[:gj]માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ[:]

The cost of making the road is about footpath, one kilometer costs Rs. 52 lakh

[:gj]અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે.

અમદાવાદ, 5 માર્ચ 2020

315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનું ખર્ચ કાઢી લેશે.

સી.જી. રોડની ફૂટપાથ ડીઝાઈન મુજબ નવી ફૂટપાથો તૈયાર કરવામાં આવશે.  રાહદારી માટે 418 કિલોમીટર લાંબી સાયકલ ટ્રેક સાથેની ફૂટપાથ બનાવવા ઠેકો અપાશે. દર વર્ષે ફૂટપાથ માટે રૂ.20 કરોડ ખર્ચ થાય છે. આ વર્ષે તેમાં 1000 ટકાનો વધારો કરીને રૂ.200 કરોડમાં ફૂટપાથ બનાવાશે. જેમાંથી ભાજપનું ચૂંટણી ખર્ચ સ્થાનિક શહેરી બાવાઓ કાડી લેશે.

જ્યારે ર૦ર૦-ર૧ માં રૂ.ર૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

ફૂટપાથ પર કોઈ ચાલી શકતું નથી તો ખર્ચ શા માટે ?

ફૂટપાથ ચાલવા માટે કામ આવતી નથી તે ટોરેન્ટના ડીપી, રિલાયંસ, વોડાફોન કે મોબાઈ કંપનીના ટાવર, લારી-ગલ્લા અને બિલ્ડરોને ફાયદો કરાવવા પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લોકો તેના પર ચાલી શકતા નથી. તો આટલું જંગી ખર્ચ કરતાં પહેલાં આ દબાણો હઠાવવા જોઈએ.

ટકાઉ પાથ તોડી પડાશે

સ્માર્ટ સીટી અમદાવાદમાં 809 કિલોમીટરની ફૂટપાથ 50 વર્ષની ટકાઉ ક્ષમતાના આધારે બની છે. આ વર્ષે 418 કિલોમીટરની નવી ફૂટપાથ બનશે. જે હયાત પગદંડીની સરખામણીએ 50 ટકા થશે.

હાલની 113 કિલોમીટરની ફૂટપાથને તોડીને નવી ડીઝાઈન મુજબ તૈયાર કરવામાં આવશે. જે ફાજલ ખર્ચ કરવામાં આવી રહ્યું છે. તેના કરતાં જ્યાં ફૂટપાથ નથી ત્યાં બનાવવી જોઈએ એવું પ્રમાણિક ઈજનેરો માની રહ્યાં છે.

315 કિલોમીટર નવી ફૂટપાથ

પૂર્વ ઝોન 71 કી.મી.,

પશ્ચિમ ઝોન 75,

દક્ષિણ ઝોન 16,

મધ્ય ઝોન 05,

ઉત્તર ઝોન 41,

ઉત્તર પશ્ચિમ ઝોન 86,

દક્ષિણ પશ્ચિમ ઝોન 22

પગદંડીની પહોળાઈ 1.8 મીટરથી 6 મીટર રહેશે. શહેરમાં 2470 કિલોમીટર લંબાઈના રોડ છે, જેમાં 1200 કી.મી.ની ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથની નવી ડીઝાઈનમાં સાયકલ ટ્રેક અને 3475 કેચપીટ હશે. 10 હજાર વૃક્ષ લગાવવામાં આવશે.

દબાણ

દર 500 મીટરે ટોરેન્ટ પાવરની વીજ ડીપી હોય છે. કર એક કિલોમીટરે એક મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવ્યા છે તેથી રાહદારીઓ ફૂટપાથ પર સરળતાથી ચાલી શકતાં નથી. અમપા અને પોલીસ ખાતાની નિષ્ક્રિયતાના કારણે ફૂટપાથ પર દબાણ થઈ જાય છે. તમામ વિસ્તારોમાં ફૂટપાથનો પાર્કિંગ  તરીકે પણ ઉપયોગ થાય છે.

કમાણી

ફૂટપાથ પર પે એન્ડ પાર્ક માટે વિચારણા થઈ શકે છે. ફૂટપાથો બનાવવાનાં નામે બિલ્ડરોનાં લાભાર્થે પાર્કિગ પ્લોટો બનાવવામાં આવ્યાં છે. તમામ ફૂટપાથો રાહદારીઓ માટે ચાલવાની જગ્યાનાં બદલે વાહનચાલકો તેનાં ઉપર વાહન પાર્ક કરી રહ્યાં છે. જેનાં પરીણામે રાહદારીઓને રસ્તા ઉપર ચાલવાં મજબૂર બનવું પડે છે. કેટલાંક કિસ્સાઓમાં અક્સ્માતમાં રાહદારીઓ મોતને પણ ભેટતાં હોય છે.

 

અમદાવાદનો નિષ્ફળ પ્રોજેક્ટ ‘મોડેલ રોડ’ને ફરીથી રૂ.181 કરોડના ખર્ચે ફરી એક વખત ખર્ચ કરવાનું નક્કી કરાયું છે.

 [:]