[:gj]45 મીટરથી પહોળા રસ્તા પરના પ્લોટમાં સ્કાયલાઈનને છૂટ અપાઈ[:]

[:gj]અમદાવાદ,તા:૨૩   ગુજરાતના તમામ વિસ્તારો અને શહેરમાં 45 મીટરથી પહોળા રસ્તા પર મકાન ડેવલપ કરનારાને હવે 4ની એફએસઆઈ (ફ્લોર સરફેસ ઇન્ડેક્સ) આપવામાં આવશે. આ વિસ્તારમાં 90 મીટરથી ઊંચાઈનાં મકાનો પણ બાંધી શકાશે. આ જ રીતે 36 મીટરથી 44 મીટરની પહોળાઈવાળા રસ્તાઓ પર 3.6ની એફએસઆઈ આપવાની જાહેરાત કરાઈ છે મકાનોમાં આપવામાં આવતા જિમ અને ગાર્ડન સહિતની સુવિધાની જગ્યાને એફએસઆઈ માં ગણતરીમાં લેવામાં આવશે નહીં. જો કે આ જગ્યા તૈયાર કરીને બિલ્ડરે જે-તે સ્કીમના એસોસિસેશનને હવાલે કરી દેવાની રહેશે. જો કે જે-તે એરિયામાં મંજૂર થયેલી એફએસઆઈ કરતાં વધારાની એફએસઆઈ લેવામાં આવશે તે ચાર્જેબલ બનશે.

ગુજરાતમાં દરેકને ઘર અને તેમાંય ખાસ કરીને સસ્તાં અને સારી ગુણવત્તાવાળાં ઘર મળે તે દિશામાં બાંધકામ ઉદ્યોગ આગળ વધે તે માટે આ જાહેરાત મહત્ત્વની માનવામાં આવે છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં એકસમાન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર) અમલમાં મૂકી દેવાની આજે મુખ્યમંત્રીએ ક્રેડાઈ ગુજરાત દ્વારા યોજવામાં આવેલી ગ્રોથ એમ્બેસેડ સમિટ 2019માં જાહેરાત કરી હતી. ગુજરાતનાં 40 શહેરના 3000 જેટલા બિલ્ડર્સ અને ડેવલપર્સની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 50 માળથી પણ ઊંચા 100 માળ જેવા અને લોકો માત્ર મકાનોને જોવા માટે આવે તેવા મકાનો ડેવલપ કરનારા ડેવલપર્સ માટે અલગથી ચર્ચા કરીને આયોજન કરવાની પણ ખાતરી તેમણે આપી હતી.

નવા નિયમ મુજબ હવે 9 મીટરથી ઓછી પહોળાઈના રોડ પર DW-1, DW-2 પ્રકારના મકાનોની ઊંચાઈ 10 મીટરની જગ્યાએ 12 મીટર સુધી કરી શકાશે, તો રેસીડેન્સિયલ ઝોન-3માં એજ્યુકેશન-1 અને 2 માટે 0.9ની ચાર્જેબલ FSI સાથે કુલ 1.2 FSI મળવાપાત્ર રહેશે. તો હોલોપ્લિંથમાં ઈલેક્ટ્રિક મીટર રૂમ માટે 50 ચો.મી. એરિયાને FSIમાંથી મુક્તિ મળશે, જ્યારે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ, એર હેન્ડલિંગ યુનિટ, ફાયર ઈક્વિપમેન્ટ અને એર કન્ડિશનિંગ સિસ્ટમની જગ્યા FSIમાંથી બાદ મળવાપાત્ર થશે. આ મુદ્દે પેટ્રોલ પંપ, ફ્યુલિંગ તથા ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટેશન રોડના જંક્શનના સ્થળ પર એફએસઆઈમાં રાહત મળશે

