[:gj]લોહતત્વની ગોળીઓ નથી, કુપોષણના નામે રૂપાણી પ્રજાને ગપગોળાની ગોળી પીવડાવે છે[:]

No iron pills

[:gj]ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૧૯,૬૬૬૦ બાળકો કુપોષણનો શિકાર હોવાનું હોવાનું વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું. સગર્ભા મહિલાઓ અને ગર્ભમાં રહેલા ગર્ભના વિકાસ માટે ખુબ જ મહત્વની એવી લોહીની ઉણપ દૂર કરતી આર્યન (લોહ તત્વ)ની દવાનો જથ્થો કેટલાય સમયથી સરકારી દવાખાનાઓમાં ઉપલબદ્ધ ન સગર્ભા મહિલાઓએ બજાર માંથી ખરીદવા મજબુર બનવું પડી રહ્યું છે. કેટલાક આરોગ્ય કેન્દ્રમાં બાળકો માટે ઉપયોગમાં લેવાતી આર્યન ટેબ્લેટ સગર્ભા મહિલાઓને આપવામાં આવે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કુપષણ સામે ગુજરાતમાં આંદોલન શરૂં કરીને નાટકથી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ખરેખર તો તેમણે આયર્નની ગોળીઓ આપી નથી. તેઓ પ્રજાને ગપગોળાની ગોળીઓ પીવડાવી રહ્યાં છે.

રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલોની સ્થિતિ ભારે દયનિય દશા છે. કુછેલ્લા ૨ મહિનાથી અરવલ્લી જીલ્લામાં સરકારી દવાખાનાઓમાં આર્યન (લોહતત્વ)ની ટેબ્લેટ ઉપલબદ્ધ નથી. ગુજરાતમાં નવજાત શિશુઓ મોતને ભેટી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કાર્ય પછી પણ કુપોષણ દર ઘટવાના બદલે વધી રહ્યો છે લોહતત્વની ઉણપના લીધે અનેક સગર્ભા મહિલાઓએ જીવ ખોયો હોવાની અનેક ઘટનાઓ બની છે.

હિમોગ્લોબીન કહીએ છીએ તે લોહતત્વ (આર્યન)નું બનેલું હોય છે. બાળક ગર્ભાશયમાં હોય ત્યારથી તેના વિકાસમાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. ગર્ભસ્થ બાળકના શરીરના બધાજ અંગોનો શ્રેષ્ઠ વિકાસ માતાના હિમોગ્લોબીનના પ્રમાણ પર આધારિત હોય છે. આથી જ સગર્ભા માતાને આર્યનની ગોળીઓ ઉપરાંત આર્યનની માત્રા વધુ હોય તેવો ખોરાક લેવાનું સુચન કરવામાં આવે છે. જન્મ બાદ બાળક માતાનું ધાવણ લેવાનું શરુ કરે છે તેમાં પણ આર્યનની માત્રા હોય છે પણ તે વિકસિત બાળકની જરૂરિયાતને પૂરી કરે તેટલી માત્રામાં હોતી નથી આથી બાળકના જન્મના વજન અને તેની જરૂરિયાત પ્રમાણે બાળકના ડોક્ટર બાળકને આર્યનનાં ટીપા ચાલુ કરાવશે. આર્યન બાળકના વૃદ્ધિ, વિકાસ અને ખાસ કરીને તેના શારીરિક તેમજ માનસિક વિકાસમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. બાળક જન્મે ત્યારે તેના હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૮ થી ૨૦ મી.ગ્રા. જેટલું હશે. પ્રથમ માસના અંતે તે ૧૫ મી.ગ્રા. જેટલું હશે અને ત્રણ માસના અંતે ૧૨ થી ૧૪ મી.ગ્રા. જેટલું હશે. તે પ્રમાણ આદર્શ છે. તેટલું રહે તે માટે પુરતું ધાવણ, ઉપરનો ખોરાક અને જરૂર પ્રમાણે ઉપરથી આર્યનના ટીપા કે સિરપ જરુરી છે. આર્યન સિરપને કારણે બાળકના દાંત, જીભ અને ઝાડા કાળા રંગના થશે પણ તે થોડા સમય માટે જ હશે. જ્યારે આર્યનની દવા બંધ કરી દેવામાં આવશે તે પછી બે કે ત્રણ માસમાં દાંતનો કલર મૂળ આવી જશે. અમુક બાળકોમાં આર્યનની દવાથી થોડું ગેસ કે ઝાડાનું પ્રમાણ શરૂઆતમાં વધે એવું પણ બને છે. ધાવણ આપતી માતાએ પણ જ્યાં સુધી તે ધાવણ આપે ત્યાં સુધી ડોક્ટરની સલાહ મુજબ આર્યનની ગોળી લેવી જોઈએ. ગોળ, ખજુર, ખારેક, અંજીર, દ્રાક્ષ, કિસમિસ, તલ, રાગી, રાજમાં, પૌઆ, બાજરી, બધાજ પ્રકારની દાળ, મગ, મઠ, મસુર, છોલેના ચણા, કોબી, બીટ, બધીજ ભાજી, તરબૂચ, સીતાફળ, જામફળ, સફરજન અને કેળું જેવા ખાદ્ય પદાર્થોમાં આર્યનની માત્રા વિશેષ હોય છે. એકલું ધાવણ છ માસ આપ્યા બાદ જ્યારથી બાળકને ઉપરનો આહાર શરુ કરવામાં આવે ત્યારે માતાએ તેના ખોરાકમાં આર્યનનું પ્રમાણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. છ માસ બાદ ઉપરથી અપાતા પ્રવાહી ખોરાકમાં થોડું લીંબુ ઉમેરવામાં આવે તો આર્યનનું આંતરડામાંથી શોષણ (absorption) વધે. સ્કુલમાં ભણતા અને ટીનએઈજ બાળકો માટે તેમના માતાપિતાની ઘણીવાર ફરિયાદ હોય છે કે તેઓ થાકી જાય છે, માથું દુખે છે, થોડા આળસુ થઈ ગયા છે અને ભણવા પર પુરતું ધ્યાન આપી શકતા નથી. આ તકલીફના ઘણા કારણ હોઈ શકે પણ ઓછુ હિમોગ્લોબીન એ મુખ્ય કારણ હોય છે. બાળકનું હિમોગ્લોબીન દવા કે આર્યન ઉમેરેલા પાવડર વધી શકે પણ તેના પર હંમેશા માતાએ આગ્રહ નાં રાખવો. આર્યન ધરાવતા ખોરાક પર જ વધુ ધ્યાન આપવું. બીજું કશું નહી તો બાળકને ભાખરી, રોટલી કે રોટલાનો ગોળ સાથેનો એક લાડવો તેની રોજીંદી આર્યનની જરૂરિયાત પૂરી કરશે.[:]