[:gj]પ્રજાએ નોટબંધી જાહેર કરી, મોદી પરથી ફરી ભરોસો તૂટ્યો [:]

People declare demonetization, trust is lost again from Modi

[:gj]

  • રૂ.ર૦૦૦ની નોટ વટાવવા જતાં વેપારીઓ ના પાડે છેઃ બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થઈ ગયુ છે

છેલ્લા કેટલાકં દિવસોથી બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થયેલ જાવા મળે છે. લોકો તરેહતરેહની અટકળો કરી રહ્યા છે. અફવાઓ પણ વહેતી થઈ છે કે ભારત સરકારે રૂ.ર૦૦૦ની નોટો રદ કરી છે. અટકળ-અફવા વચ્ચે સામાન્ય નાગરીકોની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ઈન્ડીયન બેંકે એટીએમમાંથી રૂ.ર૦૦૦ની નોટ ના છુટા મળશે નહીં. તથા રૂ.ર૦૦૦ની નોટ ખંચી લીધી છે. એવી કરેલી જાહેરાતે અફવાનુંં જાર ગરમ થયુ છે.ે

રૂ.ર૦૦૦ની નોટોના ચલણ અંગે રિઝર્વ બેક ઓફ ઈન્ડીયા કે કેન્દ્રીય નાણાંમંત્રાલય તરફથી કોઈ જાહેરાત ન થતાં વેપારીઓ પણ અવઢવમાં પડ્યા છે. એક વાત તો ચોક્કસ છે કે છેલ્લા ૩ વર્ષથી રૂ.ર૦૦૦ની નોટો છાપવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

રૂ.ર૦૦૦ની નોટોના છુટા બજારમાં ન મળતા, તથા મોટાભાગના વેપારીઓ રૂ.ર૦૦૦ની નોટ ન લેતા સામાન્ય વર્ગના લોકોની હાલાકી વધી ગઈ છે.રૂ.ર૦૦૦ની નોટ વટાવવા લોકો અહીંતહીં ભટકી રહ્યા છે.ે એક બીજાને પ્રશ્ન કરી રહ્યા છે કે શું સરકાર રૂ.પ૦૦ તથા રૂ.૧૦૦૦ની નોટો રાતોરાત બંધ કરી હતી એમ રૂ.ર૦૦૦ની નોટ પણ એકાએક ચલણમાંથી રદ તો નહીં કરે ને??

રાષ્ટ્રીય બેંકોના સુત્રોમાંથી જાણવા મળે છે કે તેમને ખાસ સુચના આપી છે કે કોઈપણ ગ્રાહકને રૂ.ર૦૦૦ની નોટ આપવી નહીં તેને બદલે માત્ર રૂ.પ૦૦ની જ નોટો આપવી. આ કારણે પણ લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

રૂ.ર૦૦૦ની નોટો વટાવવા રીઝર્વ બેંક પર લોકોની કતાર જાવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે કેન્દ્ર સરકારનું નાણાંમંત્રાલય તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા આ અંગે સ્પષટતા કરી જાહેરાત કરે જેથી અફવાઓનો અંત આવે.

નોટો બદલી આપવાનો જે ધંધો કરે છે તેમને ત્યાં પણ લોકો રૂ.ર૦૦૦ની નોટો બદલવા માટે સારૂ કમિશન આપી નોટો બદલાવી રહ્યા છે. ડર છે માત્ર એટલો જ રાતોરાત તો કેન્દ્ર સરકાર રૂ.ર૦૦૦ની નોટો એકાએક રદ તો નહીં કરે ને??[:]