[:gj]ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ[:]

[:gj]ગાંધીનગર, તા.06

ગણપતીના લાડુ ભેળસેળ વાળા બની રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીક જેઠીપુરા અને વલાદ ગામમાં દરોડા પાડી નકલી માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડૂપ્લિકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માવામાં ટેલકમ પાવડર હોવાનું સામે આવ્યું છે. જોકે, નમુના પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નકલી માવો અમદાવાદ શહેરમાં મીઠાઈની દુકાનોમાં આપવામાં આવતો હતો જ્યાં ગણપતીના લાડુ બનતા હતા. માવો તહેવારોમાં બનાવાતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આવી ભેળસેળ ભારતના ભાગલા વખતે પાકિસ્તાનથી આવેલા હિંદુઓ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. તેઓ હિજરતી હતા તેમને ગુજરાતના લોકોઆ આશ્રય આપેલો હવે તેઓ જ ગુજરાતના લોકોના પેટમાં ઝેર નાંખીને ઘીમા મોત તરફ તેઓ ધકેલી રહ્યાં છે.

ખોરાક કમિશ્નર શું કહે છે ?

ખોરાક અને ડ્રગ્ઝ કમીશ્નર હેમંત કોશિયા કહે છે કે, ગાંધીનગરમાંથી 500 કિલો ટેલકમ માવો કે બરફીમાં વાપરવાનો હતો તે પકડી પાડ્યો છે. જેમાં 4 ટન બરફી હતી. હવે લોકો માવાના નામે બરફી બનાવે છે જેમાં કાયદાની છટકબારી શોધે છે. તેથી લોકોએ હવે બરફી ખાવાની બંધ કરી દેવી જોઈએ, કારણ કે તેમાં વ્યાપક ભેળસેળ થઈ રહી છે. જે માવો વેચતા હતા તે હવે માવાના નામે બરફી વેચવા લાગ્યા છે. માવાના નમુના મોટા પ્રમાણમાં ફેઈલ થતા હતા. તેઓ બરફી વેચવા લાગ્યા છે. જે લોકો પહેલાંથી શુદ્ધ માવો જ વેચતા હતા તેઓ હજુ વેચે છે.

તેમાં કેમિકલ નાંખે છે. ગઈકાલે લેબમાં નમુના મોકલ્યા હતા જેમાં ટેલકમ પાઉડર મળી આવતાં દરોડા પાડવામાં આવ્યા હતા. દર વર્ષે ખોરાકના 14 હજાર નમૂના લેવામાં આવે છે જેમાં 6થી 7 ટકામાં ભેળસેળ પકડાય છે. જેમાં માવો અને બરફી પણ હોય છે. જેમાંથી 1 ટકો જે અનસેફ છે. જે માણસના મોતનું કારણ બને છે. અનસેઈફ માવો છે, દૂધમાં યુરીયા ક્રીમીનલ કેસ થાય છે.

માવો કે બરફી જીવન સામે ખતરો

ગાંધીનગરના ફૂડ અને સેફ્ટી વિભાગના અધિકારીએ આપેલી વિગતો સનસનાટીપૂર્ણ છે. તેમના રેકર્ડમાં આવા અનેક બનાવો નોંધાયા છે. જે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને મોકલવામાં આવ્યા છે. ડેરી પ્રોડક્ટ પૈકી સૌથી વધુ ભેળસેળ ઘી-માવા-બરફીમાં સામે આવી છે. ઘીમાં ફેટ વધારવા વનસ્પતિ ઘીનો મોટા પાયે વપરાશ થાય છે. વપરાશકારોને ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો, આંતરડામાં ઈન્ફેક્શન, ટાઈફોઈડ, કોલેરા, લાંબા ગાળે કેન્સર થવાની શક્યતા રહે છે.

હાનિકારક બરફી અમદાવાદથી મુંબઈ મોકલાય છે

મુંબઈના એફડીએ અધિકારીઓએ ગયા વર્ષે 17,552 કિલોગ્રામ સ્પેશિયલ બરફીનો માલ કબજે કર્યો હતો. આ મીઠાઈ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ મોકલવામાં આવી હતી. બરફીને એવી જોખમી હાલતમાં મુંબઈ લાવવામાં આવી હતી કે એ ખાનારનું આરોગ્ય બગડી જાય તેમ હતું. મુંબઈમાં ગણપતી ઉત્સવ પૂરજોશમાં હોય છે અને હજારો ટન લાડુ પ્રસાદી તરીકે આપવામાં આવે છે.