15 મીટર સુધીની ઊંચાઈવાળાં મકાનો માટેના પ્લાનને ઓનલાઈન મંજૂર કરવાની વ્યવસ્થા દાખલ કરી દેવાઈ છે. તેનાથી ઊંચાં મકાનો માટે જીડીસીઆર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આગામી વર્ષોમાં તેના પ્લાન પણ ઓનલાઈન જ પાસ કરવાની વ્યવસ્થા અંગે વિચાર કરીને નિર્ણય લેવાશે. તેમણે કહ્યું હતું કે ટીપી જાહેર થયા પછી તેના અમલનો સમયગાળો અત્યારે બહુ જ લાંબો રહેતો હોવાથી વચ્ચેના સમયગાળામાં ઘણાં બાંધકામો થઈ જતા હોય છે. પરિણામે ટીપીને તેના અસલ સ્વરૂપમાં અમલમાં મૂકી શકાતી નથી. ટીપીને વ્યવસ્થિત અમલ થાય તે માટે ટીપીની પ્રોસેસનો સમયગાળો ટૂંકો કરી દેવામાં આવશે. તેને માટે નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે. જરૂર પડશે તો ઓર્ડિનન્સ બહાર પાડીને તેને માટેના નિયમો લાગુ કરી દેવામાં આવશે. ગુજરાતને આ વર્ષે અત્યાર સુધીમાં 73 ટીપી મંજૂર કરી દીધી છે, વર્ષના અંત સુધીમાં 125 ટીપી મંજૂર કરી દેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 2017 અને 2018ની મંજૂર થયેલી ટીપી સાથે આ વર્ષની ટીપીને ગણતરીમાં લેવામાં આવે તો કુલ 250 ટીપી મંજૂર થઈ ચૂકી છે. બાકી રહી ગયેલા ડેવલપમેન્ટ પ્લાન પણ ક્લિયર કરી દેવામાં આવશે તેમ કરવાથી બિલ્ડર્સને તેમના કામ આગળ વધારતી વખતે કોઈ તકલીફ ન પડે તે જોવાનું સરકારનું લક્ષ્ય છે.

D1, D2, D4 અને D7A કેટેગરીમાં 36 મીટર કે તેથી પહોળા અને 45 મીટરથી નાના રસ્તા પર મહત્તમ 3.6 FSI આપવામાં આવશે, જ્યારે 45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા પર મહત્તમ 4ની FSI આપવામાં આવશે. તો સરકારના નિર્ણય મુજબ રસ્તાની બંને તરફ 200 મીટર સુધીના જે ઝોનમાં બેઝ FSI 1.5 અથવા વધુ હોય તેમાં બાકીની FSI ચાર્જેબલ ગણી મળવાપાત્ર રહેશે. કોમન પ્લોટમાં સોસાયટીના કોમન ફેસિલિટીઝના મળવાપાત્ર બાંધકામને FSIમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય કરતાં જોગવાઈ કરાઈ છે કે નોન ટીપી એરિયામાં નિયત સમય પહેલાં મંજૂર થયેલી બિનખેતી તથા સબપ્લોટિંગના કિસ્સામાં 2500 ચો.મી. સુધીના પ્લોટમાં કપાત નહીં કરવામાં આવે. નગરપાલિકાની D-8 અને ગ્રામ્ય વિસ્તારની D-10 કેટેગરીમાં બેઝ FSI તરીકે 1.2 તથા 0.6 ચાર્જેબલ મળી 1.8 FSI મળવાપાત્ર રહેશે.

વડોદરામાં DW-1 અને DW-2 કેટેગરીમાં ટેનામેન્ટ ટાઈપનાં બાંધકામમાં એડિશન/ ઓલ્ટરેશનના કિસ્સામાં, જૂના જીડીસીઆરની જોગવાઈ મુજબ 1.2 મીટર સુધી સ્લેબ લેવલે બાલકની પ્રોજેક્શન મળવાપાત્ર થશે. 15 મીટરથી 25 મીટર બિલ્ડિંગની ઊંચાઈ તથા બિલ્ડિંગની ઊંડાઈ 30 મીટરથી વધારે ના હોય તેવા કિસ્સામાં સાઈડ અને રિઅર માર્જીનમાં વ્હીકલ રેમ્પ મળવાપાત્ર થશે. તો 2000 ચો.મી.થી ઓછા ક્ષેત્રફળના પ્લોટમાં બિલ્ડિંગની ઊંચાઈ 25થી 45 મીટર સુધીની હોય તથા બિલ્ડિંગની ઊંડાઈ 45 મીટરથી વધારે ન હોય તેવા કિસ્સામાં કોઈપણ એક સાઇડ અને રિઅર માર્જીનમાં વ્હીકલ રેમ્પ મળશે. ગામતળમાં રોડની પહોળાઈ મુજબ FSIની મર્યાદામાં બિલ્ડિંગની વધુ ઊંચાઈ મળવાપાત્ર થશે.[:]