[:gj]આનંદીબેન અને રૂપાણીનું ગૌચર કૌભાંડ, તપાસ નહીં [:]

[:gj]29 માર્ચ 2018માં તાજેતરમાં જ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માજી કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મુંગા પશુઓ માટેના ઘાસચારામાં કૌભાંડ કરવા બદલ કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાતમાં પણ 250 ગામોમાં ગૌચરની જમીન પર વિકાસ કરવાના નામે રૂ.55 કરોડનું કૌભાંડ 2014થી કરાયું હોવા છતાં હજુ સુધી એકપણ આરોપી કે દોષિત સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. તૈયાર ઘાસચારો ગૌશાળા કે પાંજરાપોળને અપાયો જ નથી. ગુજરાતની રૂપાણી સરકાર સમક્ષ ગૌચર ચારા કૌભાંડની 24 ફરિયાદો આવીને પડી છે છતાં એકમાં પણ પગલાં ભરાયા નથી. કૌભાંડની તપાસ કરવાના બદલે જેમણે આ કૌભાંડ જાહેર કર્યું હતું તે કલ્યાણસિંહ ચંપાવતને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા. ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકારના કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના વિસ્તારમાં કૌભાંડ જાહેર થયું છે અને તેની તપાસ સમગ્ર ગુજરાતમાં કરવા માટે મુખ્ય પ્રધાન સમક્ષ માહિતીના અધિકારના ચળવળકાર સુખડિયા દ્વારા 25 જૂલાઈ 2019ના માંગણી કરવામાં આવી છે.

આનંદીબેન અને મોદીની યોજનામાં ભ્રષ્ટાચાર

ગૌચરની જમીનને નવપલ્લવિત કરીને ગામનો કમાઉ દીકરો બનાવવાની યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરી હતી. જેને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા 2014થી ગૌચર સુધારણા અને પાંજરાપોળના ગૌચર ઘાસચારા વિકાસની યોજના બનાવીને અમલમાં મુકી હતી. ગામોનાં ગૌચર પર ઘાસ ઊગાડવા માટે રૂ.100 કરોડ ભંડોળ આપ્યું હતું. 100 સમરસ અને સાંસદ આદર્શ ગામ પસંદ કરાયા હતા. યોજના હેઠળ ગામના લોકોની સમિતિ બનાવી તમામ કામગીરી રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલાં ધારાધોરણ મુજબ કરવાનો હતો. વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના આદેશથી ગૌચર સુધારણા યોજનામાં ૨૫૦ ગામોમાં રૂ.15થી 40 લાખ સુધીની સહાય કોઈ જ પ્રકારની કામગીરી થઈ નહીં હોવા છતાં ચૂકવી આપી છે.

ગાંધીનગરમાં પગેરું

ગાંધીનગર જીલ્લાના કુડાસણ રોડ પર 202, શુકન આઈ-ઈ ફ્લેટમાં મહેશ્વર એન્ટરપ્રાઈઝ તેમજ નાગરાજ એન્ટરપ્રાઈઝના નામે બે એજન્સીઓ ચાલી રહી છે. તેનું કોઈ અસ્તિત્વ નથી. સરકારને તમામ લેખિત પુરાવાઓ સાથે ફરીયાદ કરી છતાં. વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતાઓ સામે કોઈ તપાસ જ કરી નથી. ગૌચર સુધારણા માટે ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે. આ કામ કર્યા વગર ખોટા બિલ મૂકીને રૂ. 55 કરોડનું કૌભાંડ થયું છે. જે અંગેની પહેલી ફરિયાદ કલ્યણસિંહ ચંપાવતે કરી તો રૂપાણી સરકારે તપાસ કરવાના બદલે તેમને બીજા કેસમાં જેલમાં નાંખી દીધા હતા. 2015થી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તપાસ કરતાં નથી.

કેન્દ્રીય કૃષિ પ્રધાનના વિસ્તારમાં ગૌચર કૌભાંડ

નરેન્દ્ર મોદીની સરકારના પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાના અમરેલી વિસ્તાર અમરેલી જીલ્લામાં રૂ.3.08 કરોડનું ગૌચર કૌભાંડ બહાર આવ્યું છે. તેથી સમગ્ર ગુજરાતમાં રૂ.41થી 55 કરોડના ગૌચર જમીન સમથળ કરવા અને ઘાસચારા વાવવાના કૌભાંડની તપાસ કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરવામાં આવી છે.

