[:gj]પોરબંદરના બે નેતા – ગાંધીજીએ કોંગ્રેસને મજબૂત કરી, અર્જુને 100 વર્ષ પછી આખરી ખીલો માર્યો [:]

[:gj]શક્તિસિંહ ગોહીલ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોંગ્રેસની પડી નથી, તેથી કોંગ્રેસ પડે છે
ભાજપની બેસુમાર દોલત અને સત્તા ભલભલાને ખરીદી શકે છે

દિલીપ પટેલ
અમદાવાદ, 4 માર્ચ 2024
1915થી 1924 સુધીના 100 વર્ષમાં કોંગ્રેસને ગાંધીજીએ મજબૂર કરી આપી હતી. ગાંધીજી પોરબંદરના વતની હતા. જેમણે કોંગ્રેસને ઊભી કરી તેને 100 વર્ષ થયા છે. હવે 100 વર્ષ પછી કોંગ્રેસને આખરી ખીલો પોરબંદરના વતની એવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસનો આખરી ખીલો મારી દીધો છે. અર્જુન મોઢવાડિયા સત્તાની લાલચે ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાતમાં મજબૂત વિરોધપક્ષ હવે રહેશે કે કેમ તે એ મોટો સવાલ છે. ભારત હવે નિશ્ચિત પણ સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યો છે. જેની શરૂઆત તો ક્યારની થઈ હતી. અર્જુન મોઢવાડિયાના ગયા પછી ગુજરાતમાં સત્તા સામે બોલનારા મજબૂત નેતાની ખોટ ઉભી થઈ છે. જેના માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જવાબદાર છે. અહેમદ પટેલનું આખું જુથ હવે ભાજપમાં જઈ ચૂક્યું છે. કોંગ્રેસ હવે સાચી કોંગ્રેસ બને એવી અપેક્ષા ગુજરાતના લોકોની છે. કારણ કે હાલની કોંગ્રેસ એ અસલ કોંગ્રેસ નથી. અને ભાજપ હવે સાચો ભાજપ રહ્યો નથી.

24 જાન્યુઆરી 2024ના દિવસે અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’

હવે તેઓ ભાજપમાં જવાની તૈયારી પૂરી કરી ચૂક્યા છે.

આજ સુધી તેઓ ભાજપના સૌથી મોટા ટીકાકાર રહ્યાં હતા. કોંગ્રેસમાંથી ભાજપની ટીકા સૌથી વધારે તેમણે કરી હતી. ભાજપ, મોદી, અમિત શાહ અને ભાજપના તમામ પ્રદેશ પ્રમુખ રહેલાંઓના કૌભાંડો અને નીતિઓનો તેઓ વિરોધ કરતાં આવ્યા છે.

અર્જૂન મોઢવાડિયા એક એવા વ્યક્તિ છે કે જે હંમેશ સાચું કહે અને કરે છે. કોંગ્રેસમાં આમ લોકોમાં સૌથી લોકપ્રિય નેતા તેઓ છે. મોરબી એન્જિનિયરીંગમાં હતા ત્યારથી તેઓ સ્પષ્ટ વક્તા હતા. તેમના પર લોકોને ભરોસો છે.

અંબરીશ ડેરે કહ્યું કે મંગળવારે તેઓ કમલમ પહોંચશે અને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ યોજાશે. ત્યારે મોઢવાડિયા પણ જોડાઈ શકે છે.

1995માં શસિકાંત લાખાણીની સામે ટેપ બનાવીને કેસેટો પહોંચાડી અને હરાવી બાબુ બોખીરીયાને જીતાડેલાં હતા. ત્યાર પછી તેનું રાજકારણ પોરબંદમાં મજબૂત થતું રહ્યું હતું.

સોરાષ્ટ્ર યુનીવર્સિટીના સેનેટ સભ્ય હતા. 1998માં તેઓ ચૂંટણી લડ્યા અને ડિપોઝીટ ગઈ હતી.

બાબુભાઈ સામે હારી ગયા ડીપોઝીટ
2002માં ભાજપને હરાવીને તેઓ જીત્યા હતા. ત્યારે ભાજપના નેતાઓને તેની સાથે કરી દીધા હતા. 2012 અને 1017માં હાર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સરકારમાં તેઓ ક્યારેય ચૂંટાયા નથી.2022 જીત્યા હતા ત્યારે તેમને ઉદ્યોગપતિઓએ મદદ કરી હતી.
2007થી ગૌતમ અદાણી સાથે સબંધો ધરાવે છે. તેમની ટીકાઓ પણ સૌથી વધારે કરી હતી. રિલાયંસ સાથે સારા સંબંધો રહ્યાં છે. તેથી તેની ટીકાઓ ઓછી કરે છે.
અમદાવાદમાં ગૌતમ અદાણી મળવા આવતાં હતા. પરિમલ નથવાણી પણ તેમને મળવા બંગલા પર આવતાં હતા. ટોરેન્ટ સાથે સારા સંબંધો હતા.

ગેહલોતને મદદ

ચૂંટણી પૂરી થઈ તેના એક મહિના પહેલાં અર્જુન, અમિત શાહ અને ગૌતમ અદાણીની બેઠક મળી હતી. ગાંધીનગર ફાર્મહાઉસમાં મળેલા હતા.
2022ની ચૂંટણી પુરી થઈ ત્યારે 2023 ફેબ્રુઆરીમાં મળ્યા હતા. ગેહલોતને મુખ્ય પ્રધાન ન બનાવે તો ભાજપમાં જવાની વાત થઈ હતી. પોતે મુખ્ય પ્રધાન બને એવું નક્કી થયું હતું.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ડેરની સૂચક મુલાકાત થઇ છે. તેમાં અમદાવાદમાં ડેરના નિવાસ સ્થાને પાટીલ પહોંચ્યા હતા. ત્યારે આવતીકાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાઇ શકે છે. અમરેલીના 1000થી વધુ કાર્યકરો સાથે જોડાશે. જેમાં અર્જુન મોઢવાડિયા પણ હોઈ શકે છે.

