[:gj]ગુતરાતમાં મોદીના વિવાદી ભાષણ અંગે વાંધો ઉઠાવ્યો તો આવક વેરાની નોટિસ [:]

[:gj]અખબારો, ટીવી ચેનલો, કેટલાંક ન્યાયાધિશો, અધિકારીઓ, સરકારની સ્વતંત્ર સંસ્થાઓ પર કેન્દ્રની ભાજપની સરકારે કબજો કરી લીધા બાદ હવે ચૂંટણી કમીશ્નરને લક્ષ્ય બનાવીને તેમની સામે આવક વેરા વિભાગ દ્વારા પરેશાન કરવામાં આવતાં હોવાનો આરોપ છે.

આવકવેરા વિભાગે હરિયાણાનાં અધિક મુખ્ય સચિવ અને નાણાકીય કમિશનરને પત્ર લખ્યો છે. હરિયાણા સરકારને ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં પરિવાર દ્વારા સ્ટેમ્પ ડ્‌યુટી ચોરીની તપાસ કરવા કહ્યું છે. અશોક લવાસાની પત્ની નોવેલ લવાસાએ ગુડગાંવમાં એક એપાર્ટમેન્ટ તેની બહેન શકુંતલા લવાસાને ટ્રાન્સફર કરવાના મામલામાં કથિત રીતે ૧૦ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્‌યુટી ચોરી કરી છે.

મેં રૂ.10 લાખ ચૂકવ્યા છે

અશોક લવાસા અને તેના પરિવારનાં સભ્યોએ સ્ટેમ્પ ડ્‌યુટી ચોરીનાં આરોપોને નકારી દીધા છે. શકુંતલા લવાસાએ જણાવ્યું હતું કે, કાયદા પ્રમાણે તેણે ૧૦,૪૨,૨૨૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્‌યુટી ચૂકવી છે. વળી, અશોક લવાસાએ આ કેસમાં કહ્યું છે કે, સ્ટેમ્પ ડ્‌યુટીની કોઈ ચોરી થઈ જ નથી અને નિયત દર પ્રમાણે તે જવાબદાર વ્યક્તિ દ્વારા તેની ચૂકવણી કરવામાં આવી છે.

મને બદનામ કરાય છે

લવાસાએ જણાવ્યું હતું કે, તપાસનાં બહાને આખા મામલામાં તેના પરિવાર અને તેની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરુગ્રામની ચાર માળની બિલ્ડિંગનો પ્રથમ માળ શકુન્તલા લવાસાને ૧.૭૩ કરોડમાં વેચી દીધો છે.  નોવેલ લવાસાએ સંપત્તિનાં આ વેચાણ પર કોઈ કર ચૂકવ્યો નથી.

મોદીને ક્લિનચીટ આપી ત્યારથી સરકાર વેર લે છે

2014ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આપેલા ભાષણના વિવાદીત નિવેદનો 6 મામલામાંથી કોઇ પણ ચૂંટણી ભંગ – કોડના ઉલ્લંઘનનો દોષી ગણ્યા નહતા. આ મામલે ક્લીનચિટ આપવામાં આવી હતી. ત્યારે લવાસે વાંધો લીધો હતો. લવાસાના નિર્ણયને રેકોર્ડ કરવામાં આવ્યો નહતો. ચૂંટણી પંચે પીએમ મોદીને ચૂંટણી પંચની ત્રણ સભ્યોની કમિશનમાં મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા અને 2 ચૂંટણી અધિકારી અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સામેલ હતા. ત્યારથી વેર લેવામાં આવી રહ્યું છે.

અશોક લવાસાએ 4 મે 2019માં કહ્યું હતું કે , ‘જ્યારથી અલ્પમતને રેકોર્ડ કરવામાં નથી આવ્યો ત્યારથી લઇને મને કમિશનની મીટિંગથી દૂર રહેવા માટે દબાણ બનાવવામાં આવ્યુ. આ મામલે બીજા કાયદાકીય રીત પર વિચાર કરીશુ,મારા કેટલાક નોટ્સમાં રેકોર્ડિંગની પારદર્શિતાની જરૂર માટે કહેવામાં આવ્યુ છે’ આ પત્રને મેળવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ અશોક લવાસા સાથે મીટિંગ બોલાવી હતી.

ગુજરાતમાં 21 મે એ આપવામાં આવેલા ભાષણ મામલે ક્લીન ચિટ આપી દીધી હતી, આ નિર્ણય પર લવાસાએ અસહમતી બતાવી હતી.

કોંગ્રેસે મોદી સરકાર પર સાધ્યુ નિશાન

કોંગ્રેસે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે જ્યારે ચૂંટણી મોદી-શાહ જોડીને ક્લીનચિટ આપવામાં વ્યસ્ત હતું ત્યારે લવાસાએ કેટલીક વખત અસહમતી વ્યક્ત કરી હતી’ સુરજેવાલાએ દાવો કર્યો, ‘સંસ્થાગત ગરિમા ખરડાવવી મોદી સરકારની વિશેષતા છે, સુપ્રીમ કોર્ટના જજ સાર્વજનિક રીતે નિવેદન આપે છે, રિઝર્વ બેન્કના ગવર્નર રાજીનામુ આપે છે, સીબીઆઇના ડિરેક્ટરને હટાવી દેવામાં આવે છે, સીવીસી નબળો રિપોર્ટ આપે છે, હવે ચૂંટણી પંચ વેચાઇ રહ્યું છે.’ સુરજેવાલાએ સવાલ કર્યો કે શું ચૂંટણી પંચ લવાસાની અસહમતિને રેકોર્ડ કરીને શરમથી બચશે?[:]