[:gj]કેમ IMCR એ કહ્યું કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ફેઝ હજુ શરુ નથી થયો[:]

[:gj]દેશમાં કોરોનાના સંક્રમણની હાલની સ્થિતિ અંગે IMCRના વડા પ્રોફેસર બલરામ ભાર્ગવે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે દેશમાં હાલ કોરોના કોમ્યનિટી ટ્રાન્સફરનો તબક્કો શરુ નથી થયો અને  હાલમાં તેની શક્યતા પણ નથી. આરોગ્ય મંત્રાલયે 83 જેટલા શહેરોમાં સર્વે હાથ ધર્યો હતો. જેના રિપોર્ટ મુજબ દેશમાં લોકડાઉનનો અમલ ખુબ સારી રીતે થતા મૃત્યુંનું પ્રમાણ ઘટ્યું છે.

જો કે માસ્ક, હેંડ ગ્લોવ્ઝ, સેનિટાઇઝર  હંમેશા સાથે રાખી ઉપયોગ કરવો જોઇએ. પ્રો. બલરામ ભાર્ગવે કહ્યું છે કે રાજ્યોમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે અસરકારક અમલ જરુરી છે. જો કે હાલ સ્થિતિ થોડી સારી છે.

15 જિલ્લાઓમાં સંક્રમણનો દર 0.73 ટકા સુધીનો છે. અને કોરના વાઇરસમાં દર્દીઓનો રિકવરી રેટ 49.21 થયો છે. દેશની જનસંખ્યાના પ્રમાણમાં સંક્રમણની અસર 15 શહેરોમાં ઓછી છે. જ્યારે કેટલાક શહેરોમાં સ્થિતી ચિંતાજનક છે.[:]