[:gj]ધારાસભ્ય ખેડાવાલા કોરોનામાં સારા થઈ ગયા અને [:]

[:gj]અમદાવાદની ખાડિયા-જમાલપુર વિધાનસભાના કોંગ્સેના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝેટીવ આવ્યા બાદ હવે નેગેટિવ આવ્યો છે.  કોરોના સામેનો જંગ જીત્યા છે. તેમના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના અન્ય દર્દીઓને મદદરૂપ થવા ખેડાવાળા એ પ્લાઝમા ડોનેશન નો નિર્ણય જાહેર કર્યો છે.

બે દિવસના તાવ જેવા લક્ષણો બાદ ખેડાવાલાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યા બાદ 14 એપ્રિલ 2020ના રોજ તેમને હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. હવે હાલમાં તેમના બે વખતના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રજા લેતા સમયે તેમણે મેડિકલ ટીમનો આભાર માન્યો હતો. તેમજ એસ. વી. પી.માં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે, તેમ પણ જણાવ્યું હતું. અગાઉ , ખેડાવાળાએ તેમના મતદારોને જાગૃત કરવા માટે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિ. કમિ. વિજય નેહરા સહિતના અધિકારીઓ તેમજ નેતાઓએ ઈમરાન ખેડાવાલાના કુશળ મંગળ માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ઈમરાન ખેડાવાલાએ હવે પછી કોરોનાના દર્દીઓના હિત માટે પોતાના પ્લાઝમા ડોનેશન કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે.[:]