[:gj]કોરોન્ટાઇન સેન્ટર તમામ સુવિધાથી સજ્જ
આણંદઃ ગુરૂવારઃ ખંભાત ખાતે કોરોના વાઇરસના પોઝેટીવ વ્યક્તિઓના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓ માટે નગરના વીસ ગામ પાટીદાર સમાજવાડીમાં નિરિક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
આજની તારીખે આ સંખ્યા કુલ ૨૫ ની છે. અગાઉ આ સંખ્યા કુલ ૬૦ હતી જેમાંથી ૧૨વ્યક્તિઓને રજા આપવા માં આવી હતી.
૪૨ વ્યક્તિને બાકરોલ સમરસ હોસ્ટેલના કોવીડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસર ખંભાત ડો, આઇ.કે.પ્રજાપતિએ વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, વીસ ગામ પાટીદાર સમાજ વાડીનો હોલ ૧૩૩ ફૂટ લાંબો છે અને તમામ સુવિધાઓથી સજ્જ આ સમાજવાડી સંકુલ છે.
એમાં રાખવામાં આવેલ વ્યક્તિઓને માટે ૨૪ કલાક એક મેડિકલ ઓફિસર ,પેરા મેડીકલ સ્ટાફ, અને અન્ય સેવા કર્મચારીઓની સેવા કાર્યરત છે. કોરોનટાંઈન થયેલ આ વ્યક્તિઓને જ્યારે આ સેન્ટર ઉપર દાખલ કરવામાં આવે ત્યારે ટુવાલ, પાંચ માસ્ક, સેનેટાઇજ બોટલ, ટૂથ પેસ્ટ, બ્રશ, સાબુ , વગેરે આપવામાં આવે છે. ખંભાત પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.દેસાઇ દ્વારા વિગતો આપવામાં આવી હતી.
સવારે દૂધ, ચા, નાસ્તો, બપોરે જમવાનું ,પછી ચા નાસ્તો, અને જમવાનું પૂરું પાડવામાં આવે છે. આ સેન્ટરને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે સેન્ટર ઉપર બે બાથરૂમ અને ૧૦ બ્લોક ટોયલેટ (સન્ડાસ)ની વ્યવસ્થા કાર્યરત છે.એમ ડૉ.આઇ.કે.પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું.[:]
![[:gj]વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?[:en]15 percent increase in heart diseases in a year, Corona responsible?[:hn]एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-242.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત[:en]Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine[:hn]गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/04/Corona-in-Gujarat.png?resize=218%2C150&ssl=1)
![[:gj]મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/11/Corona-in-India.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો[:en]Provide assistance of Rs 12,000 crore for 3 lakh deaths due to corona in Gujarat[:hn]गुजरात में कोरोना से 3 लाख मौतों के लिए 12,000 करोड़ रुपये की सहायता प्रदान करें[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/bharat222.jpg?resize=218%2C150&ssl=1)