[:gj]મેંગો ડ્રીંક્સ બનાવતી વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીના કૌભાંડો વાંચો, ચોંકી જશો[:]

Read Vadodara's Manpasand Beverages company scandals for mango drinks, be shocked

[:gj]મનપસંદ બેવરેજીસ LTD કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો


12 માર્ચ, 2020
વડોદરા
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કંપનીના સત્તાવાળાઓને રૂપિયા 100 કરોડની લોન અપાવવાના બહાને છેતરપિંડી કરી હતી.
મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી મનપસંદ બેવરેજીસ કંપની આર્થિકભીંસમાં હતી. ત્યારે ભેજાબાજ પવન પરસોત્તમભાઇ રાઠી (રહે. એફ-404, શિખર એપાર્ટમેન્ટ, ગોરવા, વડોદરા) અને તેના સાગરીતોએ કંપનીના માલિકોને મોટી-મોટી વાતો કરીને ફિનક્વિસ્ત ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી રૂપિયા 100 કરોડની બેંકમાંથી લોન અપાવવાનું જણાવીને તબક્કાવાર તેઓ પાસે નાણાં પડાવી રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરી હતી.

સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની કંપની આર્થિકભીંસમાં હતી, ત્યારે તેને 100 કરોડની લોન અપાવવાના બહાને પવન પરસોત્તમભાઇ રાઠી (રહે. એફ-404, શિખર એપાર્ટમેન્ટ, ગોરવા, વડોદરા) અને તેના 7 સાગરીતોએ 4 મહિના પહેલા ઠગાઈ કરી હતી.

જમીન ગીરો કૌભાંડ

ફિનક્વિસ્ત ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી રૂપિયા 100 કરોડની બેંકમાંથી લોન અપાવવાનું જણાવીને તબક્કાવાર તેઓ પાસે નાણાં પડાવી રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરી હતી. પણ ખરેખર તો, ધિરેન્દ્ર હંશરાજે 44.32 ટકા ઈક્વીટી ગીરો મૂકી તેમાં ગીરો મિલકતોનો જેલમાંથી બહાર આવ્યા બાદ કબજો લેવા ફાયનાન્સર પાસેથી પડાવી લેતા મુંબઈ ફાઈનાન્સ કંપની દ્વારા પબ્લિક નોટિસ બહાર પાડીને રૂર.400 કરોડના કૌભાંડ બહાર પાડ્યું હતું. જેમાં મંજૂસર,ઉત્તર પ્રદેશ વારાણસી, હરિયાણામાં અંબાલા, ઉત્તરાખંડમાં દેહરાદુન અને આંધ્રપ્રદેશમાં ચિત્તોર જિલ્લાની મિલકતો ફિન્ક્વેટસ્ટ લિ. ફાઈનાન્સર પાસે 8 મિલકો ગીરો હોવાનો ઉલ્લેખ જાહેરમાં કર્યો છે.

ભાગીદારો સામે ફરિયાદ

મનસપંદ કંપનીના ભાગીદારોએ રૂા.100 કરોડની લોન લીધા બાદ ભાગીદારોએ મોટા ફડચામાં ઉતારી દીધી હતી. સંચાલકે ભાગીદારો વિરૂધ્ધ રૂા.100 કરોડની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાવી હતી. કંપનીના સંચાલકો ભરત જયંતિભાઈ પટેલ રહે. દિવ્યાદર્શન સોસાયટી વિલે પાર્લે મુંબઈ. હાર્દિક ભરત પટેલ રહે. સદવ, અજય અગ્રવાલ રહે. બોસ્ટન હાઉસ સિનેમીકની બાજુમાં અંધેરી, ઈસ્ટ મુંબઈ. વિશાલ જરીવાલા રહે. સમર્પણ બંગલો પીપી પેટ્રોલ પંપની સામે અમદાવાદ , રાશીવ મુર્તિ રહે. રોશન નીલય પુણે મહારાષ્ટ્ર પવન શેટ્ટી રહે. ગોરવા વડોદરા, વિશાલ સત્યેન્દ્ર સુદ, રહે હરિયાણા નાઓએ ભાગીદારીમાં આ કંપનીના નામે રૂા. 100 કરોડની લોન લીધી હતી. કંપનીના સંચાલક ધિરેન્દ્રભાઈ હંસરાજસિંહ સાથે કરાર કરી કંપની ચલાવવાનો કરાર કર્યો હતો. ભાગીદારોએ પોતાની આર્થિક કાયદા માટે બેંકમાં માત્ર 12 થી 15 કરોડની આપ લે કરી માત્ર કંપની ચલાવવાનો ડોર કરીને રૂા.100 કરોડની લોન ચાઉ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં ફરીયાદી ધીરેન્દ્રસિંહના ખાતામાંથી પણ વધારાના રૂા.42 લાખનો ચેકો લઈ લેવામાં આવ્યા હતા. જેથી કંપનીના ધંધામાં આર્થિક ભારે નુકશાન થતાં ધિરેન્દ્રસિંહે ભાગીદારો વિરૂધ્ધ ભાદરવા પોલીસે મથકે રૂા.100 કરોડની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

