[:gj]ભારત સામે પાકિસ્તાન નમ્યું: કુલભુષણ જાધવ મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકશે[:]

[:gj]પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે.

ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી કરવા માંગે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે જાધવ પર સ્પષ્ટરીતે આ મામલે અરજી દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે.

અનુરાગે આને જાધવ પાસે રહેલ અપર્યાપ્ત ઉપાયોથી પણ વંચિત રાખવાના શરમજનક પ્રયાસ ગણાવ્યો છે. પાકિસ્તાને જાધવે મોતની સજાના વિરોધમાં અપીલ કરવાનો ઇન્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું, સાંજે પોતાના જ નિવેદનથી પલટી મારતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે દક્ષિણ એશિયા મુદ્દાઓના મહાનિર્દેશક જનરલ ઝાહીદ હાફિઝ અને વધારાના એટર્ની જનરલ અહમદ ઇરફાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

તેમને જણાવ્યું કે જાધવ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સિલર અધિકારી અપીલ અને સમીક્ષા અરજી કરી શકે છે. સાથે જ બીજા કોન્સ્યૂલર એક્સેસની અનુમતી પણ આપી દીધી છે.[:]