[:gj]સુરતમાં હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર કિઓસ્ક બનાવ્યું[:en]Created an eco-friendly sanitizer kiosk in Surat that can be used without the touch of a hand[:hn]सूरत में एक इको-फ्रेंडली सैनिटाइज़र कियोस्क बनाया गया जिसे हाथ के स्पर्श के बिना इस्तेमाल किया जा सकता है[:]

[:gj]કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા

સુરત, 9 મે 2020

સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાતના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય અને પગથી ઓપરેટ થઈ શકે તેવા આ કિયોસ્કની પડતર કિંમત રૂ.3000 છે, પરંતુ કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા 25 કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા છે.

આ અનોખા કિઓસ્ક અંગે વૈભવભાઈએ જણાવ્યું કે, ઓટોમેટીક સેનેટાઇઝર ડિવાઈસ પગથી ઓપરેટ થતી હોવાથી કોરોના વાયરસનો ચેપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. વધુમાં આ ડિવાઇસ વજનમાં એકદમ હળવી હોવાથી તેને એક ફેરવવામાં પણ સરળતા રહે છે. પ્રથમ 25 ડિવાઇસ સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને અમે વિનામૂલ્યે અર્પણ કરી છે. હવે ‘નહિ નફો, નહિ નુકસાન’ના ધોરણે પડતર કિંમતમાં જ તેનું વેચાણ કરવામાં આવશે.

કોરોના સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. સરકારે વિશેષ કાળજીઓ સાથે જરૂરી ઔદ્યોગિક એકમોને લિમિટેડ સ્ટાફ સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સાથે સાથે ઔદ્યોગિક સંસ્થાઓ પણ નવીનતમ ટેકનોલોજીનો આવિષ્કાર કરી કોરોનાને માત આપવાની કોશિશ કરી રહ્યા છે. અનેક સંશોધનની મથામણ દ્વારા અવનવા ઉપકરણો શોધી રહ્યા છે, આવા સમયે હેન્ડ સેનેટાઇઝર એ દરેક વ્યક્તિની સુરક્ષાનું હથિયાર છે.

સેવાકીય સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ સેનેટાઈઝરનો ઉપયોગ તો કરતા જ હોય છે, પરંતુ તેઓ મોટાભાગે એક જ સેનેટાઈઝર બોટલનો ઉપયોગ કરતા હોય છે. દરેકના સ્પર્શના કારણે બોટલ દ્વારા પણ કોરોનાવાયરસનું સંક્રમણ થવાની શક્યતા રહેલી છે.[:en]Surat, 9 May 2020 Surat
The city’s Magenta Advertising Pvt. Ltd. has built an eco-friendly sanitizer kiosk that dispenses automatic sanitizers for the safety of the people. The cost of this kiosk, which can be used without any touch of hands and operated by the feet, is Rs.

Regarding this unique kiosk, Vaibhavbhai said that since the automatic sanitizer device operates from the foot, the chances of spreading the corona virus are very low. In addition, the device is light in weight, making it easy to rotate. We have donated the first 25 devices free of charge to service organizations and societies. It will now be sold at a cost price on a ‘no profit, no loss’ basis.[:hn]सूरत, 9 मई 2020 सूरत
शहर के मैजेंटा एडवरटाइजिंग प्राइवेट लिमिटेड ने एक इको-फ्रेंडली सैनिटाइज़र कियोस्क बनाया है जो लोगों की सुरक्षा के लिए स्वचालित सैनिटाइज़र का वितरण करता है। इस कियोस्क की कीमत, जो बिना हाथों के स्पर्श के और पैर से संचालित की जा सकती है, रु। 3000 है, लेकिन कंपनी के मालिक वैभवभाई सुतारिया ने सेवा संगठनों और सोसाइटी को पहले 25 खोखे मुफ्त में दिए हैं।

इस अनोखे कियोस्क के बारे में वैभवभाई ने कहा कि चूंकि स्वचालित सैनिटाइज़र डिवाइस पैर से संचालित होता है, इसलिए कोरोना वायरस फैलने की संभावना बहुत कम है। इसके अलावा, डिवाइस वजन में हल्का है, जिससे इसे घुमाने में आसानी होती है। हमने सेवा संगठनों और समाजों को पहले 25 उपकरणों को मुफ्त में दान किया है। अब इसे, नो प्रॉफिट, नो लॉस ’के आधार पर लागत मूल्य पर बेचा जाएगा।[:]