GST ચોરીમાં મનપસંદ બેવરેજીસના MDની ધપકડ

27 મે 2019માં મનપસંદ બેવરેજ લિમિટેડના GST વિભાગે 40 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક સિંહ, તેમનો ભાઈ હર્ષવર્ધન સિંહ અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પરેશ ઠકકરની વિસ્તૃત તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. અમુક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસ દરમિયાન લોન માટે ડમી એકમો બનાવવા માટે અને 40 કરોડની ટેક્સ ચોરીને ટર્નઓવરમાં સામેલ કરવાનું 300 કરોડનું રેકેટ સામે આવ્યું હતું. મનપસંદ બેવરેજ લિમિટેડ BSE અને NSE પર લિસ્ટેડ કંપની છે અને તેની કુલ માર્કેટ કેપ 1200 કરોડ રૂપિયા છે.

શેલ કંપનીઓના નેટવર્ક દેશમાં 30થી વધુ નકલી એકમોની માહિતી મેળવી હતી. ગેરકાયદેસર ક્રેડિટનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરી રહી છે. કંપની ખુબ ટૂંકાગાળામાં બીજી વખત વિવાદમાં ફસાઈ છે. આ અગાઉ કંપનીએ કેટલીક મહત્ત્વની માહિતી આપવાનો ઈનકાર કરતા ડેલોઈટએ મનપસંદ બેવરેજીસમાંથી રાજીનામુ આપ્યુ હતું. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એટલાન્ટાના ઓડિટરે રાજીનામુ આપ્યુ હતું. બોર્ડ મેમ્બર્સ ભરત વ્યાસ અને ધૃવ અગ્રવાલે રાજીનામુ આપી દીધું છે. આ ઉપરાંત ગયા શુક્રવારે કંપનીનાં નોન એક્ઝ્યુકિટિવ ડાયરેક્ટર વિશાલ સુદે પણ તાત્કાલિક ધોરણે પોતાનું રાજીનામુ આપી દીધું હતું. ભરત વ્યાસે પ્રિ ઓક્યુપેશનમાં વિલંબ તેમજ ધ્રુવ અગ્રવાલે GST છેતરપિંડીને કારણે રાજીનામુ આપ્યું હતું. GST અધિકારીએ એવી પણ રજુઆત કરી હતી કે કંપનીના દસ્તાવેજો ચકાસતા 24 કલાકમાં 2000 કીલોમીટર ગાડી ફરી હોય તેવો બોગસ દસ્તાવેજ પણ મળી આવ્યો હતો. જામીન મળ્યા ન હતા.

વધું વેચાણનું કૌભાંડ
ગોટાળા બહાર લાવવાના બે કિસ્સાઓ બન્યા હતા. માર્કેટ રિસર્ચર દ્વારા ફુડ એન્ડ બેવરેજીસ કેટેગરીમાં અન્ય કંપનીઓની સરખામણીએ વધારે માર્કેટ શેર બતાવ્યો હતો . માર્કેટ રિસર્ચર દ્વારા ડિસેમ્બર-2016માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. અન્ય કંપનીઓ કરતા મનપસંદ બેવરેજીસ લિ.દ્વારા વધારે ગ્રોથ બતાવવામાં અાવ્યો હતો. એકાએક વધેલા ગ્રોથ અંગેના કારણો મેળવવા અશક્ય હતા.તથા કંપની દ્વારા ચોક્કસ પ્રોડક્ટનું વધારે વેચાણ બતાવાતું હતું.

