ગરીબોને મફત આપવાનું અનાજ ભાજપના નેતાઓ ગાડીઓ ભરીને લઈ જતાં હોવાનું અને તેમના અંગત કચેરીઓએથી વિતરણ થતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગરીબોના નામે એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનું આજે ગરીબ લોકોને લાગી રહ્યું છે. સાંભળો આ વિડિયો
રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુજરાતે વિક્રમ તો સ્થાપ્યો છે પણ તે બદનામી વધું ઊભી કરી રહ્યો છે.
સુરત ભાજપના સાંસદ સી આર પાટીલની કચેરીમાં જ સરકારી અનાજ ઉતારવામાં આવતું હતું. એતો ઠીક પણ તેમની કચેરી બહાર ટ્રક દ્વારા અનાજ ઉતારવામાં આવી રહ્યું હતું તે ગાડીમાં ભરીને બારોબાર લઈ જવાનું કૌભાંડ મહિલાઓએ જ જાહેર કરી દીધું છે. જેમાં ભાજપના નેતા અને નરેન્દ્ર મોદીની તદ્દન નજીક રહેલાં સુરત-નવસારીના સાંસદ સી આર પાટીલ આ રીતે કૌભાંડ કરતાં રંગે હાથ મહિલાઓએ વિડિયો ઉતારીને પકડી પાડ્યા છે.