[:gj]11 હજાર મહિલા, કેદી, દર્દીઓને ટપાલીઓએ મદદ પહોંચાડી[:]

[:gj]જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પેન્શનરોને પેન્શન અને વિધવા બહેનોને આપવામાં આવતી સહાય તેમના ઘર આંગણે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર ચૂકવવામાં આવી રહી છે.

૩ એપ્રિલથી આ સહાય લાભાર્થીઓના ઘરઆંગણે ઘરે ઘરે જઈને આ સહાય ચુકવવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૮૨૦૭ વિધવા સહાય લાભાર્થી બહેનોને કુલ રૂ. ૨,૧૭,૩૧,૦૦૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૨૮૪૯ ગંગાસ્વરૂપ વિધવા સહાયના લાભાર્થી બહેનોને કુલ રૂ. ૯૩,૨૬,૯૧૦ નું ચુકવણું થયેલ છે. જામનગર ટપાલ મંડળ હેઠળ આવતી જામનગર હેડ પોસ્ટ ઓફિસ અને ખંભાળિયા મુખ્ય ડાકઘરમાં ઓફિસમાં રૂબરૂ તેમજ અન્ય ૪૯ ઓફિસમાં પોસ્ટમેન ગ્રામીણ ડાક સેવકો મારફત

જિલ્લા જેલની અંદર પણ કેદીઓને જો પૈસાની આવશ્યકતા ઊભી થાય તો શું? તે માટે ઈ-મનીઓર્ડરની સુવિધા શરૂ કરાઇ છે. ઇ-મની ઓર્ડર દ્વારા બુકિંગ કરી બંદિવાનોને પેમેન્ટ કરાય છે. હાલ સુધીમાં ૨૫ બંદિવાનોના બુકિંગ થયા છે. જેઓને મનીઓર્ડરના રૂ. ૩૫,૬૨૫ જમા કરાવી દેવામાં આવેલ છે.

આધાર કાર્ડ થકી કોઈપણ વ્યક્તિને પેમેન્ટ જોઈતું હોય તો કોઇપણ ઓફિસનો કોઈપણ પોસ્ટમેન વ્યક્તિના આધારકાર્ડ લઈ તેના નંબર સાથે તેની પાસબુકમાંથી પેમેન્ટ લઈ સ્થળ પર જ તે વ્યક્તિને પેમેન્ટ આપે છે.

વળી પોસ્ટલ વિભાગ દ્વારા જો કોઈ વ્યક્તિને ભારતમાં કોઈ પણ સ્થળે દવા મોકલવી હોય તો હાલની સ્થિતિમાં તે પાર્સલને ટોપ પ્રાયોરિટીમાં સ્થાન આપી જે તે સ્થળે દવા પહોંચાડવામાં આવે છે.

ડોર સ્ટેપ ડીલેવરી કરતા પોસ્ટ વિભાગ[:]