[:gj]84 લાખ આસનોમાંથી 32 યોગાસનો માણસ માટે કામના, રોજ 4 આસન કરો અને રોગપ્રતિકાર વધારો [:]

[:gj]ઘેરળ્ડ ઋષિએ રચેલી ઘેરળ્ડ સંહિતા યોગાસનો માટે સૌથી પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે. ઘેરળ્ડ ઋષિ જણાવે છે કે પૃથ્વી પર જેટલા જીવજંતુ છે એટલા જ આસનો છે. એટલે કે ૮૪ લાખ આસનો છે. આ આસનોમાંથી ફક્ત ૩૨ આસનોને માણસો માટે લાભદાયક ગણવામાં આવ્યા છે. આ આસનોમાંથી ઉંમર, જરૂરીયાત મુજબ ૪ કે પ આસનો પસંદ કરીને તેનો નિયમિત અભ્યાસ કરવો જોઇએ.
કસરત અને યોગાસનોમાં એક તફાવત છે. તે એ કે યોગાસનોથી સ્નાયુઓમાં લચક પેદા થાય છે. યોગાસનોમાં આગળ પાછળ, ડાબે જમણે શરીરને વાળવાનું હોય છે જેથી સ્નાયુઓમાં લચક આવે છે. ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ સ્નાયુઓનું લચીલાપણું ઘટતું જતું હોય છે. બાળપણમાં જેટલી આસાનીથી પગના અંગુઠાને આંગણીથી પકડી શકતા હતા તેટલી સહજતા મોટી ઉંમરે રહેતી નથી. કેટલાંકના તો માંડ ઘુંટણ સુધી આંગણીઓ પહોંચતી હોય છે. શરીરમાં સ્નાયુઓની કડકાઇની સાથે કેટલીક જગ્યાએ દુખાવો પણ શરૂ થઇ જાય છે. જેનો અર્થ એ છે કે ત્યાં રક્તસંચાર ઓછો થઇ ગયો છે.
યોગાસનોનો મોટો લાભ એ છે કે આખા શરીરમાં યોગ્ય રીતે રક્તસંચાર થવા લાગે છે. શરીરમાં પાચન ક્રિયાને દુરસ્ત રાખવા માટે યોગાસનો સર્વોતમ છે. પાચનથી જ શરીરમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. પાચન ક્રિયા અને પાચન પ્રણાલીને સ્વસ્થ રાખવા માટે ઘણાં આસનો છે જેમ કે વ્રજાસન, કમરચક્રાસન, નૌકાસન, ભુજંગાશન, ઘનુરાસન.
ગુજરાતના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા કોરોના સંક્રમળને ખાળવા યોગાસનોની સચિત્ર માહિતી આપી છે. યોગાસન પૂર્વે કેટલીક સૂક્ષ્મ ક્રિયાઓ કરવી લાભપ્રદ રહેશે. જેમ કે ગરદન, કમર અને ઘુંટણની સૂક્ષ્મ ક્રિયાઓ જે ચિત્રમાં જોઇ શકાય છે.
કેટલાંક ઉભા ઉભા કરવાના આસનો છે જેમ કે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન.
કેટલાંક બેસીને કરી શકાતા આસનો છે જેમ કે ભદ્વાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાંકાસન, વક્રાસન.
પેટ પર બેસીને કરી શકાતા આસનો આ મુજબ છે – શલભાસન, ભુજંગાશન, મકરાસન.
પીઠ પર સૂતાં સૂતાં કરી શકાય તેવા આસનો છે પવનમુક્તાસન, સેતુબંઘાસન, શવાસન.
આ આસનોનો અભ્યાસ કરી શકાય છે.
આ વ્યાયામ-યોગાસનોથી થતા લાભને પુન: જોઇ લઇએ. જયારે વ્યક્તિ આરામની સ્થિતિમાં હોય છે ત્યારે તેનું હ્રદય એક મિનિટમાં ૬ લીટર શુદ્ધ લોહી રક્તવાહિનીઓમાંથી આગળ ધપાવે છે. વ્યાયામ કરવાથી ફેફસાંમાં ઓકસીજન તીવ્ર ગતિથી જાય છે. લોહીશુદ્ધિ ઝડપથી થાય છે. અને હ્રદય આ શુદ્ધ લોહીને ૬ થી ૧૦ ગણી ઝડપથી શરીરમાં આગળ વધારવાનું શરૂ કરે છે. જેના પરીણામે શરીરના બધા અવરોધો દૂર થાય છે. શરીરના દરેક અંગની કોશિકાઓને શુદ્ધ લોહી મળે છે. કિડની ઝડપથી પેશાબ વાટે શરીરના ઝેરીલા તત્વોને બહાર કરે છે. ત્વચામાંથી પરસેવા વાટે ગંદગી બહાર નીકળે છે. આંતરડા પણ સક્રિય થઇ જાય છે. ફેફસાંઓ પણ બધી કોશિકાઓમાંથી કાર્બન ડાયોકસાઇડ ઝડપથી બહાર નીકાડે છે. પરીણામે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં જબરો વધારો થાય છે. મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. તન મન નિર્મલ અને સ્વસ્થ બને છે.[:]