[:gj]મુંબઇમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 12 કલાકમાં 12 ઇંચ વરસાદ [:]

[:gj]મુંબઇમાં 4 મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં 12 કલાકમાં 293.8 મીમી વરસાદ નોંધાયો. 46 વર્ષ બાદ આવો વરસાદ પડયો છે.

1974માં આવો નજારો જોવા મળ્યો હતો. સરેરાશ કોલાબા અને શાંતાક્રુઝમાં સરેરાશ 2066 મીમી અને 2260 મીમી વરસાદ નોંધાયો હોય છે તેને બદલે અત્યાર સુધીમાં કોલાબામાં 2301.8 મીમી અને શાંતાક્રુઝમાં 2338.2 મીમી વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને કારણે ચર્ચગેટ, મરીન ડ્રાઇવ, બ્રીચ કેન્ડી જેવા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. 100 કિમીની ઝડપે ફુંકાયેલા પવને ખાનાખરાબી સર્જી છે.

લોકોને ઘરોની બહાર નહિ નીકળવા તાકીદ કરાઇ છે. કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં બુધવારે અતિભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બુધવારે ભારે વરસાદ સાથે 107 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. મુંબઈના સાયન, ચેમ્બુર, કુર્લા, કિંગ સર્કલ, અંધેરી ઈસ્ટ, સાંતાક્રુઝ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ટ્રેનો પણ ટ્રેક પર ફસાઈ ગઈ હતી જેના કારણે પેસેન્જર્સ પણ ફસાઈ ગયા હતા. NDRFની ટીમે મસ્જિદથી ભાયખલા સ્ટેશન વચ્ચે ફસાયેલા 40 લોકોને બચાવ્યા હતા.

 

ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બે ટ્રેનો ફસાઈ ગઈ હતી. બે ટ્રેન ફસાઈ ગઈ હતી જેમાં એક સીએસટીથી કર્જત જઈ રહી હતી જેમાં 150 જેટલા લોકો ફસાયા હતા. બીજી ટ્રેન કર્જતથી સીએસટી જઈ રહી હતી અને તે પણ ફસાઈ ગઈ હતી. અતિ ભારે વરસાદના કારણે કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પાલઘર, મુંબઈ, નાગપુરમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદ અને ભારે પવનના કારણે ઘણી જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ બીએમસીને હાઈ એલર્ટ પર રહેવાનું કહ્યું છે. તેમણે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે.[:]