[:gj]ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પર આરોપો લાગવ્યા[:]

[:gj]લડાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની નિર્મમ હત્યા બાદ ચીન હવે ભારતને સીધે સીધુ ધમકાવા પર આવી ગયુ છે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચુનપિંગે કહ્યુ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના સૈનિકોએ પરસ્પરની સહમતીનો ભંગ કર્યો હતો. તેણીએ કહ્યુ હતુ કે ભારત વર્તમાન સ્થિતિને ખોટી ન સમજે કે અમારી દ્રઢ ઈચ્છા શકિતને ઓછી ન આંકે. ચીન પોતાની ભૂલ ગણવાને બદલે ભારત પર ખોટા આરોપો લગાવી રહ્યુ છે. ચીને ભારત ઉપર એલએસી પાર કરવાનો આરોપ મુકયો હતો. ચીન વિદેશ મંત્રીના પ્રવકતાએ ભારત પર આરોપ મુકતા કહ્યુ હતુ કે ભારતીય અગ્રીમ હરોળે પરસ્પરની સહમતીને તોડી હતી અને સરહદ પાર કરી હતી. જાણી જોઈને ચીની અધિકારીઓ અને સૈનિકોને ભડકાવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. ત્યાર પછી શારીરિક સંઘર્ષ થયો અને ઈજાઓ થઈ હતી.પ્રવકતાએ વધુમાં કહ્યુ હતુ કે ભારતે વર્તમાન સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ. અમારી તાકાતને ઓછી ગણવી ન જોઈએ.

સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછ-પરછ

જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પલ્સ ઓક્સિમીટર થી કોરોનાની ચકાસણી, રિવર્સ ક્વોરન્ટાઈન કરાય છે[:]