[:gj]અમદાવાદનો કોટ વિસ્તાર સવારથી કર્ફ્યુમાં કેદ થયો, કોઈ ફરકતું નથી [:]

[:gj]અમદાવાદમાં 15 એપ્રિલ 2020થી સવારથી લાદી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 2002માં ગોધરા પછીના કોમી રમખાણોમાં કરફ્યું લગાવવામાં આવ્યો હતો. જેને 18 વર્ષ થયા છે.

7 વિસ્તારો મોટા ભાગે જૂના શહેરના એટલે કે કોટ વિસ્તારના છે. જેમાં અંદાજે 10 લાખ લોકો રહે છે. બપોરે 1થી 4 ના સમયમાં મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા અપાઈ છૂટ છે. માત્ર મહિલાઓ જ બહાર જવા આવવા છૂટછાટ આપવામાં આવી છે. રોજિંદી આવશ્યક ચીજ વસ્તુઓ લેવા માટે માત્ર મહિલાઓને જ કર્ફ્યુમાં ત્રણ કલાકની છૂટ આપવામાં આવી છે. 15 એપ્રિલ સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. અને જે 21 એપ્રિલ સુધી રહેશે. કર્ફ્યુ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત રહેશે. રાજ્યમાં કોરોનાના 60 ટકા કેસ માત્ર અમદાવાદમાં જ છે.

શાહપુર, કારંજ, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ, દરિયાપુર, દાણીલીમડા એમ 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યું 15 એપ્રિલ 2020થી સવારથી લાદી દેવામાં આવ્યો છે.

જેમાં આવતાં વિસ્તારો કે વોર્ડ આ પ્રમાણે છે.

જમાલપુર
ખાડિયા
ત્રણ દરવાજા
દરિયાપુર
રિલીફ રોડ
શાહપુર
રાયપુર
દીલ્હી ચકલા
આસ્ટોડિયા
દાણીલીમડા
જમાલપુર
કાલુપુર
પાંચકૂવા
સારંગપુર
લાલ દરવાજા
ગાયકવાડ હવેલી
ઘી કાંટા
મિર્જાપુર
માણેક ચોક

 [:]