[:gj]વડોદરામાં યુવતીને કીસ કરનારા પોલીસ ચૌહાણને ફાંસી આપવા માંગ[:]

[:gj]એલઆરડી જવાન સુરજ ચૌહાણે વડોદરા શહેરના ગોત્રી ચેક પોસ્ટ પાસેની કેનાલ પાસે બેઠેલા કપલ ને ધમકાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. યુવક ને 5000 રૂપિયા લેવા મોકલી દેવામાં આવ્યો હતો.  એકલી પડેલી યુવતીને નજીકના અવાવરું મકાનમાં લઇ જઇ પોલીસ કન્સ્ટેબલે યુવતીને કિસ કરી હતી. શારિરીક છેડછાડ કરી મુખ મૈથુન કરાવેલું હતું. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.

આ કૃત્ય કરનાર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનના ઇન્ચાર્જ એલઆરડી જવાન સુરજ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવાયો છે, જયારે તેને છાવરનારા લક્ષ્મીપુરા પીઆઇ એન.કે.વ્યાસની બદલી કરી દેવામાં આવી છે.

બીજી તરફ પોલીસે બંને નરાધમોને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી ઓળખ પરેડ કરાવતા પીડીતાએ બંનેને ઓળખી બતાવ્યા હતા. દરમિયાન, 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં બંનેને જેલમાં ધકેલી દેવાયા હતા.

શનિવારે રાત્રે સવા આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં યુવતીની એકલતાનો લાભ ઉઠાવી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆરવાન 9ના એલઆરડી જવાન સુરજ ચૌહાણે યુવતી ને કિસ કરી મુખ મૈથુન કરાવ્યું હતું. જયારે ડ્રાઇવર રસિક ચીમનભાઇ ચૌહાણે ધમકી આપી 5 હજારનો તોડ પાડયો હતો.

જ્યાં પીડિતાએ બંનેને ઓળખી બતાવ્યા હતા. એલઆરડી સુરજ અને ડ્રાઇવર રસિકને કોર્ટમાં રજૂ કરાયા બાદ પોલીસ બંનેને લઇને બહાર આવી રહી હતી ત્યારે દાદર ઉતરતી વખતે વડોદરા યુવક કોંગ્રેસના કાર્યકરોએ બંને ઈસમો પર શાહી ફેંકી બન્ને ને ફાંસી આપવાની માંગ કરી સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ માં તંગદિલી વ્યાપી ગઈ હતી.[:]