1000 કરોડનું નુકસાન
જી.એસ.ટી. ચોરીને પગલે અન્ય ડિરેક્ટરોએ રાજીનામાં આપ્યા હતાં અને કંપનીના શેરના ભાવ ગગડ્યા હતાં. જેને પગલે કંપનીને રૂ. 1000 કરોડનું નુકસાન ગયું હતું.

પુત્રને જેલમાંથી કઢાવવા જતાં છેતરાયા

મૂળ યુપીના ગાજીપુર જિલ્લાના કરહીયા ગામના વતની ધીરેન્દ્ર હંસરાજ સિંહ આર્થિક ભીંસમાં આવી ગયા હતાં ત્યારે પુત્રોને જેલમાંથી કઢાવવા રૂ. 17.77 કરોડ કોર્ટમાં ભરવાના હતાં. તેથી તેમણે હરીયાણા રહેતાં અંગત મિત્ર વિશાલ સત્યેન્દ્ર સુદને મદદ કરવા જણાવ્યું હતું. જેથી વિશાલે અજય અગ્રવાલ સાથે સંપર્ક કરાવ્યો હતો. ભરત જયંતિ પટેલ (રહે. દિવ્યદર્શન એનએસ રોડ, વીલેપાર્લે, (વેસ્ટ) મુંબઇ) સહિતની ટોળકીએ કંપનીના માલિક ધિરેન્દ્ર સિંહ પાસેથી તેઓની 600-700 કરોડની મિલકતો ઉપર સહિઓ કરાવી લીધી હતી. આ ઉપરાંત તેઓની કંપનીના 42.32 ટકા શેર ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂપિયા 17.77 કરોડ જી.એસ.ટી. વિભાગમાં ભરીને પોતાના બે પુત્રોને જેલમાંથી બહાર કઢાવવા માટે ભેજાબાજોએ જ્યાં સહીઓ કરવાની કહી ત્યાં કંપની માલિકે કરી આપી હતી. બાદમાં ભેજાબાજોએ મંજુસર જી.આઈ.ડી.સી.માં આવેલી કંપની પર કબજો જમાવીને વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. મનપસંદ બેવરેજીસ લિ.ના માલિકને રૂ. 100 કરોડની લોનમાંથી કાણી કોડીએ આપી નહોતી.

૧૦૦% શેર તારણમાં મૂક્યા

12 નવેમ્બર 2019માં શહેરની વિવાદાસ્પદ મનપસંદ બેવરેજીસ લિ.ના પ્રમોટર ધિરેન્દ્રસિંઘ હંસરાજસિંઘે પોતાના તમામ 5 કરોડ શેર તારણમાં મૂક્યા હતા. પ્રમોટર કુટુંબના અન્ય ત્રણ સભ્યોના નામ માત્ર પાંચ – પાંચ હજાર શેર જ છે. કંપનીના રૃ.૧૦ની કિંમતના શેરનો ભાવ તળીએ આવીને રૃ.૬.૨૬ થયો હતો. ધિરેન્દ્રસિંઘના પરિવારના અન્ય ત્રણ સભ્યો સુષ્મા ધિરેન્દ્રસિંઘની પાસે ૫૦૦૦, અભિષેક ધિરેન્દ્રસિંઘ પાસે ૫૦૦૦ અને હર્ષવર્ધન ધિરેન્દ્રિસિંઘ પાસે ૫૦૦૦ શેર હતા. જ્યારે મ્યુચ્યુઅલ ફંડોની પાસે 75 લાખ શેર છે. પ્રમોટર પાસે કુલ શેર હોલ્ડિંગના૪૪.૩૩ ટકા શેર છે.જ્યારે પબ્લિક પાસે ૫૫.૬૭ ટકા છે. આમ કુલ૧૧,૪૪,૬૨,૨૮૮ શેરમાંથી પબ્લિક પાસે ૬,૩૭,૧૭,૨૮૮ શેર છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કામ બંધ કર્યું
5 ઓક્ટોબર 2019માં મનપસંદ બેવરેજીસ લિ.નું ઓડિટીંગનું કામ કરતી ત્રીજી ફર્મ બાયલીબોઇ એન્ડ પુરોહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કંપનીએ સહકાર ન આપતાં કામગીરી છોડી દીધી છે. 40 કરોડના જીએસટી કૌભાંડ બાદ ઓડિટર ફર્મ મહેરા ગોયલ એન્ડ કં.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ દ્વારા રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ કંપનીના ઓડિટનું કામ બાયલીબોઇ એન્ડ પુરોહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા શરૂ કરવામાં અાવ્યું હતું .પરંતુ કામગીરીમાં સહકાર ન અાપવાનું કારણ ધરીને 3 ઓક્ટોબરના રોજ રાજીનામું અાપી દીધું હતું. છેલ્લા 2 વર્ષમાં કંપનીની ઓડિટ કરતી ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ દ્વારા કામગીરી છોડી દેવામાં અાવી હતી. તેથી શેરનો ભાવ નીચે ગયો હતો.

