ગુજરાતની જમીનનો ખેડૂતો કેવો ઉપયોગ કરી રહ્યાં છે તે વાવેતર પૂરું થયા પછી સ્પષ્ટ થયું છે. કૃષિ વિભાગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે હવે વાવણી પૂરી થઈ છે. છેલ્લે દિવેલાનું વાવેતર થયું છે. જોકે, ખાદ્ય પદાર્થો કરતાં કોમર્શિયલ પાક વધું જોવા મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી માણસના જીવન આવશ્યક પાક છે. જેનું વાવેતર માંડ 25 ટકા છે. તેની સામે કોમર્શિયલ પાક લગભગ 75 ટકા જોવા મળે છે. જો તેમા તેલિબિયાને ખોરાક તરીકે ગણવામાં આવે તો 34 ટકા વાવેતર તેનું ગણી શકાય. દિવેલાના સ્થાને કપાસિયા તેલને ખાદ્ય પદાર્થ ગણી શકાય છે.
ગુજરાતમાં 1.01 કરોડ હેક્ટરમાં ખતરો છે. તેમાં ચોમાસામાં કુલ 85 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બીજો વાવેતર વિસ્તાર, ફળ-ફૂલના બગીચા અને શેરડી ગણી લેવામાં આવે છે.
ગુજરાતની ખેતી કઈ તરફ જઈ રહી છે તે આ ટકાના ગણીતથી સમજી શકાય તેમ છે. ગુજરાતનો 50 ટકા પાક કપાસ અને મગફળી થઈ ગયો છે. બાકીના બીજા પાકો 50 ટકામાં આવી જાય છે. ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે તેની પાછળનું મુખ્ય કારણ કપાસ અને મગફળીના વધું પડતાં વાવેતરના કારણે છે. આ બન્ને પાકો આંતરરાષ્ટ્રિય બજારના આધારે સફળ થાય છે. જેના ભાવમાં ભારે ચઢ ઉતર જોવા મળે છે. વધું ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે.
કુલ વાવેતરની સામે પાકનું કેટલા ટકા વાવેતર પૂરું થયું છે, તેની વિગતો ટકામાં આપવામાં આવી છે.
પાક |
ટકા |
અનાજ |
15.85 |
કઠોળ |
5.16 |
તેલીબીયાં |
34 |
અન્ય પાક |
45 |
|
|
ડાંગર |
9.84 |
બાજરી |
2.15 |
જુવાર |
0.34 |
મકાઈ |
3.37 |
અન્ય ધાન્ય |
0.15 |
|
|
તુવેર |
2.65 |
મગ |
1.11 |
મઠ |
0.17 |
અડદ |
1.18 |
અન્ય કઠોળ |
0.3 |
મગફળી |
24.30 |
તલ |
1.75 |
દિવેલા |
6.11 |
સોયાબિન |
1.75 |
અન્ય તેલીબિંયા |
0.04 |
|
|
કપાસ |
26.79 |
તમાકુ |
0.15 |
ગુવાર સીડ |
1.39 |
શાકભાજી |
2.78 |
ઘાસચારો |
2.77 |
|
|
ફળ, શેરડી |
15 |
કુલ જમીન 1.01 કરોડ હેક્ટરમાં વાવેતર | |
ચોમાસાનું વાવેતર 85 લાખ હેક્ટર થયું છે. |
વાવેતર પૂરું થયું પણ ઉત્પાદન અડધું થઈ જશે
આ આંકડા વાવેતર થયું તેના છે. જેમાં વધુ વરસાદ પડવાથી જે નુકસાન થયું છે અને પાક બરબાદ થઈ ગયો છે તેની વિગતો નથી. આ ટકાવારી ઉત્પાદનની ગણતરીમાં કામ આવે એવી નથી. કારણ કે ડાંગરને બાદ કરતાં મોટા ભાગના પાકમાં 50 ટકા નુકસાન થયું છે. વધું વરસાદ થવાના કારણે આ વખતે ઉત્પાદન અડધું થઈ જશે. એવું ખેડૂતો માની રહ્યાં છે. ગુજરાતની 50 ટકા ખેતી વધુ વરસાદના કારણે બરબાદ થઈ ગઈ છે. જ્યાં ફરીથી વાવેતર ખેડૂતો હવે કરી શકે તેમ નથી. જેમાં આ વખતે તેલીબિયાંનું વાવેતર સારું એવું વધ્યું છે. જેમાં સૌથી વધું નુકસાન વધારે વરસાદના કારણે થયું છે.