[:gj]આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં પાઇપલાઇનથી ર૬ તળાવો ભરવા રૂ.૭૩.ર૭ કરોડની યોજના[:en]Lift irrigation-cum-pipeline project for 12 villages in tribal areas of Gujarat [:hn]गुजरात में आदिवासी क्षेत्रों में लिएसिंचाई-सह-पाइपलाइन परियोजना को मंजूरी[:]

[:gj]ગાંધીનગર, 25 જૂલાઈ 2020
ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે.
કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા છે.
આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી.

યોજના અંતર્ગત કડાણા તાલુકાના સરસડી ગામ પાસે કડાણા જળાશયમાં ઇન્ટેકવેલ દ્વારા ૩૮.૬ર કિ.મીટરની પાઇપલાઇનથી રવિ ઋતુમાં પાક લઇ શકશે. એટલું જ નહિ, જે ર૬ તળાવો કડાણાના પાણીથી ભરાશે તેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવતાં ખેતીવાડી-પાકની તકો પણ વ્યાપક થશે.[:en]Gujarat  approves Rs 73.27 cr lift irrigation-cum-pipeline project for 12 villages in tribal areas in Mahisagar district

Gandhinagar, Friday: Gujarat government has in-principle approved a Rs.73.27-crore lift irrigation-cum-pipeline project to fill up 26 ponds and to irrigate 1,600 hectare land in 12 predominantly tribal villages in northern Kadana taluka in Mahisagar district.

The project entails the government’s determination and engineering skill to carry water from upstream of Kadana dam with the help of three pumping station to these hilly villages 38.62-km away through ravines where it is difficult to build check dams while rainwater flows down the hilly slopes.

The project with the tribal people’s long standing demand will help them grow rabi crop and recharge groundwater level.[:hn]गुजरात में महिसागर जिले के आदिवासी क्षेत्रों में 12 गांवों के लिए 73.27 करोड़ रुपये की लिफ्ट सिंचाई-सह-पाइपलाइन परियोजना को मंजूरी, शुक्रवार: गुजरात सरकार ने 26 तालाबों को भरने के लिए रु। 7.27 करोड़ की लिफ्ट सिंचाई-सह-पाइपलाइन परियोजना को मंजूरी दी है महिसागर जिले के उत्तरी कडाना तालुका में 12 मुख्यतः आदिवासी गाँवों में 1,600 हेक्टेयर भूमि को सिंचित करने के लिए। यह परियोजना 38.62 किलोमीटर दूर इन पहाड़ी गाँवों तक तीन पम्प स्टेशन की मदद से कडाना बाँध के ऊपर से पानी ले जाने के लिए सरकार के दृढ़ संकल्प और इंजीनियरिंग कौशल को पूरा करती है। वर्षा के माध्यम से जहां बारिश के पानी को रोकना मुश्किल होता है, वहीं बारिश का पानी पहाड़ी ढलानों पर गिरता है। आदिवासी लोगों की लंबे समय से चली आ रही मांग से उन्हें रबी की फसल उगाने और भूजल स्तर को पुनर्भरण करने में मदद मिलेगी।[:]