પોરબંદર જિલ્લો 1998માં જિલ્લો બન્યો પછી ત્યાં કોંગ્રેસની બોડી બની નથી. ત્રણેય તાલુકામાં કોંગ્રેસ ત્યારથી આવી નથી.

પોરબંદરની કોંગ્રેસ ભાજપમાં
અર્જુન મોઢવાડિયાના કારણે કોંગ્રેસ પોરબંદરના 20 જેવા મહત્વના સંગઠનના સારા લોકો ભાજપમાં જતાં રહ્યાં હતા. પોરબંદરની કેડરને ભાજપમાં મોકલીને હવે તેઓ ભાજપમાં જઈ રહ્યા હતા.
અનિલ મોતીવરસ, રાજેશ પાંજરી, ખીમજી ભાઈ સહિત સાગરશક્તિ દળ અને અખાડા ગ્રુપના કાર્યકરો અને ખીમજી ભાઈ પ્રેમજીપઢું, મોહન ખોખરી, અશોક ભાદ્રેચા કાંતિ કાણકીયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભીમભાઈ ઓડેદરા હાલ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર છે. મોહન મોઢવાડીયા અવગણના થતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાનુભાઈ ઓડેદરા નિષ્ક્રિય થઈ ગયા છે. વિજય કાળછા અર્જુન ભાઈના પાડોશી બાબુભાઈને ત્યાં બેસે છે.
કોલીખડા અને બખરલાના કોંગ્રેસ પ્રેરિત સરપંચ દેવા મારુ અને અરસી ખૂટી ભાજપમાં જોડાઈ જતા 45 માંથી 41 ગ્રામ પંચાયત પર ભાજપની વિચારધારા છેલ્લા 15 વર્ષથી છે. ખંભોદર ઓઘડભાઈ, દિલીપ ગોઢાણીયા ભાજપ જોડાઈ ચૂક્યા છે અને તાલુકા પંચાયતની માત્ર ત્રણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે. નગરપાલિકાની 42માંથી 39 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, જેમાંના અડધા કોંગ્રેસ છોડી ચૂક્યા છે.

પુંજા વંશ, અમરીશ ડેર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગમે તે ક્ષણે રાજીનામું આપી શકે છે. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ગમે તે ક્ષણે રાજીનામું આપી શકે છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

રાહુલ ગાંધીની ‘ન્યાય યાત્રા’ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં જ કોંગ્રેસમાંથી એક છે. અહેમદ પટેલનું જૂથ ભાજપમાં આવી રહ્યું છે.

પોરબંદરમાંથી મનસુખ માંડવિયાને જીતાડવા માટે, રાહુલ ગાંધીની યાત્રા પહેલાં, અહેમદ પટેલનું જૂથ ભાજપમાં આવી ગયું છે.

કોણ છે અર્જુન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાએ ગુજરાતના રાજકારણને હચમચાવી નાંખ્યું છે.

17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

કુંવરજી બાવળિયા, અર્જુન રાઠવા છે. કોંગ્રેસની હાલત જીવ બાળે એવી થઈ ગઈ છે. ભરત સોલંકીના કારણે કોંગ્રેસ તૂટી છે. ઠાકોર શિવાય કોઈ નહીં. ઓબીસીનો કોંગ્રેસ પક્ષ બની ગયો છે. સીડી અને પત્નિના આરોપો છતાં પક્ષે ભરતસિંહને કેમ મહત્વ આપેલું છે. તે કાર્યકરો સમજી શકતા નથી.

જયરાજસિંહ પછી કોંગ્રેસનું પતન
જયરાજસિંહ પછી કોંગ્રેસનું પતન થયું છે. આઈડીઓલોજી ધરાવતાં લોકો છોડી દે તે ગંભીર છે.
બે વર્ષ પહેલાં નિકળી ગયા હતા.
ભાજપના સંગઠનમાં કોંગ્રેસને કાર્યકરોને નથી લીધા પણ જયરાજસિંહને લીધા હતા. જોઈનીંગ સમિતિમાં અને પ્રવક્તા બનાવી દીધો.

ગુજરાતમાં શક્તિસિંહના કોઈ સમર્થક નથી. કોઈના માટે તેઓ લડ્યા નથી. કડવા થયા નથી. તેમના એક જ ટેકેદાર હતા જયરાજસિંહ પરમાર હતા. હાર્ડકોર સમર્થકને પણ ભલામણ કરી નથી. તેના ટેકેદારોએ પોતાનું જ કુટવું પડે છે. શક્તિસિંહે કોઈ લોકોને સાચવ્યા નથી. તેની મદદ કરી નથી. તેનો પાયો ખાલી છે. વિરોધ પોતાનું કલેવર ન બદલે તો લોકો શું કરે એ મોટો સવાલ છે. 25 વર્ષથી પોતાનાને ટિકિટ, એ જ ધારાસભ્યો, તારા પછી મારો એવા હોદ્દેદારો આવતાં રહ્યાં છે. કેન્દ્રના ડેલીગેટ્સ એનાએજ છે. હાલ જે સ્થિતી ઉભી થઈ છે તેમાં ભાજપ કરતાં કોંગ્રેસ વધારે જવાબદાર છે.

લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકમાંથી 27 બેઠક થવાની નથી. છતાં કોંગ્રેસનો ભરતીમેળો ચાલે છે.
માસ હિસ્ટીરીયા છે, કોંગ્રેસ છોડો ભાજપ જોડો.
[:]