70 ટકાથી વધુ મિલ્ક ફેટ હોવી જોઈએ

નક્કી કરેલા માનાંકો પ્રમાણે માવામાં 70 ટકાથી વધારે મિલ્ક ફેટ હોવું જરૂરી છે. મશીનથી માવામાં રહેલું ફેટ બતાવે છે. મીઠાઈમાં જોખમી રંગો અને કેમિકલના ભેળસેળની આશંકા પર તપાસ કરવામાં આવે છે.

5 લાખનો દંડ

મીઠાઈમાં ભેળસેળ જોવા મળે તો તે કંપનીને રૂ. પાંચ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. ખરાબ મીઠાઈ વેચવામાં અથવા તેમાં કોઈ પ્રકારનું જીવડું જોવા મળે તો તે મીઠાઈનો નાશ કરવો અથવા સજા આપવાનો પણ કાયદો છે.

રાજયમાં એકી સાથે ૧૫૦ સ્થળે દરોડા પડયા

છેલ્લા નાણાંકીય વર્ષમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, ભુજ સહિતના વિસ્તારોમાંથી અઢીસોથી વધુ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં માવાની ભેળસેળ 23 ટકા હતી.  ચિંતાની બાબત એ છે કે લોકોને હવે બધું જ નકલી અને ભેળસેળીયું મળી રહ્યું છે.

લોકોની નસેનસમાં ભેળસેળ છે. સિન્થેટીક દૂધનો વેપાર છાતી ખોલીને લોકો કરી રહ્યા છે. તેમાંથી જ માવો અને મીઠાઈ બને છે. ગુજરાતમાં દૂધની ગુણવત્તા નબળી બની છે. સફેદ દૂધના આ કાળા કારોબારની ક્રૂર કહાની લોકોના આરોગ્ય માટે અત્યતં જોખમી છે.

દૂધમાં એમોનીયમ સલ્ફેટ, યુરિયા, માલ્ટો ડેકસ્ટ્રીન, પાણી અને સુક્રોઝની ભેળસેળ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. સિન્થેટીક દૂધ બનાવવા માટે અલગ અલગ ટાઈપના શેમ્પુનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે.  જેમાંથી માવો બને છે.

કાં દૂધ છોડો, કાં દુનિયા છોડો

ગાંધીનગરના આરોગ્ય ખાતાનો સ્ટાફ દરોડાના નાટકો થયા કરશે. આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે દરેક અભિયાન થોડાક દિવસ ચાલે છે. પાછા કારીગરો ભેળસેળના કામે લાગી જાય છે. દૂધ પીનારે ખુદ પોતાના જોખમે જીવી લેવાનું છે.

ભેળસેળ યુક્ત મીઠાઇથી કેન્સર પણ થઇ શકે

ભેળસેળયુક્ત મિઠાઇ ખાવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ શકે છે. આવી મિઠાઇ ખાવાથી ફૂડ પોઇઝનીંગ થઇ શકે છે. જેની અસરથી ઝાડા, ઉલ્ટી જેવી ઘટનાથી મૃત્યુ થવાની પણ શક્યતા છે. બજારમાં કેમિકલ તથા સુગંધ માટે ઘણીવાર પ્રતિબંધાત્મક રસાયણ નંખાય છે. જેથી ચામડીના રોગ, તથા પાચનતંત્ર નબળું થવાની શક્યતા છે. મિઠાઇમાં જે ચાંદીની વરખ ચડાવવામાં આવે છે તે ઉપરાંત અમુક વેપારીઓ તેમાં એલ્યુમિનિયમ ભેળવી દે છે. તે ખાવાથી કેન્સર જેવી ભયાનક બિમારી થવાની પણ શક્યતા છે.

14 દિવસે અહેવાલ

માવો, રવો, મેંદો, બેસન કે ખાદ્ય તેલમાં કરવામાં આવતી ભેળસેળને પકડવા માટે તથા એમાંથી તૈયાર થયેલી મીઠાઈના નમૂનાઓ લૅબમાં મોકલ્યા બાદ એનો રિપોર્ટ ૧૪ દિવસ પછી આવે છે. ત્યાં સુધીમાં તો હજારો ટન માવો ખવાઈ જાય છે. તો લૅબોરેટરીનો કોઈ અર્થ રહેતો નથી.