જાહેર માહિતી અધિકાર ચળવળકાર નાથાલાલ સુખડિયાએ 25 જૂલાઈ 2019ના રોજ જણાવ્યું હતું કે, ગૌચર સુધારણા અને પાંજરાપોળના ગૌચર ઘાસ ચારા વિકાસની યોજનામાં અમરેલી જીલ્લાના 33 ગામોમાં રૂ.3.09 કરોડ સરકારે આપ્યા હતા. જેમાં સ્થળ પર કંઈ થયું નથી અને પ્રજાના નાણાં આખલાઓ ચરી ગયા છે. આવું સમગ્ર ગુજરાતમાં થયું છે. તેથી રૂ.50 કરોડના આ કૌભાંડની તુરંત તપાસ કરવામાં આવે.

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌચર સુધારણાના નામે ભ્રષ્ટાચાર થયો છે. સ્થળ અને સ્થિતી જોતા 20 ટકા ખર્ચ થયું નથી. જે અંગે અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપી દીધા છે. જેની તપાસ થવી જોઈએ. ત્રીજા વ્યક્તિની તપાસ પદ્ધતિ હોવા છતાં ભ્રષ્ટાચાર થયો છે. 2014થી 2018 દરમિયાન ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. રૂ.41થી 55 કરોડના કામ ગ્રામ પંચાયત અને ગૌશાળા દ્વારા 239 ગામોમાં ગૌચર સુધારવા ખર્ચ કરવામાં આવ્યું છે. તમામ જિલ્લામાં ભ્રષ્ટાચાર થયો છે. તેવો આરોપ તેમણે મૂક્યો છે.

ધર્મજ ગૌચરથી યોજના શરૂ

16 જૂલાઈ 2015માં ચરોતરના ધર્મજ ગામે કોંગ્રેસના સમયે 2071-72થી ગોચર સુધારેલા હતા. તેથી ધર્મજને ભાજપની આનંદીબેન પટેલે મોડલ બનાવીને ગુજરાતના 100 ગૌચરનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે વિવાદાસ્પદ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયા, પંચાયત પ્રધાન જયંતિ કવાડિયા, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ તથા પૂર્વ કેન્દ્રિય પ્રધાન ડો.વલ્લભ કથીરીયા, બોર્ડના ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ, સચિવ મોના ખંધાર હતા. તેથી તેઓ આ કૌભાંડ માટે જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. બોર્ડની ગૌચર સુધારણાં સમિતિના ઉપાધ્યક્ષ રાજેશ પટેલ હતા. કૌભાંડ જાહેર થયું તેને 5 વર્ષ થયા છતાં આ તમામ સામે તપાસ કરવામાં આવી નથી.  

કૃષ્ણની દ્વારકારમાં ગાયના નામે કૌભાંડ

17 ગામો પૈકી દરેક ગામની 100થી વધુ પાનામાં માહિતી મેળવીને કૌભાંડ જાહેર કરાયું છે. ખોટા બિલો ઉતારીને જે-તે ખાનગી પાર્ટીઓને લાખો રૃપિયા ચૂકવી દેવાયા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાનાં લીલાપુર ગામની મુરલીધર એજન્સીને તાર ફેન્સીંગ માટે 24 માર્ચ 2018માં 2.50 લાખ ચૂકવ્યા હતા. પણ જમીન પર ફેન્સીંગ કરાયું નથી. મહેશ્વર એન્ટરપ્રાઈઝ, નાગરાજ એન્ટરપ્રાઈઝ, મુરલીધર એજન્સીને લાખો રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. હકીકતમાં મુરલીધરના નામે કોઈ એજન્સીનું અસ્તિત્ત્વ જ નથી. ગાય માતાના નામે ગુજરાત સરકારની ગંભીર ગેરરીતિ છે.

RTIમાં મળેલી માહિતી પ્રમાણે 250 પૈકીનાં 17૭ ગામમાં ઝાડ, ઝાખરા, કાંટાની કાપણી, જેસીબી દ્વારા ગૌચરની જમીન સમથળ કરવા માટેનાં બિલ, આરસીસીના થાંભલાઓ અને તાર ફેન્સીંગના બિલ, ઘાસ માટેના બિયારણના બિલ, વાવણી અને લણણી તથા પાંજરાપોળોમાં ઘાસચારો પહોંચાડવાનાં બિલો મેળવાયા પણ તમામ બિલો સાવ બોગસ અને ખોટા છે. ગૌમાતાના નામે રાજકીય પક્ષો ચૂંટણી જીતી જતા હોય છે તેમજ ગૌચર સુધારણા યોજનાના નામે કોઈ જ નક્કર કામગીરી થઈ નથી. ભાજપના નેતાઓ ગાયના નામે પૈસા ખાઈ ગયા છે.

શું છે ગૌચર સુધારણા યોજના ?