મેંગો ડ્રિંકનું ઉત્પાદન

2016માં કંપનીએ જાહેર કર્યું હતું કે, મનપસંદ બેવરેજીસના ડિરેક્ટર, અભિષેક સિંહે જાહેર કર્યું હતું કે, અમારી કંપની ફ્રૂટ આધારિત ડ્રિન્ક્સની મેન્યુફેક્ચરિંગ કંપની છે. મંગો સિપ નામે મેંગો ડ્રિન્ક્નું વેચાણ અને મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપનીની આવકમાં મેંગો સિપનું 80%નું યોગદાન છે. કંપની ભારતિય રેલવેમાં પણ પ્રોડક્ટ્સ સપ્લાઇ કરે છે. છેલ્લા અમુક વર્ષમાં કંપનીનો 30% વિકાસ જોવા મળ્યો છે.

પારલે સાથે ભાગીદારી
મનપસંદ બેવરેજીસ અને પાર્લે પ્રોડક્ટ્સ સંયુક્ત ધોરણે તેમની જે તે બ્રાન્ડઝનું વેચાણ ગુજરાતથી થશે. વ્યૂહાત્મક જોડાણના ભાગરૂપે બેવરેજીસ ક્ષેત્રેની માંધાતા કંપનીએ મેન્ગો સિપ માટે “મેન્ગો સિપ ગોલ્ડ” રજૂ કરી છે, જે વિશ્વમાં સૌથી વધુ વેચાતા પાર્લે જી સાથે ઉપલબ્ધ બની હતી.

સુપર વેલ્યુ ઓફર હેઠળ પાર્લે જી બિસ્કીટ પેક, પાર્લે જી બિસ્કીટ પેક્સ, પાર્લે વેફર્સ અને ફુલ્ટોસ પણ મેન્ગો સિપ ગોલ્ડના વિવિધ એસકેયુ સાથે આપવામાં આવતું હતું. પાર્લે પ્રોડક્ટ્સ સાથે જોડાણ કર્યું હતું. મનપસંદ બેવરેજીસ ભારતભરમાં 45 લાખ આઉટલેટ્સ પર મેન્ગો સિપ બ્રાન્ડ સાથે ઉપલબ્ધ બનાવી હતી. પાર્લે પ્રોડક્ટ્સના 1 લાખ આઉટલેટ્સ મનપસંદ બેવરેજીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. મનપસંદ બેવરેજીસે વડોદરા, વારાણસી, શ્રી સિટી અને પૂર્વીય ભારતમાં નવા આઉટલેટ્સ ઊભા કરવા માટે રૂ. 600 કરોડનું વેચાણ કર્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષ પણ આવી ગયા
પૂર્વ ખેલ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ડિસ્ટ્રીક્ટ વોલીબોલ એસોસીએશન વડોદરા વોલીબોલ ચેરીટેબલ ટ્રસ્ટ, બીઆરજી ગ્રુપ, મનપસંદ બેવરેજીસ, વીએસપીએફ, ઊર્મિ સ્કૂલ ઇત્યાદીના સહયોગથી યોજવામાં આવેલી ગુજરાત સ્ટેટ વોલીબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાજર હતા. હવે ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ છે. આ સમયે મનપસંદ બેવરેજીસના વીરેન્દ્રસિંહજી, શ્રીમોહન નાયર, અશોકભાઇ પટેલ,પી.પી.કાનાણી, મયંક માથુર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2017માં કહ્યું ગુજરાતી બિજનેશમેન ભરોસાપાત્ર છે

