[:gj]ગાઈકા કિંજલ દવે ચાર બંગડીમાં કેમ અટવાઈ રહી છે, જાણો પૂરી વિગત [:en]Karthik Patel has filed a lawsuit against Kinjal Dave in Ahmedabad city civil court over the copyright of the song[:]

[:gj]રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલતે નોટિસ પાઠવી છે.

આ અંગે વિગતો એવી છે કે, ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપીરાઇટ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મામલે ફરીવાર કોર્ટમાં ખુલાસો કરવો પડશે. આ મામલે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ થયો હતો. આ સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું ફરમાન કર્યું હતું.

અગાઉ કોમર્શિયલ કોર્ટે આપ્યો હતો સ્ટે

ઓસ્ટ્રેલિયાના ગાયક કલાકારની દલીલ બાદ અગાઉ કોમર્શિયલ કોર્ટે કિંજલને આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને કોર્ટના આદેશને આધીન કિંજલે આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવાનું બંધ કર્યું હતું તથા યૂ-ટ્યૂબ પર અપલોડ કરાયેલા આ ગીતોની તમામ સામગ્રી પણ હટાવી દેવાઈ હતી. જે તે વખતે કિંજલે એવું કહ્યું હતું કે, આ ગીત સ્ટૂડિયોની યૂ-ટ્યૂબ ચેનલ દ્વારા અપલોડ કરાયું હતું. જોકે, 2019ની શરૂઆતમાં કિંજલની અરજી બાદ ગુજરાતની વડી અદાલતે રાહત આપી ગીત ગાવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.

કાર્તિક પટેલની દલીલ

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે આ ગીત પર કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટનો દાવો કર્યો હતો. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.

જાન્યુઆરીમાં પણ વિવાદ થયો હતો

23 જાન્યુઆરી 2019માં કાર્તિક નામના યુવકે કોપીરાઇટનો દાવો કરતા કિંજલ દવેનું ચાર બંગડીવાળા ગીત અંગે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાય હતી. ઓસ્ટ્રેલિયાના  કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે ચાર બંગડીવાળા ગીત બાબતે કોપીરાઈટનો દાવો કરતા કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ  દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો હતો કે, આ ગીત  હવે કોઈને પણ ન વેચવામાં આવે. આ કેસની સુનાવણી આજે હાથ ધરાશે. કિંજલ દવેના પ્રખ્યાત ગીત ‘ચાર બંગડીવાળી ગાડી’ સામે મૂળ ગુજરાતી પણ ઓસ્ટ્રેલિયાના  વતની એવા કાર્તિક પટેલે કરેલી અરજી પર  સુનાવણી છે. અમદાવાદની કમર્શિયલ કોર્ટમાં આ કેસની સુનાવણી થશે.

કાર્તિક પટેલનો દાવો

કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા  કાર્તિક પટેલનો દાવો છે કે, આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. અરજી સંદર્ભે કોર્ટે  આ ગીતને યૂ ટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવાનો અને જાહેર કાર્યક્રમમાં આ ગીત પર પરફોર્મ નહીં કરવાનો આદેશ અગાઉ જ કરી દીધો  છે. ત્યારે કોપી રાઈટ ભંગના આ કેસમાં કિંજલ દવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે 2016માં આ ગીત આવ્યા બાદથી જ કિંજલ દવેને સ્ટારડમ મળ્યું  હતું. અરજી કરનારા કાર્તિક પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ લડાઈ આર્થિક વળતરની નહીં પણ ઓળખ માટેની છે.

કાર્તિક જામનગરના વતની

કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કરનારા કાર્તિક પટેલ મૂળ જામનગર જિલ્લાના વતની છે. તેણે જામનગરની એમપી શાહ કૉમર્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા તેણે ગુજરાતની એક આઈટી કંપનીમાં કામ કર્યુ હતું. વર્ષ 2000માં વધુ અભ્યાસ અર્થે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ગયા હતા. શરૂઆતમાં તેણે પોતાનો ખર્ચ કાઢવા ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવી હતી. આ જ સમયગાળા દરમિયાન સંગીત પ્રત્યે તેને આકર્ષણ જાગ્યું હતું.

