[:gj]ચોમાસા પહેલાના વરસાદથી ખેડૂતોને તૈયાર રહેવા કૃષિ નિયામક દ્વારા ચેતવણી [:]

[:gj]ગાંધીનગર, 28 મે 2020

રાજયના ખેતી નિયામકએ જણાવ્યુ છે કે, એ હવામાન વિભાગના અનુસાર આગામી ચોમાસું ખૂબ સારું રહેવાની સંભાવના છે. તે અનુસાર કૃષિનું વર્ષ પણ સારું રહે તેવી આશા છે. ચોમાસુ પાકના વાવેતર અને દવા ખાતર બિયારણ ખરીદી તેમજ જમીન તૈયારીની ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકોની પરિસ્થિતિમાં કેટલીક જગ્યાએ પાક ઉત્પાદન છેલ્લા સ્ટેજ હેઠળ છે. એટલે ખેડૂતોએ ચોમાસા પહેલાની હવામાંન ફેરફારની અને તેની સંભવિત અસરો સામે સમયોચિત પગલાં લેવા જરૂરી છે.

તેમણે ઉમેર્યુ કે,સામાન્ય રીતે ચોમાસુ વિધિવત પ્રારંભ થાય તે પહેલા ચોમાસા પહેલાની હીલચાલની સંભાવના રહેતી હોય છે. જેની અસરના પરિણામે કેટલાક વિસ્તારમાં સામન્ય છાંટા, હળવો વરસાદ અને પવન રહેવાની શક્યતા હોય છે.

ચોમાસા પહેલાની હીલચાલ અને તેની સંભવિત અસરો સામે સમયોચિત પગલાં લેવા જરૂરી છે. તેથી ખેતરમાં કે બહાર ખુલ્લામાં પડેલ પાક ઉત્પાદન જેવાકે કપાસ, મગફળી, દિવેલા વગેરે, ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ સુરક્ષિત જગ્યાએ ખસેડી લઈએ અથવા તો તાડપત્રીથી ઢાંકી દઈએ. જેથી આવા પરિબળો સામે ખેત ઉત્પાદન અને ખેત સામગ્રી સુરક્ષિત રાખી શકાય. આ માટે ખેડૂત મિત્રોને યોગ્ય કાળજી લેવા જણાવાયું છે.[:]