[:gj]લોકડાઉનમાં ભલે ઉદ્યોગો બંધ રહેલા છતાં પણ પ્રદૂષણ યથાવત: WMO રિપોર્ટ[:]

[:gj]સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લોકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી.

કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર દ્યટાડો થયો છે, પરંતુ કલાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ નોંધપાત્ર તફાવત જણાયો નથી. 2019માં લોકડાઉન પહેલાં જે સ્થિતિ હતી, એ લોકડાઉનના આટલા મહિના પછી પણ 2020માં એ જ સ્થિતિ યથાવત છે.

UNની હવામાન સંસ્થા WMOના વડાએ પર્યાવરણને લગતો ચિંતાજનક અહેવાલ આપ્યો હતો. UNના અહેવાલ પ્રમાણે કોરોનાનાકારણે લોકડાઉન લાગુ થયું હતું, તેના કારણે પ્રદૂષણ ઘટયું હતું. તેમ છતાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ યથાવત રહ્યું હતું.

રીપોર્ટ પ્રમાણે લોકડાઉન દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં 17 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તેની સીધી અસર ગ્રીનહાઉસ ગેસની સપાટીમાં પડી નથી. વાર્ષિક ઘટાડો 4.2થી 7.5 રહેશે. અહેવાલ પ્રમાણે ગ્રીનહાઉસ ગેસનું સ્તર 2014માં 400 PPM હતું, 2018માં 407, 2019માં 410 હતું. 2020માં પણ એ સ્તરમાં કોઈ ફરક પડે એવી શકયતા નથી. 1990 પછી છેલ્લાં 30 વર્ષમાં રેડિએટિવ ફોર્સિંગમાં 45 ટકાનો વધારો થયો છે.

તાપમાનને વધારનાર, સમુદ્રની સપાટી ઊંચી લાવનાર, બરફ પીગળાવનાર ગ્રીનહાઉસ ગેસનું સ્તર ભયજનક હતું અને કોરોનાકાળમાં લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું પછી ય ભયજનક સપાટીએ જ છે, એવું UNની હવામાન એજન્સીના ગ્રીનહાઉસ બુલેટિનમાં કહેવાયું હતું.[:]