નાના શહેરોમાં લાટો બને માવો

અંદાજે આઠેક મહિના પહેલાં વાંકાનેર નગરપાલિકા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી દૂધ, દહીં, ઘીનું નકલી વેચાણ કરતા વેપારીઓ રંગે હાથ ઝડપાયા હતા. જેમાં પણ તંત્ર દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ થયા હતા. વાંકાનેરનો માવો પ્રખ્યાત છે. અમુક મીઠાઇના વેપારીઓ દ્વારા પ્રખ્યાત માવાની આડમાં બહારથી કેમિકલ યુક્ત લાટો – મોરબીનો માર્બલનો સારીમીકનો માલ લાવી મિઠાઈ બનાવી ગુજરાતની પ્રજાને ખવડાવે છે. મીઠાઈમાં વપરાતો આ લાટો માણસો માટે ધીમું ઝેર છે. વાંકાનેર શહેરમાં રોજ હજારો કિલો ઝેરી કેમિકલ યુક્ત લાટો ઉતરે છે જે મીઠાઈ(ઝેર) સ્વરૂપે નાગરિકોના પેટમાં ઠલવાય છે. લાટાની બનાવટની મિઠાઈઓ બાર કલાક બાદ ઝેર સમાન બની જાય છે.

22 ડેરીના 80 ટકા નમૂના નાપાસ

અગાઉ અમદાવાદમાં 22 ડેરીઓમાં લેવાયેલા 40 નમૂના પૈકી 80 ટકા નમૂના લેબ ટેસ્ટમાં ફેલ સાબિત થયા હતા. ડેરીઓમાં મળતા માવા, માખણ, પનીર, ઘીમાં ફંગસ મળી આવ્યા, ઘીમાં ફેટ વધારવા ડાલડા ઘીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું. કેટલીક ડેરીઓમાં બટરમાં સૂક્ષ્‍મ જવાણુઓ પણ મળી આવ્યા.

કેન્સર માટે તૈયાર રહો

દેશમાં કુલ દૂધ અને દૂધની બનાવટમાં 68 ટકા ભેળસેળ હોવાનું ખાદ્ય નિયામક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 21 સપ્ટેમ્બર 2018એ જાહેર કર્યું હતું. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં 18 ટકા ફાળો ભારતનો છે. વોલ્યૂમની દૃષ્ટિએ દેશમાં દૂધ ઉત્પાદન 14.6 કરોડ ટન છે. જેમાં 60 ટકા જથ્થામાં ભેળસેળ થાય છે. દૂધના ઉત્પાદનોમાં સામાન્ય રીતે ડિટરજન્ટ, સફેદ પેઈન્ટ, કોસ્ટિક સોડા અને રિફાઈન્ડ તેલની ભેળસેળ થાય છે. યુરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ અને ફોરમેલિન (બગાડ કે કોહવાણ રોકનારા જંતુવિનાશક ગેસનું પાણી સાથેનું મિશ્રણ)નો સમાવેશ કરવામાં આવે છે. જેથી દૂધની જાડાઈ ટકી રહે અને સંબંધિત મીઠાઈ કે ઘી લાંબા સમય સુધી ખરાબ થાય નહીં. ગુજરાતમાં દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવાના કારણે 2025 સુધીમાં 87 ટકા નાગરિકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ શકે છે. જેમાંથી માવો કે બરફી બને છે.

પોણા કરોડનું ઘી પકડાયું

સુરેન્દ્રનગરના થાન નજીક ગુગરિયાળા ગામની હદમાં શિવ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના માલિક રાજેશ ચાવડા છે, નકલી ઘી દરોડા પાડી રૂ. પોણા કરોડની કિંમતનો માલ 16 જુલાઈ 2018માં કબજે કરાયો હતો. મશીનરી અને નકલી ઘીનો જથ્થો, માખણ, પામોલિન તેલ, વાંધાજનક સામાનના ડબા, બેરલો સહિત રૂ. 77 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. રૂ. 450ના ભાવે નકલી ઘી વેચાતું હતું. નકલી ઘીનો કારોબાર 4 વર્ષથી ચાલતો હતો. 250 ગ્રામથી લઈને 15 કિલોના ડબ્બાનું પેકિંગ મળતું હતું. જ્યાં બરફી અને માવો પણ વેચાય છે.

