[:gj]UAE પાકિસ્તાની નાગરિકોને વિઝિટર વીઝા નહીં આપે, 11 દેશો પર પ્રતિબંધની જાહેરાત[:]

[:gj]સંયુકત અરબ અમીરાત (UAE) દ્વારા સહિત કુલ 11 દેશોના નાગરિકોને વિઝિટર વીઝા આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાકિસ્તાનની મીડિયાએ દેશના વિદેશ કાર્યાલયના પ્રવકતા જાહિદ હાફિઝે આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે UAE આ પગલું જાહેર કર્યું હતું.

જો કે UAEએ એવી સ્પષ્ટતા કરી હતી કે જેમને અગાઉ વીઝા અપાઇ ગયા છે એવા લોકોના વીઝા માન્ય ગણાશે. પરંતુ હવે પછી પાકિસ્તાન સહિત કુલ 12 દેશોના નાગરિકોને વીઝા નહીં મળે. આ બાર દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી. પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા જાવેદ હાફિઝ ચૈાધરીએ કહ્યું હતું કે કોરોનાના વધી રહેલા ચેપના કારણે UAEએ હાલ પૂરતું પાકિસ્તાન સહિત થોડાક દેશોના નાગરિકોને વીઝા નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન આ નિર્ણયને આવકારતું હતું.

જે 12 દેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તેમાં તુર્કી, ઇરાન, યમન, સીરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફદ્યાનિસ્તાન સામેલ છે જાણકારો મુજબ ગત દિવસોમાં ઇમરાન ખાને UAEએ ઇઝરાયલ સાથે કરેલ દ્વિપક્ષીય સંબંધોને લઇને ટીકા કરી હતી. જેને લઇને UAE ઘણું નારાજ છે અને તેઓએ પહેલાથી જ પાકિસ્તાનીઓને વીઝા આપવાની આનાકાની શરૂ કરી દીધી છે. આ સાથે પાકિસ્તાનીઓને UAEમાંથી ભગાડવાનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે.[:]