ગ્રામ પંચાયત, ગૌશાળા, પાંજરાપોળને પશુઓને ઘાસચારો વિના મુલ્યે, સસ્તા ભાવે પશુઓને ખવડાવવા પૂરતા પ્રમાણમાં મળી રહે તેથી નકામી ગૌચરોની જમીન નવસાધ્ય કરી ઘાસચારાનું ઉત્પાદન કરવાની યોજના માટે ખર્ચ આપવામાં આવે છે. જેથી દૂધ ઉત્પાદન વધારી શકાય. પશુપાલકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારી શકાય. ગૌચર જમીનમાંથી બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરી જમીન સમતળ કરવી પડે છે. પછી ખેડ કરી બિયારણથી ઘાંસનું વાવેતર કરી તારવી વાડ કવાનું હોય છે.

કેટલી રૂપિયા મળે

પ્રતિ હેક્ટર રૂ.૧ લાખ ૨૦ હેક્ટર સુધી રૂ.૨૦ લાખ સહાયની મળે છે. ખાસ કિસ્સામાં ૪૦ હેક્ટર સુધી ગૌચર સુધારણા માટે રૂ. ૪૦ લાખ સહાય આપવામાં આવે છે.

બુદ્ધીજીવી સંઘનો આરોપ

ગુજરાત સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગાય માતાના નામે ગૌચર સુધારણા યોજના હેઠળ કોઈ જાતની કામગીરી વિના જ 50 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઘાસચારો, ગૌચર સમથળના બિલો કામ વિના જ ચૂકવી દેવાયા છે. આરટીઆઈમાં મળેલી માહિતી આધારે ભારતીય બુદ્ધિજીવી સંઘ, ગૌરક્ષા અભિયાન સમિતિએ આ પ્રકારનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

ગૌચર અભિયાન સમિતિનો દાવો

ગૌરક્ષા અભિયાન સમિતિએ દાવો કર્યો છે કે, 250 ગામોની ગૌચરની જમીન વિકાસ માટેનું ૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચરાયું છે. રૂ15 લાખથી રૂ.40 લાખ સુધીની સહાય કોઈ પણ જાતની કામગીરી વગર બારોબાર ચુકવવામાં આવી છે. ગૌરક્ષા અભિયાન સમિતિએ ૨૫૦ ગામો પૈકી આરટીઆઈ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના 17 ગામો પૈકી દરેક ગામની માહિતી મેળવવામાં આવી છે. 

જૂનાગઢમાં કૌભાંડ

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાતળા ગામના મહિલા સરપંચને ગૌચર સુધારણા યોજના હેઠળ રૂ.15 લાખના તમામ ખોટા બિલો ઉધારવાના કેસમાં એસીબીને તપાસ સોંપાઈ છે.

વડોદરા

વડોદરાની દિપક ફાઉન્ડેશન ગૌચર સુધારણા યોજનાનું મૂલ્યાંકન કરે છે. જેણે આંખ આડા કાન કરી ગેરરીતિ થવા દીધી છે.

ગૌચર કૌભાંડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા, ફતેપુરા અને ટંકારીયા ગામમાં અને જામનગરના માંડાસણ, ઉદેપુર અને વસંતપુરમાં નાણાં ચૂકવાયા છે. ભાણવડ તાલુકામાં લીલાપુર નામનું કોઈ ગામ નથી છતાં તે ગામના ગૌચર સુધારવા માટેના બિલ બનાવી ચૂકવણી થઈ છે. ભાણવડના ચોખંડા ગામ ખાતે ખોટા સરવે નંબરમાં કામ થયું છે. જામજોધપુર તાલુકામાં જયવડવાળા નામનો એગ્રો નથી છતાં એગ્રોના નામે ચૂકવણી થઇ છે.

