[:gj]258 માંથી 181 કેદીઓ કહે છે કે તેમના વકીલો તેમની સાથે વિગતવાર ચર્ચા કરતા નથી. હાઇકોર્ટમાં 68.4% કેદીઓએ તેમના વકીલો સાથે વાત કરી નહોતી. ત્યાં સુધી કે તેઓ તેના વકિલને મળ્યા પણ ન હતા.
સુપ્રિમ કોર્ટમાં જે કેસ ચાલતાં હતા તેવા પડતર 44.1% કેદીઓને તેમના વતી લડતાં વકીલોના નામની પણ ખબર ન હતી. વકીલોના નામ શુદ્ધા જાણતા ન હતા. એતો ઠીક પણ તેઓ તેના વકિલને ક્યારેય મળ્યા પણ ન હતા.
ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.
વધુ વાંચો:
સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે
અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી
કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા કરી દે છે
ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો
[:]