કૃષ્ણ ભૂમિ દ્વારકા પણ બાકાત નહીં

કૃષ્ણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં દેશનું મોટું ઘી બજાર છે. ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં કોઈ દૂઝણા પશુ ના હોવા છતાં પણ દૂધનો મોટો ધંધો ચાલે છે. નકલી દૂધમાંથી નકલી દહીં, નકલી છાસ અને નકલી ઘી બને છે. અગાઉ ખંભાળીયામાં શુદ્ધ ઘી પ્રખ્યાત હતું, હવે નકલી ઘી માટે કુખ્યાત છે. નકલી ઘી બનાવી તેમાં એસન્સ નાખી નાગરવેલના પાન ગરમ કરીને તેને નકલી ઘી બનાવી દેવામાં આવે છે. 50 રૂપિયાનું ઘી એક કિલોના રૂ. 500થી 600ના ભાવે વેચાય છે.

પલ્લીમાં પણ નકલી ઘી

પલ્લીમાં દેશી ઘી ચઢાવવાની પરંપરા છે. વર્ષે 15 લાખ લોકો આવે છે અને 6 લાખ લિટર ઘી ચઢાવે છે. જેની કિમત રૂ. 20 કરોડ થાય છે. આ સમયે દેશી ઘીના નામે નકલી ઘી વેચનારાઓની હાટડીઓ ખૂલી જાય છે. એવું જ અમદાવાદમાં નકલી ઘીના 2018 ફેબ્રુઆરીમાં 70 ડબ્બા કબજે કરાયા હતા.

500 કિલો ઘી પકડાયું

જામનગર સીટી-A ડિવિઝનના વિસ્તારમાં આવું જ એક નકલી ઘી બનાવવાનું કૌભાંડ 9 ઓક્ટોબર 2018ના રોજ બન્યું છે. જામનગર પોલીસે દરોડા પાડીને પાંચ સ્થળે 500 કિલો નકલી ઘી પકડી પાડ્યું છે. 1200 લિટર દૂધ અગાઉ પકડાયું હતું. હારુન ઓસમાણ અને અમીન હારુન ડેરી ચલાવતો હતો. રૂ. 2.62 લાખની કિંમતનો 528 કિલો નકલી ઘીનો માલ પકડાયો છે. 44 કીટલા, પામ તેલ 7 ડબ્બા, વનસ્પતિ ઘીના 19 ડબ્બા પકડાયા હતા.

દૂધની ડેરીથી 1,229 કિલો નકલી ઘી પકડાયું

ચઢેલા મહેશ દૂધ કેન્દ્રમાંથી રૂ. 4.5 લાખની કિંમતનો 1,229 કિલો ઘીનો નકલી જથ્થો પકડાયો હતો. નવેમ્બર 2017માં આ ડેરીમાંથી ઘીના નમૂના લેવાયા હતા. જેનો અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ વેપારી મહેશ ભાનુ ઠક્કર સામે એજ્યુડિકેટિંગ ઓફિસર અને નાયબ કલેક્ટર દ્વારા કેસ ચલાવ્યા બાદ રૂ. 7 લાખનો દંડ કરાયો હતો. ઘીના જથ્થાનો ભૂજના નાગોર રોડના ડમ્પિંગ સ્થળે નાશ કરાયો હતો.

અમૂલ ઘીના નામે ભેળસેળ

29 નવેમ્બર, 2017 બનાસકાંઠા જિલ્લામાં ડિસામાં પોલીસે નકલી ઘી પકડી પાડ્યા બાદ પછીથી ડીસાના ચંડીસરમાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડો પાડતા પોલીસના હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. 600થી વધારે અમૂલ બ્રાન્ડના ઘીના ડબ્બા જોવા મળ્યા હતા. હેલ્થ નામની કંપનીનું ઘી બનાવતા હોવાનું માલિક દ્વારા જણાવાયું હતું. 27 ઓક્ટોબર, 2017માં રાજકોટમાં અનેક વખત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ નકલી, ભેળસેળીયું અમૂલ બ્રાન્ડનું નકલી ઘી વેચતા આજીડેમ પોલીસે મામા-ફઈના બે ભાઈઓને પકડ્યા હતા. 4 ફેબ્રુઆરી, 2018માં ધાનેરા તાલુકામાં ખાદ્ય તેલ અને ઘીમાં નકલી માર્કા લગાવી જાણીતી કંપનીના અખાદ્ય તેલ અને ઘી મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે. 15 કિલોના પેકમાં રૂ. 300નો ભાવફેર એક ગ્રાહકને લાગતા તેને શંકા ગઈ હતી. અગાઉ પણ આ રીતે ઘી પકડાયું હતું.

 [:]