જીવાપર ગામમાં કૌભાંડ

કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીઆના વિસ્તાર જામનગરનાં જીવાપર ગામે 2017માં રૂપાણી સરકારમાં ગૌચર જમીન સુધારણાના નામે રૂ.23 લાખનો ખર્ચ પાડવામાં આવ્યો હતો.  જીવાપર ગ્રામ પંચાયતે ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર ગૌચરની જમીન સમથલ કરવા બુલડોઝર ભાડે લીધું હતું. ગ્રામ પંચાયતે એક દિવસમાં 32 કલાક ચલાવ્યું હતું. એક દિવસ 24 કલાકનો હોય છે. અહીં 36 કલાકના બિલ મૂકી દીધા હતા. તલાટી-મંત્રી અને સરપંચે રૂ.3.18 લાખ આપી દીધા હતા. અને ગૌચર નિગમે તે મંજૂર કરી દીધા છે. સરપંચ પી.ડી. પરમારે જાહેર કરી કૌભાંડ દબાવવા કહ્યું કે એક નહીં બે બુલડોઝર હતા. પણ ગૌચરની જમીન પર તો કોઈ કામ થયા નથી. જેમાં રૂ.23 લાખની બિલ સરકારે ચૂકવી દીધા છે. જેમાં જેસીબી, ટ્રેક્ટર, તારફેશન્સિંગ, થાંભલા, મજૂરોના  બિલ અને માટીનાં પાળા બાંધવાનું બિલ સરકારે ચૂકવી દીધા હતા. સ્થળ પર કામ થયું નથી. રૂ.200ની સિમેન્ટની એક થાંભલીનો ભાવ રૂ.400 ગણીને 485 થાંભલીઓનું બીલ રૂ.1.94 લાખ છે. થાંભલી ઊભી કરવા એક વ્યક્તિને દિવસના રૂ.300 મજૂરી આપી છે. નિયમ પ્રમાણે વાઉચર પર સરપંચ અને તલાટીની સહીઓ જરૂરી છે, સરપંચની સહીથી બીલ પાસ કરી દેવામાં આવ્યાં હતા. રૂપાણી સરકારે તપાસ કરી નથી.

અમરેલીનું કૌભાંડ

,૦૮,૯૧,૨૬ની ગ્રાન્ટમાંથી લીલીયા તાલુકાના ભીંગરાડ ૧૫ લાખ નાના કણકોટ ૭.૫૦ લાખ, સનાળીયા ૧ર લાખ, ભોરીંગડા ૯.૬૦ લાખ સાજણટીંબા ૧૧.૪૦ લાખ ભેસાણ ૧૧.૮૮ લાખ બવાડી ૧૧.૯૯ લાખ સલડી ૧૦.૩૪ લાખ વાઘણીયા ૬.૮૮ લાખ બવાડા ૩.૫૭ લાખ, આંબા ૧.૯૬ લાખ, અંટાળીયા ૧.૯૧ લાખ, કુતાણા ૬ લાખ ટુ ખારા ૨૫ લાખ, પીપળવા ૭.૩૪ લાખ ભેંસવડી ૪.૪૨ લાખ નીત્રોડા ૬.૮૮ લાખ, લોકા ૪.૮૧ લાખ તેમજ લાઠી તાલુકાના લાઠી ગામે ૬.૬૭ લાખ, ધુફણીયા ગામે ૨૦ લાખ, સુવાગઢ ૧૫ લાખ, ધામેલ ૧૫ લાખ, હાવતડ ૧૦.૨૩ લાખ, શાખપુર ૭.૭૮ લાખ, ખાંભા તાલુકાના ધુંધવાણા ગામે ૧૫ લાખ, સમઢીયાળા ટુ ર ગામે ૪.૫૬ લાખ, બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે ૭૦ લાખ, ધારી તાલુકાના પાણીયાદવ ગામે, ૧૧.૪૯ લાખ અમરેલી તાલુકાના કેરીયાનાગરા ગામે ૯.૯૮ લાખ નાના માચીયાળા ગામે, ૯.૩૮ લાખ, બાલાપુર ગામે ૮.૫૧ લાખ, કુંડલા તાલુકાના જાબાળ ગામે ૧૫.૦૦ લાખ અને રાજુલા તાલુકાના હિંડોરણા ગામે ૯.૯૮ લાખના આમ કુલ ૩૩ ગામો અમરેલી જીલ્લાના રૂ. ૩ કરોડ ઉપરના ગૌચરના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે.

કચ્છમાં શું

ગૌચર વિકાસ સાથે નવપલ્લવિત કરવા પ્રતિ હેકટર રૂ. ૭૫ હજાર આપવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને 21 જૂલાઈ 2019માં જાહેર કર્યું હતું.

જમીન કૌભાંડ થયું છે

12 માર્ચ 2018મા ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરાયું હતું કે, રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 4.72 કરોડ ચોરસ મીટર (4724.92.03 હે.આરે.પ્ર.) ગૌચરની ગાયોની જમીન પર દબાણ છે. આમ માત્ર 6 વર્ષમાં જ 4.7 ગણા એટલે કે 470 ટકા દબાણો વધી ગયા છે. દબાણ થયેલી જમીનની કિંમત રૂ. 1400 કરોડ જેટલી થઈ શકે છે. બે વર્ષમાં સૌથી વધુ ગૌચરના દબાણો રાજકોટ જિલ્લામાં થયા છે. આ અત્યંત ગંભીર બાબત છે. જેમાં અબજો રૂપિયાની જમીન પડાવી દેવાનું રાજકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તેના પરથી જોઈ શકાય છે.

 [:]