ધીરેન્દ્રસિંહે બચત અને મિત્રો-પરિવારજનો પાસેથી ઉછીનાં નાણાં લીધાં અને એક પરિચિત ફૂડ સાયન્ટિસ્ટ પાસેથી મેંગો ડ્રિંક્સની રેસિપી જાણી મેડ ઇન ગુજરાત ટેગના ગુડવીલને જોઈને ઈ.સ. 1997માં મનપસંદ બેવરેજીસે પોતાની કંપનીને વડોદરામાં રજિસ્ટર્ડ કરાવી હતી. મનપસંદ બેવરેજીસના સંસ્થાપક સીએમડી ધીરેન્દ્ર હંસરાજસિંહે 1 ડિસેમ્બર 2017માં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ગુજરાતી બિઝનેસમેન ભરોસાપાત્ર ગણાય છે. તેથી મેં મારા હોમટાઉનને બદલે વડોદરામાં કંપનીની મુખ્ય બ્રાન્ચ બનાવી છે.

કંપની સ્થાપી

કંપનીએ પોતાનું પહેલું ફ્રૂટ જ્યૂસ મેંગો સિપ સૌથી પહેલાં ઉત્તરપ્રદેશમાં લોંચ કર્યો હતો. આજે દેશમાં વેચાનાર મેંગો ડ્રિંક્સમાં મેંગો સિપનો ક્રમ ચોથો આવે છે. મનપસંદ બેવરેજીસના ફ્રૂટ્સઅપ, ઓઆરએસ અને પ્યોર સિપનાં 24 રાજ્યોમાં આશરે 200 સુપર સ્ટોકિસ્ટ્સ અને 2,000 ડિસ્ટ્રિબ્યુટર્સ છે. 2 લાખ રિટેલર્સ તેમની પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે. કંપનીનું ઈ.સ. 2015માં શેર માર્કેટમાં લિસ્ટિંગ થયું હતું. ઈ.સ. 2016માં કંપનીએ 556 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે.

નોકરી કરી
ઈ.સ. 1962માં વારાણસીમાં જન્મેલા ધીરેન્દ્રસિંહ સેલ્ફ મેડ ઉદ્યમી છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા પછી તેમને વડોદરાની એક કંપનીમાં નોકરી મળી ગઈ. થોડો સમય નોકરી કર્યા પછી ઈ.સ. 1997માં તેમણે ફ્રૂટ ડ્રિંક્સ બનાવવાનો નિર્ણય કર્યો, પણ બે પડકારો હતા. એક હતો મૂડીનો અભાવ અને બીજો હતો અન્ય ફ્રૂટ ડ્રિંક્સ માર્કેટ પર દિગ્ગજ કંપનીઓનો એકાધિકાર.

મુંબઈમાં મહાનંદા ડેરીના એક જૂના પ્લાન્ટનો એક ભાગ તેમણે ભાડે લીધો. 200 મિલીના ટેટ્રા પેકમાં મેંગો ડ્રિંક્સ ઉત્તરપ્રદેશના એવાં નાનાં-નાનાં શહેરોમાં લોન્ચ કર્યો કે જ્યાં ફ્રૂટી અને જમ્પઇન જેવા પીણાં ઉપલબ્ધ જ નહોતાં.

