[:gj]કચ્છમાં મોટો સૂર્ય ઊર્જા પ્લાન્ટ નાંખવાનું શરૂં થયું [:]

The launch of a major solar power plant in Kutch has begun

[:gj]ભારતની સૌથી મોટી વીજળી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ (National Thermal Power Corporation Ltd) – NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો રૂ.20 હજાર કરોના ખર્ચે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. હવે કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે. કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એક સ્થળે આ પાર્ક સ્થાપવામાં આવશે.

ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને વિવિધ વિસ્તારોમાં સોલાર પાર્ક ઉભા થયા છે. બનાસકાંઠામાં ચારણકા સોલાર પાર્ક મોટો માનવામાં આવતો હતો.

સૂર્ય ઊર્જા માટે પ્રતિ મેગાવોટ રૂ.4 કરોડનો ખર્ચ થાય છે. NTPC રાજસ્થાનમાં સોલાર પાર્ક ઉભો કરવા માગે છે. રાજસ્થાનમાં અદાણી કંપની મોટો સોલાર પાર્ક બનાવી રહી છે. NTPC પણ સોલાર પાર્ક માટે જમીન શોધી રહી છે.

NTPC કંપની સોલાર પાર્ક ઉપરાંત ફ્લોટીંગ પાર્ક પણ ઉભા કરવા માગે છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાં પણ નજર દોડાવી છે. 2030 સુધીમાં NTPC 30,000 મેગાવોટ સોલાર વીજળી સ્થાપિત કરવા માગે છે. હાલ NTPCની કુલ સ્થાપિત ક્ષમતા 55786 મેગાવોટની છે.[:]