ષા માટે વધુ આશ્રય ઘરો બનાવાયા.
  • મિઝોરમ: મુખ્ય વિપક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્ય સરકારને આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સહરદે વધુ પોલીસ તૈનાત કરવા કહ્યું જેથી ગામના ટાસ્કફોર્સના સ્વયંસેવકો મુક્ત થઇ શકે છે.
  • નાગાલેન્ડ: લૉકડાઉનમાં રાહત અપાતા બજારોમાં ભારે ભીડ. દુકાનોને સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી.
  • સિક્કીમ: મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે બહારના રાજ્યોમાં ફસાયેલા લોકોનો ડેટા એકઠો કરવાનુ શરૂ કર્યું છે.
  • ત્રિપૂરા: આજથી અગરતલા શહેરમાં મહત્વના બજારોમાં થર્મલ સ્કેનરનો ઉપયોગ કરવામં આવી રહ્યો છે.

[:]