[:gj]ભાજપ ગુજરાતના રાજ્યસભાના 3 સભ્યોને ગડગડીયું પકડાવશે [:]

The BJP will not give a single ticket to the Rajya Sabha MP

[:gj]

  • રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચ 2020ના રોજ ચૂંટણી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી થશે  નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાંં આવે એવી શક્યતા છે પણ ભાજપના 3 સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બનાવાય.
ધારાસભ્યોના સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપના બે ઉમેદવાર જીતશે પણ ત્રીજા ઉમેદવાર જીતે તેમ નથી. તેથી અમિત શાહ કરોડોના ખર્ચ પક્ષાંતર કરાવવા માટે ભૂગર્ભ તૈયારી કરી ચૂક્યા છે. તેમાં તેઓ સફળ પણ થયા છે. કારણ કે કોંગ્રેસની બીજી બેઠક માટે કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલ દાવો કરી રહ્યાં છે પણ તેમની સામે પક્ષમાં એટલો જ વિરોધ હોવાથી તેમને ટિકિટ આપવામાં કદાચ નહીં આવે. ગુજરાતમાં સક્રિય રહેતાં હોય એવા નેતાની પસંદગીમાં બન્ને બેઠક માટે નવા જ ઉમેદરાવો આવવાની શક્યતા છે.
કોંગ્રેસ ના એક ઉમેદવાર ની જીત નિશ્ચિત પણ બીજા ઉમેદવાર ઊભા રખાશે. ભાજપ ત્રીજી બેઠક જીતવા કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પ્રયાસ કરી રહ્યો છે.
રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીનું 6 માર્ચે જાહેરનામું બહાર પડશે.  13 માર્ચ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 26માર્ચે મતદાન અને સાંજે 5 વાગ્યા બાદ મત ગણતરી થશે.
ગુજરાત વિધાનસભામાં પક્ષવાર ધારાસભ્યો
ભાજપ 103
કોગ્રેસ- 73
બીટીપી – 2
એનસીપીના -1
અપક્ષ – 1
મોરવાડ હડફ અને દેવભુમિ દ્વારકા વિધાનસભાની બેઠક ખાલી છે.

[:]