2016માં કાર્તિકે ગીત ગાયુ

કાર્તિક પટેલે ચાર બંગડીવાળી ગીત લખી ગાયું, પછી 2016માં તેને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ હતું. આ ગીતનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયું હતું. પણ આ ગીત અપલોડ થયાના થોડા સમયમાં કિંજલ દવેએ આ જ ગીત અલગ અંદાજમાં ગાઈને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ. યૂ ટ્યૂબની ડિજીટલ ટીમનું સૂચન હતું કે, જે દેશમાં કોપીરાઈટનો ભંગ થયો હોય ત્યાંની કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. ત્યારબાદ કાર્તિક પટેલે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં કિંજલ દવે સામે કોપીરાઈટ ભંગનો કેસ કર્યો હતો.

મનુ રબારી ગીતકાર હોવાનો દાવો

કિંજલ દવેનો દાવો છે કે આ ગીત મનુ રબારીએ લખ્યું છે. ખાસ વાત એ છે કે ચાર બંગડીવાળી ગાડી ગીતની મારવાડી અને અન્ય ભાષાઓમાં પણ નકલ કરવામાં આવી છે. કાર્તિક પટેલ આગામી દિવસોમાં અન્યોને પણ કાયદાકીય રીતે પડકારવા માંગે છે.[:en]Starting on Sunday, Gujarati singer and Kinjal Dave, who has recently joined the BJP, is once again stuck in a copilot case. Kinzal Dave has been in controversy over the four-wheeled carriage song. Australian singer-songwriter Karthik Patel has filed a lawsuit against Kinjal Dave in Ahmedabad city civil court over the copyright of the song. The court has given notice after the preliminary hearing. Details are that the Australian Gujarati singer Karthik Patel has again filed a suit in the city civil court for copyright in the song. Now in the coming days, Kingel Dave will have to re-open the matter in court.

The case was earlier filed in a commercial court. At this time, the court had ordered the court to file a case in the appropriate court. The advance commercial court ruled that Kinzal had earlier banned Kinjal from singing the song after Stoostralia’s singing artist argued. And under the court’s order, Kinzel stopped singing the song in public events, and all content on these songs, which was uploaded to YouTube, was removed. As Kingel had then said, the song was uploaded by the studio’s YouTube channel. However, after Kinjal’s plea in early 2019, the Gujarat High Court lifted the ban on singing the song in relief.

He has said that he has written and sung this song. Of which Kingel Dave has copied. The applicant’s company has submitted under the Copyright Act that the video he made was uploaded to YouTube in the year 2016. A month after that, Kinjal Dave made the changes to the song. The controversy was also held in January. A young man known as Kathiawadi King of Australia has been banned by a commercial court claiming copyright on a four-bangle song and ordered Kinjal Dave not to sing it in any commercial program and removed it from the Internet. The court ordered that the song be no longer sold to anyone. The trial will be held today. The original Gujarati is also hearing against Kinjal Dave’s famous song ‘Char bangled gadi’ on a petition filed by Karthik Patel, a native of Australia. The case will be heard in the Commercial Court of Ahmedabad. Kartik Patel claims Karthik Patel, known as Kathiawadi King, claims that he has written this song.

But Kingel Dave has sung in his own name, making two or four changes to the song. In connection with the petition, the court has already ordered that the song be removed from the social media platform, including YouTube, and not to be performed in a public event. Kingel Dave may be in trouble in this case for copyright infringement. Because since the song came out in 2016, Kingel Dave has received stardom.

Applicant Karthik Patel said in a statement that the fight was not for economic compensation but for identification. Kartik Patel, who applied for copyright against Karnikal Dave, a native of Kartik Jamnagar, is originally from Jamnagar district. He graduated from Shah Commerce College, Jamnagar. Prior to moving to Australia, he worked in an IT company in Gujarat. In 2000, Karthik Patel moved to Australia for further study. Initially, he drove a taxi to Australia to cover his expenses.

It was during this period that he attracted a lot of interest in music. In 2016, Karthik wrote the lyric vocalist Patel with four bracelets, then uploaded it to YouTube in 2016. The song was shot in Melbourne, Australia. But shortly after this song was uploaded, Kingel Dave sang the same song in a different style and uploaded it to YouTube. YouTube’s digital team suggested that a court order in a country where copyright infringement be infringed. Subsequently, Karthik Patel filed a copyright infringement case against Kinjal Dave in a local court in Ahmedabad. Kinjal Dave, who claims to be a Rabari songwriter, claims that the song was written by Manu Rabari. Of particular importance is that the four-bangled carriage has been copied in Marwari and other languages. Kartik Patel wants to challenge others legally in the coming days.[:]