[:gj]પત્રકાર ધવલ પટેલને મુક્ત કરવા રાજ્ય ભરમાં દેખાવો ને રેલી, રૂપાણીને આવેદન[:]

[:gj]

રાજકોટ, 13 જૂન 2020
પત્રકાર ધવલ પટેલ ના સમર્થનમાં જુનાગઢ સહિત ગુજરાતભરનાં પત્રકારો આવી ગયા છે. ધવલ પટેલને છોડી મૂકવા વિવિધ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર અપાયા છે. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરાયું છે. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે.
દરેક મીડીયા માધ્યમના માલીકો ને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઈ. મેડિકલ, પોલીસ, સરસરકારી સ્ટાફની જેમ પત્રકારો પણ છે કોરોના યોધ્ધા છે ને સરકાર જેલમાં નાંખે છે.
આવેદનપત્ર
13 મે 2020
શ્રીમાન
મુખ્યમંત્રીશ્રી,
ગાંધીનગર,
ગુજરાત
વિષય – અમદાવાદના પત્રકાર પર રાજદ્રોહનો કેસ સંદર્ભે ખાસ આવેદન..
શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદના સમાચાર અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ – ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ સેડીશન – રાષ્ટ્ર દ્રોહનો ગુનો નોંધવામાં આવેલો છે, તેનો સમગ્ર ગુજરાતના પત્રકારો વિરોધ કરે છે અને આ ગુનો તુરંત પરત ખેંચી લેવામાં આવે એવી માંગણી કરીએ છીએ.
ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટાવી શકે અને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરી શકે છે. એવા મતલબના સમાચાર તેમણે લખ્યા તે કઈ રીતે રાષ્ટ્ર દ્રોહનો ગુનો બની શકે એ અમે સમજી શકતાં નથી. સરકારના આવા લગણથી પત્રકારોમાં ભય ફેલાયો છે. ગુજરાતમાં આવા વારંવાર બનાવો બનતા હોવાથી પત્રકારો અસલામતીની લાગણી અનુભવે છે અને સ્વતંત્રતા હણાતી હોવાનું અનુભવે છે. પત્રકારો સાચું લખી શકતાં નથી એવું ઘણી વખત અમે અનુભવીએ છીએ.
ધવલ પટેલ ફેસ ઓફ નેશન નામનું સમાચારપત્ર ચલાવે છે.
તેમણે ગુજરાતના રાજકીય નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડતા અનેક અહેવાલો લખ્યા છે.
નડિયાદ નગરપાલિકામાં ચાલતાં કૌભાંડ અંગે તેમણે અહેવાલ લખ્યા હતા ત્યારે પણ તેમની સામે કિન્નાખોરી રાખીને ફેસ ઓફ નેશન કલેક્ટરે 9 મહિના સુધી બંધ કરાવી દીધું હતું. અખબારો પરનો આ સીધો હુમલો હતો. પત્રકારની સ્વતંત્રતા ઉપર હુમલો હતો. ધવલ હાઈકોર્ટમાં ગયો હતો અને જીતી ગયો હતો. હાઈકોર્ટે કહ્યું કે કલ્કેટકરને કોઈ સમાચારપત્ર બંધ કરવાનો કોઈ હક્ક નથી. આમ અધિકારીએ તેમની સામે ખોટો કેસ કર્યો હતો અને કિન્નાખોરી રાખી હતી.
2010માં ફેસ ઓફ નેશન અઠવાડિક શરૂ કર્યું હતું. વેબસાઈ પણ આ નામથી છે. હાલ કોરોના ચેપ હોવાથી પેપર બંધ છે પણ વેબસાઈટ અને ફેસબુક જેવા સોશિયલ મિડિયામાં તેના અહેવાલો લાખો લોકો વાંચે છે. તેઓ હંમેશ લોકોના હિતમાં લડતાં રહ્યાં છે ત્યારે તે રાજદ્રોહી કે દેશદ્રોહી કઈ રીતે હોઈ શકે ?
ભાજપના નેતા સુબ્રહ્મણીયમ સ્વામિએ આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો કોરોના કાબુમાં આવી શકે છે એવું જાહેર નિવેદન ટ્વીટ પર કર્યું હતું. તો ભાજપના નેતા સુબ્રહ્મણીયમ સ્વામી સામે કોઈ પગલાં લીધા નથી. તેથી સરકાર પક્ષપાત રાખીને કાયદાનો ગેર ઉપયોગ કરી રહ્યાં હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે.
માત્ર ફેસ ઓફ નેશન પોર્ટલ જ નહીં ગુજરાતના અનેક પત્રકારોએ આ સમાચાર લખેલા છે. તેમાં માત્ર ધવલ પટેલ સામે જ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. જે કિન્નાખોરી રાખવામાં આવી હોવાનું અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ. સત્તાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થયું છે.
દેશદ્રોહનો ગુનો આ કેસમાં બનતો નથી. તે સરકાર પણ જાણે છે. પણ ધવલને દિવસો સુધી જેલ અને કાનૂની જંગ લડવો પડશે. સરકાર આ જ ઈચ્છે છે. જેથી પત્રકાર પરેશાન થાય. અમે બધા પત્રકારો સરકારના આવા વલણથી પરેશાન છીએ. આ અગાઉ પણ ગુજરાત સરકારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર પ્રશાંત દયાલ સામે સેડીશનની કલમ લગાવી હતી. ગુજરાતમાં બીજા કેટલાક પત્રકારો ઉપર પણ આ કલમ હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. હમણાંથી ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતા પર હુમલાઓ થઈ રહ્યાં છે. કારણ વગરના ગુના નોંધવામાં આવી રહ્યાં છે. જેને અમે વખોડી કાઢીએ છીએ. ગુજરાતના જાણાતી એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા કાજૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ પત્રકારો

[:]