[:gj]અમદાવાદના કરોડોની સોનાની દાણચોરીમાં સંડોવાયો રાજકોટનો વેપારી[:]

[:gj]અમદાવાદ,તા:૨૫ અમદાવાદમાં કરાયેલા કરોડોના સોનાના કૌભાંડમાં રાજકોટના વેપારીનું નામ સામે આવ્યું છે. સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ચાંદીનો મોટો વેપાર કરતા રાજુ ગૌસ્વામીની આ અંગે કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. આ કેસમાં હજુ રાજકોટના અન્ય બે મોટાં માથાંની ધરપકડ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પહેલાં જ કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક મહિલાની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી.

આ કેસમાં અગાઉ સેટેલાઈટના બીમાનગરમાં રહેતી દિવ્યા ભુદિયા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં જણાયું હતું કે, તેણે ચાર વર્ષમાં દુબઈની 73 ટ્રિપ કરીને 1285 કિલો સોનાની દાણચોરી કરી છે. મહિલાએ કરેલી કબૂલાત પ્રમાણે 2014થી 2018 સુધીમાં કુલ 1300 કરોડની કિંમતના 4 હજાર કિલો સોનાની દાણચોરી કરી અમદાવાદ લવાયું હતું. જે અંગે માણેકચોકમાં અખંડજ્યોત જ્વેલર્સના માલિક ઋતુગા ત્રિવેદીએ એરપોર્ટ પર બેગેજ હેન્ડલર તરીકે કામ કરતા અને સોનું બહાર સુધી લઈ આવવા માટે જિજ્ઞેશ સાવલિયાને રૂ.2 કરોડ ચૂકવ્યા હતા.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ઋતુગાની પત્ની હીના દુબઈથી સોનું મોકલાવતી હતી, જેને હેન્ડલર જિજ્ઞેશ એરપોર્ટની બહાર સુધી લઈ આવતો હતો. આ અંગે અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર અને મેહુલ ભીમાણીએ તબક્કાવાર 105 કરોડનું ફાઈનાન્સ કર્યું હતું.[:]