વર્ષ 2013માં ધીરેન્દ્રસિંહના પુત્ર અભિષેકસિંહના પિતાના કારોબારી સહયોગી બન્યા. તેમણે માર્કેટિંગ નેટવર્ક ફેલાવ્યું. ફ્રૂટ્સઅપ (જામ, લીચી, એપ્પલ, ઓરેન્જ અને મિક્સ્ડ ડ્રિંક્સ), ઓઆરએસ (રેડી-ટુ-ડ્રિંક સ્પોર્ટ્સ ડ્રિંક્સ) અને પ્યોર સિપ (પીવાનું પાણી) લોન્ચ કર્યા. કંપનીના પ્લાન પર દરરોજ 10 ડિસ્ટ્રિબ્યુટર્સને સહપરિવાર આમંત્રિત કર્યા અને તેમને પ્રોસેસિંગ અને પેકેજીંગમાં ફૂડ સેફ્ટી, ક્વોલિટી અને હાઇજિન પર કેટલું ધ્યાન આપવામાં આવે છે તે બતાવ્યું.

લાડુંથી માર્કેટીંગ

અભિષેકસિંહ કહે છે કે વડોદરાના અમારા એક ડિસ્ટ્રિબ્યુટરે લાડુનાં બોક્સ તૈયાર કર્યાં અને સેલ્સ વુમન્સને રિટેલર્સને ત્યાં મોકલી. તેમણે દુકાનદારોને કહ્યું, ‘અમારા માલિકે મનપસંદ મેંગો સિપની એજન્સી લીધી છે. તેના ઉપલક્ષ્યમાં આયોજિત પૂજાનો પ્રસાદ મોકલ્યો છે.’ આ રીતે મનપસંદનો પ્રચાર-પ્રસાર થયો. પ્રોડક્ટ્સ પ્રમોશન માટે સની દેઓલ અને તાપસી પન્નુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં. મેંગો સિપનું પેકેજીંગ ફ્રૂટી જેવું હોવાને કારણે પ્રોડક્ટ શું છે તે ગ્રાહકોને સમજાવવું પડ્યું. રિટેલર્સે ગ્રાહકોને કહ્યું કે આ સારું મેંગો ડ્રિંક્સ છે, જે અન્ય મેંગો ડ્રિંક્સથી સસ્તું છે.

મનપસંદ બેવરેજીસના આજે વડોદરામાં બે, વારાણસી, દહેરાદૂન અને અંબાલામાં પીઈટી અને ટેટ્રા પેક પેકેજીંગની સુવિધાવાળા પ્લાન્ટ્સ છે. કંપનીનો બીજા ચાર પ્લાન્ટ નાખવાનો વિચાર છે. ઈ.સ. 1969માં કરસનભાઈ પટેલે નિરમા લોન્ચ કરી તે જ વિચારના તર્જ પર ધીરેન્દ્રસિંહે માઝા, સ્લાઇસ અને ફ્રૂટીના માર્કેટમાં હરીફાઈ લગાવી.

કોકાકોલાનું વેચાણ ઘટાડી આપ્યું

કોકાકોલા અને પેપ્સીના સોફ્ટ ડ્રિંક્સના બદલે સ્વદેશી પીણાં જેમાં ઓછું શુગર લેવલ અને નેચરલ ફ્રૂટ જ્યુસનું પ્રમાણ વધુ રહે છે. મોદીએ ઠંડા પાણામાં 5% ફ્રૂટ જ્યુશ ઉમેરવાનો આગ્રહ કર્યો તેમાં સૌ પ્રથમ વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીએ નેચરલ પીણું ઉમેર્યું હતું. તેથી 2014-16ના વર્ષ દરમ્યા કોકાકોલનું 2.5% માર્કેટ ડાઉન થયું જ્યારે પેપ્સીનું 1.2% માર્કેટ ડાઉન થયું છે. ત્યારે કાર્બોનેટેડ બેવરેજીસનું 51% થી 46% ડાઉન થયું છે. જ્યારે વિદેશી પીણાંની કંપનીઓએ માર્કેટમાં ટકી રહેવા સામ, દામ, દંડ ,ભેડેની નીતિઓ અપનાવી ચૂક્યું છે. છતાં ભારતમાં તેના માર્કેટ ડાઉન થયા છે. અને લોકો સ્વદેશી કંપનીઓ તરફ વળ્યા છે.[:]