[:gj]નવજીવન ટ્રસ્ટ સાથે પત્રકારત્વ ભણવાની અમુલ્ય તક[:]

[:gj]અમદાવાદ,

ગાંધીજી સ્થાપીત નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પ્રથમ વર્ષની સફળતા બાદ પત્રકારત્વ ભણવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને મેરાન્યૂઝ સાથે પત્રકારત્વનો એક વર્ષનો અભ્યાસક્રમ કરવા માગત વિદ્યાર્થીઓ માટે આ અમૂલ્ય તક છે. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટના વિશાળ કેમ્પસ, તેની અમૂલ્ય લાયબ્રેરી અને સ્કૂલ ઓફ જર્નાલિઝમના નિર્દેશક જાણિતા પત્રકાર પ્રશાંત દયાળ સહિત વિવિધ માધ્યમોમાં સેવા આપતા 45 કરતાં વધુ ફેકલ્ટિસ દ્વારા વિવિધ માધ્યમોમાં થતું પત્રકારત્વ શિખવવામાં આવશે.

નવજીવન ટ્રસ્ટના સહયોગી તરીકે મેરાન્યૂઝમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કામ કરવાની તક પણ મળશે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી ચુકેલી કોઈપણ ઉંમરની વ્યક્તિ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. આ અંનેની વધુ વિગત જાણવા અને પ્રવેશ મેળવવા જર્નાલિઝમ સ્કૂલના કોર્ડિનેટર કિરણ કાપૂરેનો સંપર્ક (નં. 98244 73583) કરી શકે છે અથવા આ નંબર પર વોટસએપ કરવાથી તેમજ (kirankapure@gmail.com)ઈમેઈલ કરવાથી જરૂરી માહિતી મળી શકશે. સાથે જ નવજીવન ટ્રસ્ટ ખાતે કિરણ કાપૂરેની રૂબરુ મુલાકાત પણ લઈ શકાશે.[:]