[:gj]7.50 લાખ મજૂરોને ટ્રેનથી ગુજરાત બહાર મોકલી દેવાયા [:]

[:gj]સોમવાર તા.૧૮મી મે ની રાત્રિ  સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૫૧૮  વિશેષ ટ્રેન દ્વારા આશરે ૭.૪૦ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલી દેવાયા છે.

ગુજરાતમાંથી તા.૧૮મી મે ની મધરાત સુધીમાં ઉત્તરપ્રદેશ માટે ૩૬૩  ટ્રેન, બિહાર માટે ૫૯ ટ્રેન, ઓરિસ્સા માટે ૪૦  ટ્રેન, મધ્યપ્રદેશ માટે ૨૫  ટ્રેન, ઝારખંડ માટે ૧૬  ટ્રેન, છત્તીસગઢ માટે ૦૭ ટ્રેન અને ઉત્તરાખંડ  માટે ૦૫ ટ્રેન, મહારાષ્ટ્ર – મણિપુર – રાજસ્થાન માટે ૧-૧ ટ્રેન એમ  કુલ ૫૧૮  શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે. આ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે ૭ લાખ ૪૦  હજાર જેટલા શ્રમિકો તેમના વતન પહોંચ્યા છે.

ગુજરાતમાંથી મંગળવાર તા.૧૯મી મે ની મધ્યરાત્રિ સુધીમાં કુલ ૫૫૭ ટ્રેન દ્વારા અંદાજે ૮ લાખ શ્રમિકો પોતાના વતન પહોચ્યા છે. જે  ૩૯ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી મંગળવારે રવાના થવાની છે, તેમાં ઉત્તરપ્રદેશ માટે  ર૮, બિહાર માટે ૦૭ ટ્રેન, ઝારખંડ માટે ૦૨ અને પશ્ચિમ બંગાળ – છત્તીસગઢ માટે ૧-૧ ટ્રેન દોડશે. આ ૩૯  જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે ૬૧  હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન જવા રવાના થશે.[:]