[:gj]દેશભરના કોરોના વોરિયર્સને ભારતીય વાયુદળનું વિશેષ આકાશી સન્માન[:en]Indian Air Force Special Honor to Corona Warriors across the country[:hn]देश भर में कोरोना वारियर्स को भारतीय वायु सेना का विशेष वायु सम्मान[:]

[:gj]

  • ત્રણ સુખોઈ-30 યુદ્ધ વિમાનો દ્વારા વિધાનસભા ઉપર ફ્લાય પાસ્ટ
  • દેશના ૧૭ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાનીમાં ભવ્ય ફ્લાય પાસ્ટનું આયોજન

સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં કોવિડ-19 હોસ્પિટલ ઉપર પુષ્પવર્ષા અને યુદ્ધ વિમાનોની ફ્લાય પાસ્ટ યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ઉપર ભારતીય વાયુસેનાના MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા અંદાજે ૧૦૦ મીટરની ઊંચાઈએથી પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

આ સાથે ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી એવા સુખોઈ-3૦ ત્રણ યુદ્ધ વિમાનો દ્વારા ફાઈટર એરક્રાફ્ટ ફોરમેશનમાં માત્ર ૫૦૦ મીટરની સૌથી નીચી ઊંચાઈએ ગુજરાત વિધાનસભા ઉપરથી સવારે ૧૧.૨૫ કલાકે પસાર થઈ ફ્લાય પાસ્ટ યોજીને સન્માન કર્યું હતું.

ભારતીય વાયુદળના ખાસ બેન્ડ દ્વારા ગાંધીનગર સિવિલમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા’ ધૂન વગાડીને તમામ કોરોના વોરિયર્સનું સન્માન કરતા સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બન્યું હતું. આ સાથેસાથે ત્યાં ઉપસ્થિત તબીબો, નર્સ, મેડિકલ સ્ટાફ, દર્દીઓ અને સામાન્ય લોકોએ પણ સામાજિક અંતર જાળવીને તાલીઓ પાડીને તેમનું સન્માન કરીને સમગ્ર વાતાવરણને જુસ્સામય બનાવીને કોરોના વોરિયર્સનો જુસ્સો વધુ બુલંદ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના દ્વારા ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની ખાતે અંદાજે એક જ સમયે કોવિડ-19 હોસ્પિટલ્સ ઉપર પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. જેમાં ગુજરાતમાં અમદાવાદ સ્થિત બી.જે મેડીકલ કોલેજ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ તેમજ જી.એમ.ઇ.આર.એસ સિવિલ હોસ્પિટલ ગાંધીનગરનો સમાવેશ કરાયો હતો.[:en]

  • Assembly fly by three Sukhoi-30 war planes
  • Grand fly past organized in the capitals of 14 states and union territories of the country

In honor of doctors, nurses, paramedical staff, servants and all those who are fighting the Corona epidemic across the country, the Indian Air Force today launched a show and fly past of Kovid-19 hospitals across the country to boost its morale. organised. As part of this, the Indian Air Force’s MI-17 V5 helicopter rained flowers from a height of about 100 meters on the Kovid Hospital in Civil in the state capital Gandhinagar and honored the Corona Warriors.

Simultaneously, the most powerful Sukhoi-30 fighter aircraft of the Indian Air Force was awarded and a fly past was organized at 11.5 am to make fighter aircraft passing through Gujarat Legislative Assembly at a lowest altitude of only 200 meters.

The entire atmosphere got emotional as a special band of the Indian Air Force han saare jahan se achcha Hindusta Hamra and honored all Corona Warriors at Kovid-19 Hospital in Gandhinagar Civil. At the same time, the doctors, nurses, medical staff, patients and general public who were present there also maintained social distance and appreciated and honored them, which sentimentalized the whole atmosphere and the spirits of the Corona Warriors awoke.

It may be mentioned here that the Corona Warriors were honored by the Indian Air Force by showering flowers on Kovid-19 hospitals at about the same time in the capitals of 17 states and union territories of India. These included Kovid-19 Hospital located at the BJ Medical College campus in Ahmedabad, Gujarat as well as GMERS Civil Hospital Gandhinagar.[:hn]

  • तीन सुखोई -30 युद्धक विमानों द्वारा असेंबली को उड़ाना
  • देश के 14 राज्यों और केंद्र शासित प्रदेशों की राजधानियों में भव्य फ्लाई पास्ट का आयोजन

डॉक्टरों, नर्सों, पैरामेडिकल स्टाफ, नौकरों और उन सभी लोगों के सम्मान में, जो देश भर में कोरोना महामारी से लड़ रहे हैं, भारतीय वायु सेना ने आज अपना मनोबल बढ़ाने के लिए देश भर में कोविद -19 अस्पतालों के फ्लावर शो और फ्लाई पास्ट का आयोजन किया। जिसके एक भाग के रूप में, भारतीय वायु सेना के MI-17 V5 हेलीकॉप्टर ने राज्य की राजधानी गांधीनगर में सिविल में कोविद अस्पताल पर लगभग 100 मीटर की ऊंचाई से फूलों की वर्षा की और कोरोना वारियर्स को सम्मानित किया।

इसके साथ ही, भारतीय वायु सेना के सबसे शक्तिशाली सुखोई -30 लड़ाकू विमान को सुबह 11.5 बजे केवल 200 मीटर की सबसे कम ऊंचाई पर गुजरात विधानसभा से गुजरते हुए लड़ाकू विमान बनाने में सम्मानित किया गया और एक फ्लाई पास्ट का आयोजन किया गया।

भारतीय वायु सेना के एक विशेष बैंड han सारे जहां से अच्छा हिन्दुस्ता हमरा ’की धुन बजते ही पूरा माहौल भावुक हो गया और गांधीनगर सिविल के कोविद -19 अस्पताल में सभी कोरोना वारियर्स को सम्मानित किया। उसी समय, डॉक्टर, नर्स, मेडिकल स्टाफ, मरीज और आम जनता जो वहां मौजूद थे, ने भी सामाजिक दूरी बनाए रखी और उनकी सराहना की और उन्हें सम्मानित किया, जिससे पूरा माहौल भावुक हो गया और कोरोना वॉरियर्स की आत्माएं जाग उठीं।

यहां यह उल्लेख किया जा सकता है कि कोरोना वारियर्स को भारतीय वायु सेना द्वारा भारत के 17 राज्यों और केंद्र शासित प्रदेशों की राजधानियों में लगभग उसी समय कोविद -19 अस्पतालों पर फूलों की वर्षा करके सम्मानित किया गया था। इनमें अहमदाबाद, गुजरात में बीजे मेडिकल कॉलेज परिसर में स्थित कोविद -19 अस्पताल के साथ-साथ जीएमईआरएस सिविल अस्पताल गांधीनगर भी शामिल था।[:]